________________
૩૮૨ ]
શાસનનાં શ્રમણીરને બનવું એ પરમ કર્તવ્ય છે. ત્રીજા નંબરમાં, સાધના કરે તે સાધુ. આપણે એશ-આરામ કે માજમા માટે નહીં, પરંતુ સાધના કરવા સંયમ સ્વીકાર્યો છે. આપણું લક્ષ્ય આત્મશુદ્ધિ, ધ્યેય કમક્ષય અને ધવબિંદુ મોક્ષ. તેને પ્રાપ્ત કરવા માટે સાધના અને આરાધનામાં ઓતપ્રેત બનવું જ જોઈએ. સાધના વિના સાધુતા રહી શકે ખરી ?”
આવાં હદયસ્પર્શી વચને દ્વારા આશ્રિતોના અંતરમાં આરાધનાનો ઉત્સાહ જગાવતાં અને એ ઉત્સાહને ચિરસ્થાયી બનાવવા વસ્તીમાં “સઝાય નંદીઘોસ્સ” સ્વાધ્યાય રૂપ નંદીઘેષનું વાતાવરણ સર્જવાની ભવ્ય ભાવના રાખતાં. પૂજ્યશ્રી કહેતાં કે, “સક્ઝાએ વક્માણક્સ પણે પણે જઈ વેરઝેં. સ્વાધ્યાયમાં લાગી રહેલ આત્માને ક્ષણે ક્ષણે વૈરાગ્ય થાય છે. આ રીતે શિષ્યાઓને આધ્યાત્મિક ઉછેર તેઓશ્રીમાં રહેલ માર્દવતાથી ભરેલ માતૃહૃદયનું દર્શન કરાવે છે.
- ઉપવનનાં પુષ્પોની સુવાસને તરફ ફેલાઈ જવા માટે પ્રયત્ન કરવો પડતો નથી. તેમ પૂજ્યશ્રીના જયાં જ્યાં ચાતુર્માસ થતા ત્યાં ત્યાં સુરભિત ફૂલોથી અધિક સંયમની સુવાસ પ્રસરી જતી. આ રીતે ભવયાત્રાનો અંત લાવનારી સંયમયાત્રાનાં ૫૧-૫૧ વર્ષ સુધી પકાર સાથે પરોપકારની પાવનકારી ગંગોત્રી વહાવી. સં. ૨૦૩પમાં સુરેન્દ્રનગર મુકામે બિરાજમાન હતાં. ચૈત્ર માસના આખરી દિવસમાં વદ ૧૪ના પ્રતિક્રમણ બાદ સર્વ સાધક તથા શ્રાવિકાબહેને સાથે ક્ષમાપના કરી. બી. પી. વધ્યું અને પૂજ્યશ્રીજીની તબિયતે જુદો વળાંક લીધે. જેમ મહાસાગરમાં મોટી મોટી નદીઓ આશ્રય લે છે, તેમ દેહના દરિયામાં દર્દીએ પડાવ નાખ્યા. છતાં, ભયંકર વ્યાધિમાં અપૂવ સમાધિ. જીવલેણ બીમારીમાં સંયમની ખુમારી. આશ્રિતે આવીને પ્ર છે, કેમ છે આપને ? તે કહે, મને મજા છે. કમાણીને અવસર છે. કાંઈ કહેવું છે, એમ પૂછતાં કહે, સંયમની શુદ્ધિ જાળવજે. સહવર્તી સાધકો સાથે સંપથી રહેજે. ગૃહસ્થો પૂછે : કાંઈ કહેવું છે ? તે કહે : પાપભીરુ બનજે.
આ રીતે સમયના સમરાંગણ સંગ્રામ ખેલાઈ રહ્યો હતો. એક તરફ કાળની કરપાણ, સામે હતી સમતાની શમશેર, આ અધ્યાત્મના સંગ્રામમાં બંનેની પટ્ટાબાજી ચાલી રહી હતી. શરીર સૈનિક શસ્ત્રોના સેંકડો ઘા પડવા છતાં રણમેદાન છોડતું નથી, તેમ શારીરિક વ્યાધિઓ વચ્ચે ઘેરાઈ જવા છતાં પૂજ્યશ્રીએ નમસ્કાર મહામંત્રને બરાબર પકડી રાખ્યા. જયારે જુઓ ત્યારે અંગૂઠો આંગળીઓ પર ફરતો જ જોવા મળે. આ અવસરે સુરેન્દ્રનગર શ્રીસંઘે તથા પૂજ્યશ્રીજીના સ્વજનવગે અનુમોદનીય ભક્તિ કરી હતી. એમ થતાં વૈશાખ શુકલા ચતુર્દશીનું પ્રભાત થયું. પૂજ્યશ્રીની અસ્વસ્થતા જોતાં પ્રત્યેક દિલને આજે બેચેની હતી. શ્રી નવકાર, ચત્તારિમંગલં, શિવમસ્તુ સર્વ જગત, સંથારાપોરિસ આદિ આરાધનાનાં સૂત્રો સંભળાવાઈ રહ્યાં હતાં. પૂજ્યશ્રીના અંતસ્તલે આજે ખરેખરું યુદ્ધ જામ્યું હતું. રોગની પીડા દીવડામાં રહેલ તેલને શેષી રહી હતી. કાયાના કેડ્યિામાં જેમ-જેમ તેલ ઓછું થતું હતું તેમ તેમ સાધનાની તમાં ઘી પુરાતું હતું. દીવડાની વાટ ઝબૂક–ઝબૂક થઈ રહી હતી. કેણ જાણે ક્યારે દીપ બુઝાઈ જશે ! અને આરાધનાનાં મંગલમય વાતાવરણ વચ્ચે ૯-૩૦ કલાકે પૂજ્યશ્રીની જીવનત બુઝાઈ ગઈ. ઉપસ્થિત આરાધના અંતરમાંથી ઉગારો નીકળી પડ્યા : “મરણં મંગલમ યસ્ય સફલ તસ્ય જીવનમ.” જીવન જીવવાની કળાના ઓ સ્વામી! હસતાં હસતાં જીવવું સહેલું છે, પરંતુ વ્યાધિ અને વેદનાના મહાસાગર વચ્ચે હસતાં હસતાં મરવું અતિ કઠિન છે.
પૂજ્યશ્રીએ જીવનને સફલ બનાવ્યું સાધનાથી, મરણને સફલ બનાવ્યું સામાધિથી, જીવનને સફલ બનાવ્યું ઉપાસનાથી મરણને સફલ બનાવ્યું પ્રસન્નતાથી, જીવનને ઉત્સવરૂપ બનાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org