________________
શાસનનાં શમણીરત્ન !
[ ૩૭૯ તપ-ત્યાગ અને તિતિક્ષાથી તેજસ્વી અને ઓજસ્વી
શ્રમણીરત્ન શ્રી ચરણ શ્રીજી મહારાજ જૈનશાસનના નગણમાં બહુસંખ્ય સૂરિપંગ અને મુનિપંગ થઈ ગયા છે કે જેઓની પ્રતિભાના પ્રભાવે, આરાધનાની અહાલેકે અને સાધનાના સહારે જૈનશાસનની જયપતાકા આજે પણ જગતમાં લહેરાઈ રહી છે, એ જ રીતે જેનશાસનને જાજવલ્યમાન બનાવવામાં અપૂર્વ યોગદાન કરનાર આર્યા ચંદના, આર્યા મૃગાવતીથી માંડીને એવાં એવાં શ્રમણરત્નોની ભેટ આ શાસનને મળી છે કે જેની તેજસ્વિતા આજે પણ ઇતિહાસ બતાવી રહ્યો છે. સંયમ-જીવનની સેનલવરણી સાધના દ્વારા વિશ્વને વિરતિની વસંતનો આહૂલાદક અનુભવ કરાવનાર શ્રમણીરત્નોમાંનું એક રત્ન એટલે વાગડ સમુદાયનાં વિદુષી સ્વ. પ. પૂ. સાધ્વીજી શ્રી ચરણશ્રીજી મ. સા.
જન્મ સં. ૧૯૬૨, ફાગણ સુદ ૧૩, રાજનગર. પ્રેમાળ પિતા પ્રેમચંદભાઈ અને મમતાળુ માતા મોતીબહેને. પૂજ્યશ્રીજીનું સંસારી નામ લલિતાબહેન. દીક્ષા ૧૯૮૫, કારતક વ રાજનગર, સ્વર્ગવાસ ૨૦૩૫, વૈશાખ સુદ ૧૪, શુક્રવાર, સુરેન્દ્રનગર.
આર્ય સંસ્કૃતિની ઓજસ્વી છાયામાં અને પરમ માંગલ્યનાં પયપાન કરાવનાર પ્રકૃતિના પડછાયામાં, રાજનગરની રમ્ય ધરા પર, ગર્ભશ્રીમંત કુલમાં આ આત્માનું આગમન થયું. અનુક્રમે વૃદ્ધિ પામતા આ આત્માને લલિતાબહેન નામથી સ્વજને ઉબેધન કરતાં હતાં. સાહજિક બુદ્ધિપ્રતિભા, કાર્યકૌશલ્ય, ગંભીરતા, નિર્દોષતા, નેહાળતા, સૌહાર્દ આદિ ગુણવૈભવ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બનતો હતો. અનુક્રમે યુવાનીના પ્રાંગણમાં પ્રવેશી ચૂકેલાં લલિતાબહેનને નેહભર્યા સ્વજનોએ સંસારના બંધને બાંધી દીધા. કિન્તુ આત્માથી માટે લગ્ન એ મજા નહીં પણ કર્મ દત્ત સજા છે, પૂર્વ જન્મમાંથી જાણે વૈરાગ્યનો વારો લઈને જ ન આવ્યાં હોય તેમ સેંકડો સુખની સામગ્રીઓ પણ લલિતાબહેનને લલચાવી શકતી નહતી, લાખો લોકોને આકર્ષણ કરનારા ભૌતિક પદાર્થોમાં આ આત્માને નશ્વરતાનું જ દર્શન થવા લાગ્યું.
તે અરસામાં રાજનગરના આંગણે વ્યાખ્યાન વાચસ્પતિ, પ્રચંડ પુણ્યના સ્વામી પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની દિવ્ય દેશના શ્રવણની પુનિત પળ લલિતાબહેનના દિલને ડેલાવી ગઈ. વૈરાગ્યને દીપક તે દિલમાં જલતો જ હતું, તેમાં ધૃતધારાના સિંચનતુલ્ય પૂજ્યજીશ્રીની વાણીએ વૈરાગ્ય-પ્રદીપને વિશેષ પ્રજ્વલિત કર્યો, પરંતુ સ્નેહીઓનું સ્નેહબંધન કલ્યાણના કઠોર માગે કદમ ઉઠાવવા સહર્ષ અનુમતિ આપે તેમ ન હતું. છતાં જેના રોમ-રોમમાં રત્નત્રયીને રણકાર ગુંજી રહ્યો છે, આણુ–અણુમાં આરાધકભાવને અબ્ધિ ઊછળી રહ્યો છે તેવા
લલિતાબહેને સ્વજનોને સમજાવી, અવિરતિને અલવિદા કરી સંયમના સોનેરી સ્વપ્નને સાકર કરવા કચ્છ-વાગડ દેશદ્ધારક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂજ્યશ્રીના આજ્ઞાવર્તી ગુણગણનિધિ પૂ. સાધ્વીજી ચતુરશ્રીજી મ. ના ચરણે જીવન સમર્પણ કરી ચૂક્યા અને લલિતાબહેનમાંથી પૂ. ચરણશ્રીજી મ.ના નામે ઓળખાવા લાગ્યાં.
સાધ્વી શ્રી ચરણથીજીએ નામ અને કામથી ચતુર એવા ગુરુદેવનાં ચરણ તેમ જ સરળ અને સચોટ માર્ગદર્શન મુજબ ત્યાગધર્મના માર્ગે આગેકૂચ કરવા માંડી. પરિણામે સંયમજીવનના આધારસ્થંભ તુલ્ય ગુજ્ઞાપાલન, ગુણગ્રાહિતા, ગાંભીય, સ્વાધ્યાય, સરલતા, સહનશીલતા, વિનય વિયાવૃત્ય, ઔદાર્ય, દાક્ષિણ્ય આદિ ગુણોથી ગરિષ્ટ બનેલા સા. ચરણશ્રીજી, ગુરુદેવાદિ વડીલોનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org