________________
શાસનનાં શ્રમણરત્ન
૪૩૩ ત્યાગ-વૈરાગ્યના સ્રોતથી ત્યાગમાગને પ્રશસ્ત બનાવનારા
પૂ. સાધ્વીજી શ્રી ચંપકશ્રીજી મહારાજ ગતિશીલ ચક જેવું આ માનવજીવન સુખ અને દુઃખ સાથે સંકળાયેલું છે. જીવનસાગરમાં ક્યારેક સુખની વૃદ્ધિ છલકાય છે, તે ક્યારેક દુ:ખ કે વ્યથાની ભરતી પણ આવે છે. જીવનમાં ક્યારેક પાનખરની સજા, તો ક્યારેક વસંતની મજા પણ મળે છે. જીવનગુલાબમાં સુખની સૌરભ અને દુઃખના કાંટા સાથે જ હોય છે. આવા વિરોધાભાસી માનવજીવન વચ્ચે અમારું ગુરુદેવ પૂ. ચંપકશ્રીજી મહારાજે ધર્મસાધના અને સમતાપૂર્વક આભેન્નતિના પંથે પ્રયાણ કરી અનેકના જીવનને ઉજાળ્યાં છે.
તેમનો જન્મ વિ. સં. ૧૯૪૪ના શ્રાવણ વદ ૧૪ ના રોજ જૈનપુરી સમાન ગણાતા રાજનગરઅમદાવાદમાં થયેલ હતા. તેમના પિતાનું નામ ગોકળદાસ અને માતાનું નામ ધૂળીબેન હતું. જ્ઞાતિએ વીશા પોરવાડ હતા. તેમના પિતાશ્રી અંગ્રેજી ભાષા ઉપર ખૂબ જ કાબૂ ધરાવતા હતા. સોલિસિટર કે ઍડવોકેટને પણ શરમાવે તેવી અંગ્રેજી ભાષા બોલવાની તેમની છટા હતી. તેમને ચીમનભાઈ મણિભાઈ સારાભાઈ અને અમુભાઈ નામે ચાર પુત્ર અને ચંપાબહેન તથા હીરાબહેન નામે બે પુત્રીઓ હતી. સંતાનમાં સૌથી મોટાં ચંપાબહેન. તેઓ બાલ્યાવસ્થાથી જ ધર્મરુચિવાળાં અને સંસારથી વિરક્ત હતાં. ૧૩ વર્ષની વયમાં તેમનાં લગ્ન થયાં, પણ કર્મયોગે બાર મહિનામાં જ વૈધવ્ય પ્રાપ્ત થયું. વિધવા થયા બાદ તેમના ધર્મ-સંસ્કારને લીધે તેમનું મન ધાર્મિક જ્ઞાનાભ્યાસમાં જોડાયું, જેના પરિણામે ગૃહસ્થપણામાં જ છે કર્મ ગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્ત્વાર્થસૂત્ર વગેરે અસહિત તેમજ સંસ્કૃત બે બૂકે, વ્યાકરણ આદિને ખૂબ જ સુંદર અભ્યાસ કર્યો. “જ્ઞાનસ્ય ફલં વિરતિ” એ પંક્તિ અનુસાર તેઓની વૈરાગ્ય ભાવના ઘણી જ પ્રબળ બની. પરંતુ તેવામાં જ તેમનાં માતુશ્રી ધૂળીબહેન સ્વર્ગવાસ પામ્યાં અને ઘરની બધી જ જવાબદારી તેમના ઉપર આવી પડી. આ સ્થિતિમાં પિતાજીએ સંયમની અનુમતિ ન આપતાં, તેમણે ધર્મારાધનામાં મન જેડી દીધું અને તેઓ નિરુપાયે સંસારમાં રહ્યાં. પછી અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતાં પૂ. નવલશ્રીજી મ. ના પરિચયમાં આવ્યાં એટલે સંયમ ભાવના પ્રબલ બની, ને પિતે મનોમન નકકી કરી લીધું કે હવે સંયમ લઈ જ લેવા છે. પછી સગાં-નેહીઓને જાણ કર્યા વિના જ શેરીસા તીર્થની નિકટમાં આવેલા “આદરજ મુકામે જઈને વિ. સં. ૧૯૭૫ના માગશર સુદ પાંચમને દિવસે દીક્ષા ગ્રહણ કરી તેઓ પૂ. નવલશ્રીજી મ. નાં શિષ્યા સાધ્વી ચંપકશ્રીજી બન્યાં. પ્રત્રજ્યા સ્વીકાર્યા બાદ ગુરુકુલવાસમાં રહી વિનય અને નમ્રતાનું સેવન કરી તપ, ત્યાગ, જ્ઞાન અને વૈયાવચ્ચેથી પોતાની આત્મ-ભાવનાને ભાવિત કરી સંયમ સાધનાને ખૂબ વિકસાવી. આ રીતની તેમની વૈરાગ્યમય જીવનચર્યા જોઈને તેમના પિતાશ્રી ગોકળદાસભાઈને સંયમની ભાવના પ્રગટ થઈ ને તેમણે વિ. સં. ૧૯૭૮ ના આસો માસમાં ખંભાત મુકામે જઈ ઉપધાન તપ કરી દુઃખરૂપ-દુઃખફલક-દુઃખાનુબંધી એવી સંસારની અસારતા જાણીને વિ. સં. ૧૯૭૯ ના શાસનસમ્રાટ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સાહેબ પાસે દીક્ષા અંગીકાર કરી મુનિ શ્રી સુભદ્રવિજયજી મહારાજ બન્યા.
તેમની પ્રેરણાએ તેમના નાના ભાઈ અમુભાઈને પણ દીક્ષા અંગીકાર કરવાની ભાવના થઈ અને તેઓ પણ સંયમ સ્વીકારીને આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબને પ્રશિષ્ય મુનિ શ્રી મોક્ષાનંદવિજયજી બન્યા. એ જ રીતે, ડોકટરની ડિગ્રી પ્રાપ્ત કરેલા તેમના કાકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org