________________
શાસનનાં શમણીરત્ન છે
[ ૩૮૩ મરણને મહોત્સવરૂપ બનાવી લીધું. કસ્તૂરી ઊડી ગઈ સુગંધ મૂકી, ફૂલ ખરી પડ્યું ફેરમ મૂકી, તેમ પૂજ્યશ્રીજી ચાલ્યાં ગયાં અક્ષય ગુણસુવાસને મૂકી. પૂજ્યશ્રીનું જીવન ભવ્યાત્માઓને પ્રેરક અને પથદર્શક બને તેવું હતું. અંતમાં ગુણરત્નાકર ગુરુદેવને એક જ આરઝૂ કે આપશ્રી જય હો ત્યાંથી અમારા ઉપર અનુગ્રહની હેલી વર્ષાવજે, અમારા હૃદયમંદિરમાં સંગ–નિવેદ ભાવનો દિવ્યા દીપક સદા ઝળહળતો રાખજે, અમારા જીવનમાં જિનાજ્ઞાપાલનનું કૌવત પ્રગટે તેવી અપૂર્વ શક્તિનું પ્રદાન કરજો, અમારી સાધનામાં પ્રાણ પૂરજો. જ્ઞાનાદિ આરાધના દ્વારા અપૂર્વ આત્મતેજને પામવાનું સામર્થ્ય આપણામાં પ્રગટે, રાદિ ભાવના અંધકાર સદાયને માટે ચિત્તરૂપી આકાશમાંથી પલાયન થઈ જાય તો જ તેની સાચી સફળતા માણી શકાય.
–ગુરુપાદપદ્મભ્રમર સાધ્વી શ્રી ચંદ્રનનાશ્રીજી મ. કેશવલાલ પ્રેમચંદ પરિવાર – અમદાવાદના સૌજન્યથી.
સરળતા અને નિર્મળતાનાં મૂર્તિમંત, ભવાદપિતારક પૂ. સાધ્વીરના શ્રી વિજયાશ્રીજી મહારાજ
જૈનશાસનના ગગનાંગણમાં બહુસંખ્ય આચાર્ય ભગવંતે, મુનિ મહારાજે, સાધ્વરને થઈ ગયાં, જેઓની પ્રતિભાના પ્રભાવે અને સાધનાના સહારે જેનશાસનની જયપતાકા જગત પર લહેરાઈ રહી છે. એ જ પરંપરામાં આર્યા ચંદના. આર્યા મૃગાવતીથી માંડીને અગણિત શ્રમણીરત્નો થયાં છે. જેમાંના એક શ્રી વિજ્યાશ્રીજી મહારાજ છે.
સિદ્ધગિરિની શીતળ છાયામાં વસેલું સિંહપુર (સિહોર) નગર છે. તે નગરના ગર્ભશ્રીમંત કુળમાં શાહ જમનાદાસ હરિચંદને ત્યાં શ્રીમતી માણેકબહેનની રત્નકુક્ષિએ વિ. સં. ૧૯૬૪ના શ્રાવણ વદ ૭ ને દિવસે એક પુણ્યાત્મા પુત્રીરત્નનો જન્મ થયો. સુપુત્રીનું નામ રાખ્યું વિજયા. સહુ કેઈન લાલનપાલન વચ્ચે ઊછરતી વિજયાને બાળપણથી સુસંસ્કારોનું સિંચન થયું. ધાર્મિકતા, નિર્દોષતા, કાર્યકુશળતા આદિ ગુણવૈભવથી શોભતાં વિજયાબહેન યૌવનના ઉંબરે પહોંચ્યા ત્યાં સ્વજનોએ સંસારબંધને બાંધી દીધાં. પરંતુ આમાથી માટે લગ્ન એ મજા નહી, કમંદત્ત સજા હતી. એટલે વિજયાબહેન પર સંસારીની મોહ-માયા વિજય મેળવી શકી નહીં. ઊલટ, એમને સંસારની નશ્વરતાનાં દર્શન થવા લાગ્યાં.
આ સમય દરમિયાન સકલ આગમરહસ્યવેદી પ. પૂ. દાનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય નીડર વક્તા અને પ્રચંડ પુણ્યપ્રભાવી પૂ. મુનિરાજશ્રી મંગલવિજયજી મહારાજની દિવ્ય દેશના દ્વારા આરાધક ભાવોને અબ્ધિ એર ઊછળી રહ્યો. સ્વજનની સમજાવટ કારગત ન નીવડી. વિજયાબહેન જીવનના ભવરણમાં વિજયી બનવા સંયમ સ્વીકારવા તત્પર બન્યાં. પૂજ્ય બાપજી મહારાજના સ્વહસ્તે. પાંચ પાંચ આચાર્ય ભગવંતેની શુભ નિશ્રામાં અનેક પદસ્થાની હાજરીમાં, વિશાળ સાધુ-સાધ્વીજીના સમુદાયની ઉપસ્થિતિમાં વિ. સં. ૧૯૦ના ફાગણ વદ ૩ ને શુભ દિને દિક્ષા અંગીકાર કરી પૂ. પ્રભંજનાશ્રીજી મહારાજનાં શિષ્યા વિજયાશ્રીજી તરીકે ઉષિત થયાં.
સંયમજીવનના આધારસ્થંભ રૂપ ગુર્વાજ્ઞાપાલન. ગુણગ્રાહી સ્વભાવ, ગભીરતા, સરળતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org