SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્ન [ ૩૮૧ સારામાં સારી એટલે મૂલ્યવાન ચીજે ગૃહસ્થ લાવીને મૂકેઆગ્રહ કરે, છતાં પૂજ્યશ્રીજી લેશ પણ ઢીલું મૂક્તાં નહીં. એક જ વાત કરતાં, કે અઢાર પાપસ્થાનકથી ઉપાર્જન કરેલ પૈસામાંથી આવેલ આ ચીજ આપણને જરૂર ન હોય તો શા માટે રાખવી? આ હતા તેઓશ્રીને મુદ્રાલેખ. સંયમશુદ્ધિ જેનું લક્ષ્ય હોય ત્યાં પ્રમાદને પક્ષ તા જેવા જ ક્યાંથી મળે ? પૂજ્યશ્રી એક જ વાત કહેતાં, “પ્રમાદે હિ મૃત્યુ”. પ્રમાદ એટલે પતનની પળ, અપ્રમત્તતા એટલે ઉત્થાનની પળ. સ્વજીવનમાં અપ્રમત્તતા ગુણને સુંદર રીતે ખીલવ્યા હતા, જેના પ્રભાવે દિવસે પ્રાયઃ તેઓશ્રીજી સંથારતાં નહીં અને રાત્રે પણ મોડા સુથારતાં, છતાં પઢિયે ત્રણ-સાડા ત્રણ વાગ્યે ઊઠી જતાં અને સ્વાધ્યાય, કાગ આદિ સાધનામાં એકાકાર બની જતાં. મુક્તિમાર્ગના મુસાફર એવા પૂજ્યશ્રીએ જીવનમાં પ્રમાદની પ્રવેશબંધી, ક્ષાની કિલ્લેબંધી અને વિષયેની વિરક્તિ, જિન-ભક્તિ, જીવમૈત્રી આદિ દ્વારા જગતને આદર્શ શ્રમણજીવનની ઝાંખી કરાવી હતી. તેઓશ્રીજીના માત્ર એક જ વખતના સમાગમમાં આવનાર માનવીના મન પર પૂજ્યશ્રીના પવિત્ર ચારિત્રની જાદુઈ અસર થતી. સદા સુપ્રસન્ન મુખમુદ્રા, વાત્સલ્યસભર વચનો, નેહસભર નયનો, અન્તસ્તલમાં ચમકારા મારતી સમતાની ચાંદની ઇત્યાદિ વિરલ ટિની ગુણસંપત્તિ નિહાળી અનેક દુકાને તેમનાં ચરણકમલને સેવવાની તીવ્ર ઉત્કંઠા જાગી જતી. પ્રસિદ્ધિથી પર રહેનારાં અને પરોપકારમાં પરાયણ એવાં પૂજ્યશ્રીએ “દીપ્ત દીપશિખા”ના ન્યાયે પિતાના આત્મમંદિરમાં જલતી વિરાગની જાત દ્વારા સંસારની અંધારી અટવીમાં અથડાતા બહુસંખ્ય આત્માઓના દિલમાં વૈરાગ્યપ્રદીપને પ્રગટાવી સંયમ સામ્રાજ્યના સ્વામી બનાવ્યા હતા, જેમાં મુખ્યત્વે પ્રશાંતમૂતિ પ. પૂ. હેમશ્રીજી મ., પરમ વિદુષી પ. પૂ. ચંદ્રાનનાશ્રીજી મ. આદિ ૮૪-૮૪ શ્રમણીરત્નો આજે પણ સુંદર કોટિની સંયમસાધના કરી-કરાવી રહ્યાં છે. પૂજ્યશ્રીજી આશ્રિતોને સંયમનું દાન કર્યા બાદ અવિરત તેઓના ગક્ષેમની કાળજી રાખતાં, વાત્સલ્ય ધરાવતી માતાને પોતાના કમાઉ પુત્રના ભાવિની જેટલી ચિંતા રહે છે, તેના કરતાં અધિક ચિંતા આશ્રિતોના હિતની પૂજ્યશ્રીજીના હૈયે જોવા મળતી. કોઈ પણ આત્મા કેઈ વ્યક્તિના જીવનની નબળી કડીની રજૂઆત પૂજ્યશ્રીજી પાસે કરે ત્યારે તેઓશ્રી તે જ વ્યક્તિના જીવનનું ઊજળું પાસું બતાવીને કહેતાં, કોઈ પણ સાધકની ખામીને ન જુઓ, ખૂબીને જુઓ. વારંવાર બીજાની ખામી જેવાથી એ દોષ આપણામાં પ્રવેશ્યા વિના રહેતો નથી, અને બીજામાં રહેલી ખૂબીને જેવાથી એ ગુણ પ્રવેશ્યા વિના રહેતો નથી. આ રીતે તેઓશ્રી વાત્સલ્યપૂર્ણ હૃદયે કહેતાં. તેથી શ્રેતાને તેઓશ્રીની વાણી અમૃત જેવી મધુર લાગતી, મનનીય લાગતી, આદરણીય લાગતી અને વારંવાર સાંભળવાની જિજ્ઞાસા રહેતી. પૂજ્ય ચરણશ્રીજી પિતાના મને મંથન અને શાસ્ત્રદોહન દ્વારા મેળવેલ મૌલિક પદાથોની રજૂઆત કરતાં કહેતાં કે–સાવધ રહે તે સાધુ, સહાય કરે તે સાધુ. ‘સાધના કરે તે સાધુ. બળદગાડીને ચલાવનાર નીદ લેતા જાય અને ગાડું ચલાવતો જાય, તે ચાલે, પણ મેટરનો ડ્રાઈવર ગાડી ચલાવતાં નીંદ લે, તો શું થાય? અરે, આગળ વધો, વિમાન ચલાવનાર પાઈલોટ જરા અસાવધાન બને, તો શું થાય? ભયંકર હોનારત ! તે પછી સાધુ એટલે ચૌદ રાજલોકના જીને અભયદાતા, એ અસાવધ બને ? એ જિનાજ્ઞા ભૂલે? એ પ્રમાદમાં ઝૂલે? તે શું થાય ? માટે જ સાવધ રહે તે સાધુ. બીજા નંબરમાં, સહાય કરે, તે સાધુ. એક સંસારીને સંસારમાં જીવવા હજારની ચાપલૂસી અને કદમબેસી કરવી પડે છે, ત્યારે સાધુને શ્રમ સ્વાર્થી બનીને નહીં, નિસ્વાર્થી બનીને કરવાનો, મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત સાધકને જ્ઞાન-ધ્યાન-વિયાવૃત્ય આદિમાં સહાયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy