________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૧૯ મહારાજના પ્રથમ દર્શન-ઉપદેશથી ક્ષણભંગુર એવા વૈભવી જીવનના ચળકાટને સદાને માટે ત્યાગ કરી તેઓ અગિયારમી સદીના મહાન સાધ્વીરત્ન બની ગયાં.
જૈનદર્શનમાં વર્ણવાયેલાં વિવિધ પ્રકારનાં તપ અને તપસ્વિનીઓની ઊજળી પરંપરાને વિશાળ પ્રવાહ અખલિતપણે વહેતે રહ્યા છે. વર્તમાનમાં પણ એવાં અસંખ્યા સાધ્વીજીઓએ ઉત્કૃષ્ટ તપસ્યાઓથી શાસનની એતિહાસિક પરંપરાને શોભાવી છે, અને એ જ જૈન શાસનની ચિરંતન સમૃદ્ધિ બની રહી છે.
વ્યાપક અને મર્મસ્પર્શી જ્ઞાનોપાસના
જૈન શાસનમાં વ્યાપક જ્ઞાનોપાસના દ્વારા સેંકડો શ્રમણી રને કે જેમના વિનય, વિવેક, વાત્સલ્યભાવથી યુગ સુધીના
ધર્મસાધકને ગુરુ-ગુણસેવા, આગમસેવા, સંયમ, નિયમ, પરિપાલન અને પ્રેરણા પ્રાપ્ત થયાં છે, અને જેઓએ આગમનાં ગૂઢ રહસ્યનું પ્રતિપાદન કરી સંયમજીવનમાં ખરેખર દિવ્યતા પ્રગટાવી છે. આ શીલસંસ્કારધારિણીઓએ પોતાનાં વિરલ અને અદ્વિતીય વ્યક્તિત્વ વડે ભક્તિપરાયણતા શું કહેવાય એ ખરેખર બતાવી આપ્યું છે. જન્મજન્માંતરથી આત્માના આવરણ ઉપર છવાયેલી મલિનતા છેવા ચારિત્રની સુંદર આરાધના જ અવલંબનરૂપ બની રહે તેમ છે. જે જે સ્ત્રીરત્નોએ આજ સુધીમાં ત્યાગમય જીવન અંગીકાર કરીને સંયમ-વિરાગની શાશ્વત સુવાસ ફેલાવી છે તેઓ સાચે જ ભક્તિ, શ્રદ્ધા અને વંદનાના અધિકારી છે. નમન હો એ મહાદેવીએ, ત્યાગમૂર્તિ તપસ્વિનીઓને...
આ આર્યભૂમિ ઉપર શ્રતસંપન્ન પ્રમાણે થઈ ગયા તેની થેડી ઝાંખી કરાવતા સરસ્વતીના અખંડ આરાધકે અને પાંડિત્યમાં પારસમણિ જેવાં તેજસ્વી પાત્રે પણ આ શ્રમણવૃદમાં નજરે પડે છે.
ઘણા સંદર્ભોને આધાર લઈને પૂર્વકાલીન પ્રભાવક સાથ્વીરત્નનાં ચરિત્ર સદીવાર ટૂંકમાં ગ્રંથસ્થ કર્યા છે. વર્તમાન ચિત્ર પણ ઠીક ઠીક રીતે ગ્રંથસ્થ થયું છે. નિર્મળ ચારિત્ર્ય અને તેને અનુરૂપ જ્ઞાનધ્યાનની ઉપાસના ખરેખર સાધ્વીસંઘમાં એક જીવંત આદર્શ છે. પાલીતાણ તળેટીમાં જ સમેવરણ મહામંદિરમાં પૂર્વકાલીન સાધ્વીજીએનાં કેટલાંક જીવનચરિત્રો જરૂર જોશે.
વર્તમાન જૈન સમાજમાં સાતેક હજાર સાધ્વીજીઓની સંખ્યા હોવાનું મનાય છે, પરંતુ સાધ્વીઓનો કઈ મેટે સમુદાય હોય તે તે શ્રી સાગરાનંદસૂરિને સમુદાય છે. વર્તમાનમાં વિવિધ સમુદાયે, ગ, સંપ્રદાયમાં કુલ મળીને દેરાવાસી, સ્થાકવાસી અને તેરાપંથી સંપ્રદાયમાં સૌથી વધુ સંખ્યા દેરાવાસી મૂતિ પૂજક સંપ્રદાયમાં છે અને એ મૂર્તિપૂજક સંપ્રદાયના ગચ્છમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org