________________
શાસનનાં શ્રમણરત્ન !
[ ૩૭૩
જલાલી ચાંદનીની જેમ ઝળહળી રહે છે, જેઓની જિનાજ્ઞાપૂર્વકની આરાધના, સાધના અને સંયમનાં તેજ તથા આત્માના ઓજસભર્યા જીવનપ્રસંગો આત્મમંદિરમાં આનંદ અને અનુમોદનાની ઊમિ વહાવી રહ્યાં છે.
જેઓની વિશુદ્ધ સાધના અને અપ્રમત્ત આરાધનાનું વર્ણન કરવા અમારી અલ્પબુદ્ધિ અસમર્થ છે, છતાં હૈયાના ભાવને અતિરેક જેઓના ગુણ ગાવા પ્રેરી રહ્યો છે, તે અમારા શ્રમણરત્ના, પરમ ઉપકારી, શિરછત્ર, વિદુષી પૂ. સા. શ્રી લાવણ્યશ્રીજી મહારાજ, કે જેઓ વર્તમાન કાલે વિરાજિત છે, તે પુન્યપનોતા, ગૌરવગુણવંતા ગુણિયલ ગુરુદેવની ગુણગાથા ગાવા દિલ તલસી રહ્યું છે.
પુન્યશાળી અને પ્રભાવિક પુરુષોનાં પગલાંથી પાવન બનેલી, મહાબ્રહ્મચારી વિજય શેઠ અને વિજયા શેઠાણું તથા દાનવીર જગડુશાહ જેવાં નરરત્નોથી અલંકૃત એવા કચ્છ પ્રદેશની પુન્ય ધરા પર દરિયા-કાંઠે આવેલું મનહર માંડવી બંદર છે, જે સુંદર જિનાલયો અને પૌષધશાળાએથી સુશોભિત છે. તે નગરમાં શ્રેષ્ઠી ધર્મપ્રેમી સુશ્રાવક દોશી કાનજીભાઈ નાથાભાઈનાં ધર્મપત્ની સુશ્રાવિકા રળિયાતબાઈની રત્નકુક્ષીએ સં. ૧૯૬૫ ના કાર્તિક સુદ પૂનમના પુન્ય દિવસે પૂનમની ચાંદની સમાં સૌમ્ય પુત્રીરનો જન્મ થયે. નામ મણિબહેન પાળ્યું. નમણાશભર્યા નેણ અને સુકુમાર દેહથી દીપતાં તે સૌના નેહપાત્ર બન્યાં. દસ ભાઈ-બહેનમાં બે જ બાલિકા. તેમાં આ બાલિકા સૌથી નાની હોવાથી માતા-પિતાને મન અતિ વહાલસોયી ને લાડકવાયી બની, ને ખૂબ જ લાડ-કેથી ઊછરવા લાગી..
પિતા શ્રી કાનજીભાઈ ધર્મનિષ્ઠ સુશ્રાવક હતા. તેઓ નિત્ય પૂજા, સામાયિક, પ્રતિક્રમણ કરતા. ધાર્મિક અભ્યાસ, વ્યાખ્યાનશ્રવણ, વાચન આદિમાં પણ સારી એવી રુચિ ધરાવતા. તેમણે આ ધાર્મિક સંરકારનાં ઝરણાં પુત્રી મણિબહેનમાં વહેતાં કર્યા. પિતાશ્રીજીના પ્રતિદિન પ્રેરણાનાં પીયૂષથી, પૂર્વના પશમ વડે તીક્ષણ બુદ્ધિવાળાં મણિબહેને નાની-કુમળી વયમાં જ પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમગ્રંથ, સંસ્કૃત બે બુક આદિ જ્ઞાનાભ્યાસ સાથે સ્તવનેસજઝાયો તથા પૂજાની ઘણી ઢાળે કંઠસ્થ કરી. પિતાજીની ભાવના સંયમમાર્ગે આગળ વધારવાની હતી, જ્યારે મમતાળુ માતા ધર્મારાધના માટે સદાયે સહાયક પણ પુત્રી ઉપર અત્યંત મેહ હેવાથી સંયમ માટે ચેખી જ ના કહેતાં. સંયમનું નામ પડતાં જ ખૂબ જ વ્યથિત બની જતાં, અને કહેતાં કે મારા જીવતાં તો હું મારી મણિને દીક્ષાની અનુમતિ નહીં જ આપું. ખરેખર, મેહની ગતિ કેવી વિષમ છે !
વ્યાવહારિક અને ધાર્મિક જ્ઞાન મેળવતાં અનુક્રમે મણિબેન સોળ વર્ષનાં થયાં. એ અરસામાં માંડવી શહેરમાં પ્લેગને રોગ ફાટી નીકળ્યા. તેમાં મણિબેનના માતુશ્રી આ જીવલેણ રોગના ભોગ બન્યાં. બે જ દિવસની ટૂંકી માંદગીમાં તેઓ પરલોક પ્રયાણ કરી ગયાં. મોટાં બેન સાસરે. હવે ઘરમાં પિતા-પુત્ર બે જ રહ્યાં. પિતાને શિરે જવાબદારી આવી. પિતાએ મણિબહેનને પૂછયું, કે “પુત્રી, હવે તારી શું ભાવના છે?” મણિબહેને જવાબ આપ્યો, કે “પિતાજી! મારે લગ્ન તે કરવાં જ નથી.” સંસારનું એક દશ્ય તેમને આ દઢ સંક૯પનું નિમિત્ત બન્યું હતું. એક નાની વયનાં બહેનને વિધવા થયેલાં અને ચૂડેલે નંદતાં જોઈને તેઓનું હૃદય દ્રવી ઊઠયું. ચૂડેલે પહેરીને નંદ તેના કરતાં પહેરો જ નહી, એ મનેમન વિચાર કરી સંક૯પ કર્યો કે લગ્ન તે કરવાં જ નહીં. મમતાળુ માતાની ચિર વિદાયથી માગ પણ સરળ બન્યો હતો. હિતેચ્છુ પ્રેમાળ પિતાજીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org