SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ાસનનાં શ્રમણીરત્ના હૃદયમાં સ્થાન પામી ચૂક્યાં. પેાતાના હૃદયમાં ગુરુના ન્યાસ કરવા સહેલા છે, પણ ગુરુના હૃદયમાં વાસ કરવા દુષ્કર છે; પરં તુ પૂજ્યશ્રીજી તે “ગુર્વાણા એ જ મારા જીવનની લ્હાણ, ગુરુજનોને વિનય એ જ મારા પ્રાણ, ગુરુદેવાદિની વૈયાવચ્ચ એ જ મારું નિધાન, માટે જીવન જીવવું છે આજ્ઞાપ્રધાન.” આ દૃઢ નિણૅય કરીને જ આવ્યાં હતાં. સદા સમણની સેજમાં માજ માણતાં તેમના અંતરના અવાજ હતા, કે સમર્પણ વિનાનું જીવન એટલે દેર વિનાના પતંગ, સુવાસરહિત સુમન, તેજરહિત તરણ. ૩૮૦ વળી ઢીક્ષાના દિવસથી જ, માતાના ખેાળે નિર્ભયતાથી ખેલતા બાળની જેમ અષ્ટપ્રવચન માનાના મેળે અપ્રમત્તપણે ખેલવા લાગ્યાં. જણા તા એમના જીવનના પ્રાણ હતા. કોઈ પણ વસ્તુ લેતાં–મૂકતાં પ્રમાજના અચૂક કરી જ લેતાં. અરે, અસ્થિ-મજ્જા બની ચૂકેલો જયણાને પરિણામ, કે રાત્રિના સમયમાં સથારેલા પૂજ્ય ચરણશ્રીજી પડખું બદલે તા નિદ્રામાં પણ એઘાથી પ્રમાજ ના કરીને પડખુ બદલતાં. પાતાનાં આશ્રિતામાં પણ જયણાના પરિણામને જવલંત બનાવવા અવાર-નવાર પ્રેરણા કરતાં. કોઈ ધડાધડ દાદર ઊતરે, તા પૂજ્યશ્રીના મુખમાંથી તુ શબ્દે! સરી ભાગ્યશાળી ! આપણાથી આ રીતે ચલાય ? સાધુની ચાલ-ખેલ જગતના જીવા જેવી ન હાય, જિનેશ્ર્વરની આજ્ઞા મુજબની હાય.” : Psh 66 જ્ઞાનાનાદિના યોગે અપ્રમત્તપણે સચમયાત્રામાં આગળ વધી રહેલાં પૂજયશ્રીની ઉપદેશશૈલી પણ અનેાખી હતી, જેમાં વિદ્વત્તા સાથે ગાંભીયની છાંટ જેવા મળતી, અને તત્ત્વજ્ઞાનના તેજરવી પ્રકાશ પ્રાપ્ત તેા. સામી વ્યક્તિના હૃદયને તેમની વાણી એવી સ્પશી જતી કે જે સાંભળે તે આરાધના માટે તત્પર બની જતા. એક વખત એક બહેને પૂછ્યું, કે “ ગુરુદેવ ! આપને આટલું બધું યાદ શી રીતે રહે છે?” ગુરુદેવે જવાબ આપ્યા કે, “ તમને લાકને આટલા લાંબાપહેાળા સ’સારની બધી બાબતા શી રીતે યાદ રહે છે ? અને તમારા ઘરમાં વસાવંલી દરેક ચીજની ચારેય વિસ્મૃતિ થાય છે? કારણ, જ્યાં રસ છે, રુચિ છે ત્યાં સાહજિક રીતે બધું સ્મૃતિમાં ગેાડવાઈ જાય છે. અમારા માટે પણ એમ બની શકે.” સચમજીવનની પ્રીતિ–પ્રાપ્તિ અને પરિણતિની ફલશ્રુતિનું જે મૂળાધાર દોષમુક્તિ અને ગુણુપ્રાપ્તિ એ જ પૂજ્યશ્રીના જીવનનું લક્ષ્ય હતું અને સયમશુદ્ધિ વિના દોષમુક્તિ અને ગુણપ્રાપ્તિ શકય જ નથી, માટે પૂજ્યશ્રીજી પેાતાના ત્રિવિધ યેાગાનુ જિનાજ્ઞાના અનુસરણ દ્વારા સુંદર કોટિનું નિયંત્રણ કરવા હરપળે શૂરા સૈનિકની જેમ સાવધ રહેતાં. પોતાના આશ્રિતોને પણ કહેતાં ‘ પરમાત્માની જ્યાં આજ્ઞા ન હોય ત્યાં સાધુનું મન સમૂર્છિમ, પરમાત્માની જ્યાં આજ્ઞા ન હોય ત્યાં સાધુના વચનને મૌનનું શરણ, પરમાત્માની જ્યાં આજ્ઞા ન હોય ત્યાં સાધુનુ શરીર ચેતનારહિત.’ માટે જ સાધકનું મન ગુરુચરણે સમર્પણ, વચન શાસ્ત્ર-અધ્યયનને સમ`ણુ, કાયા જપતપમાં સમર્પણ, સાથેાસાથ સંયમશુદ્ધિના કારણભૂત નિર્દોષ આહારના ખપ એમના જીવનની એક નોંધપાત્ર વિશેષતા હતી. વિહારાદિમાં પણ આ ધ્યેયને જાળવી રાખવા જાગૃત રહેતાં પૂજ્યશ્રી જીવનને તપ-ત્યાગ અને તિતિક્ષાથી તેજસ્વી અને એજસ્વી બનાવીને અનેક આત્માને અજોડ આલખનભૂત બનતાં હતાં. ‘એગભત્ત ચ ભેાયણ’. આ શાસ્ત્રવચનને આંખ સામે રાખી હંમેશાં એકાસણાંને તપ અને ૧૪ના ઉપવાસ, ચેામાસી છઠ્ઠું વગેરે પણ સ્વાસ્થ્ય સારું હતું ત્યાં સુધી ચૂકતાં નહી. પેાતાના આશ્રિતાને પણ વારવાર પ્રેરણા કરતાં, તપ સાથે ત્યાગ પણ સુંદર કોટિના હતા, જેમ બને તેમ અલ્પ દ્રવ્યેથી ચલાવતાં. નિ:સ્પૃહતા ગુણ તે મસ્તક ઝુકાવી દે તેવા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy