________________
૧૮]
[ શાસનનાં શ્રમણને * સરસ્વતી સાધ્વીના એક બેલે મહાન આચાર્યશ્રી દેવચન્દ્રસૂરિજી શું દિગંબરાચાર્ય
શ્રીકુમુદચન્દ્રસૂરિજી સાથે વાદવિવાદ કરવા તૈયાર નહોતા થયા? * જલા સાધ્વીજી જેઓ શ્રી સ્થૂલભદ્રજીનાં નાનાં બહેન હતાં, જેમણે પિતાના નાના સંસાર
બંધુ શ્રીયકજી મ. ને સંવછરી મહાપર્વના દિને ઉપદેશ આપીને નવકારશી–પિરસીના કમે પરાણે ઉપવાસ કરાવ્યો અને તેઓ કાળધર્મ પામી ગયા. આ જક્ષા સાધ્વીએ પિતાના ભાઈ મહારાજને શું સદ્દગતિના ભાજક નહોતા બનાવ્યા? * બ્રાહ્મી-સુંદરી સાધ્વીયુગલ, જેઓ શ્રી બાહુબલીજીનાં સંસારી બહેન હતાં, તેઓએ
માનદશાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા ધ્યાનસ્થ દશામાં અડીખમ ઊભા હતા, એવા બાહુબલીજીને પ્રતિબોધ કરવા “વીરા મેરા ગજ થકી ઊતરે ” આ પ્રેરણાત્મક વચને દ્વારા શું પ્રતિબંધિત નહતા કર્યા? પુષ્પચૂલા સાધ્વીજી—શ્રી અર્ણિકાપુત્રા ગુરુને પ્રાસુક આહારપાણ લાવી તેમની ભક્તિથી તથા જેને ગુણ અપ્રતિપાતિ છે તેવી વૈયાવચ્ચેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી–વરસતા વરસાદમાં પણ તેમને અનુકૂળ નિર્દોષ આહારપાણી લાવી આપનાર જૈન શાસનમાં શું એક ભક્તિવંત પુખચૂલા સાધ્વીજી નહતાં ? અને તેમણે જ શ્રી અર્ણિકાપુત્રા ગુરુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે માર્ગદર્શન નહતું આપ્યું? આવાં અમર પાત્રોના પરિચય અને સંસ્મરણે આ ગ્રંથમાં વાંચવા મળશે.
B
D.
સમર્પણભાવ અને સંકલ્પશક્તિ
UUU &
વનપર
જૈનશાસનમાં સમયે સમયે એવાં સમર્થ શાસનપ્રભાવિકા - સાધ્વીરને નીકળ્યાં, જેઓએ પુષ્પ-આચ્છાદિત શય્યા કે
રેશમી ગાલીચાવાળી ભૂમિ પર ચાલ્યા પછી એકાએક પૂર્વના કઈ પુણ્યદયે દોમદોમ સાહ્યબી અને શ્રીમંતાઈમાંથી બહાર નીકળી કઠિન એવાં સાધ્વીવતે પાળી દુનિયાને આશ્ચર્યથી સ્તબ્ધ કરી દીધી. સમયકાળના ધસમસતા પ્રચંડ પૂરની સામે હિમાલય જેવી મક્કમ તાકાતનું વિરલ દર્શન કરાવ્યું.
ભેગ, વૈભવ અને એશ્વર્યાની અસારતાને ખ્યાલ આવી ગયો એટલે તે ગુજરાતના એક વખતના મહામંત્રી શ્રી કપર્દિની એકની એક અત્યંત સ્વરૂપવંતી લાડકી પુત્રી જે રોજ કરેડ સેનામહેરાના દાગીના પહેરી યુવાન સખીઓ સાથે સુખસમૃદ્ધિમાં જ હંમેશાં મસ્ત રહેનારી માઈ—કે પુણ્ય પળે પૂર્વભવના પાવક સંસ્કાએ મહાન પ્રભાવક શ્રી આર્યરક્ષિતસૂરિજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org