________________
૩૫ ]
શાસનનાં શમણીરત્ન અહમદનગર ચાતુર્માસ કર્યું. તેમની સચોટ હૃદયસ્પર્શી વાણીથી ધનરાજભાઈ બુઝાયા, અને દિક્ષા લેવાનો નિર્ણય લીધો. પતિની છાયા પ્રમાણે રહેનારી એક આદર્શ સન્નારી એ. સી. ચાંદીબહેને પણ ત્યાગમાગે જવાને નિર્ણય લીધે.
સંસારમાં નીરસ રહી અપૂર્વ આરાધના સાથે આ યુવાન દંપતી જીવન વિતાવે છે. સમય આબે દીક્ષાદિવસ નકકી થાય છે. રેજ સત્કાર-સન્માન થાય છે. આ સત્કાર સમારંભમાં જેનો તેમ જ જૈનેતરો, વ્યાપારી-ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ, સામાજિક કાર્યકર્તાઓ વગેરે ખાસ હાજર રહી તેમની ત્યાગભાવનાનું સન્માન કરે છે, અભિનંદન આપે છે. તેમાંય વરસીદાનના વરઘોડામાં દીક્ષાથી દ્વારા લક્ષમીની મૂચ્છ ઉતરી મોકળા મને થતો ધનનો વરસાદ જોઈને સૌ કેઈ વિસ્મય પામે છે. લગભગ ૮૦ હજારની માનવમેદની વચ્ચે પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે રજોહરણ સ્વીકારતાં પોતાને ધન્ય માની આ યુવાન દંપતી નાચી ઊઠે છે. જનતા વિયોગ અને અનુમોદનાની સંમિશ્ર લાગણી અનુભવે છે. ધનરાજભાઈ ચારિત્ર ગ્રહણ કરી પૂ. આ. વિજયશોદેવસૂરીશ્વરજીના શિષ્ય પૂ. મુનિશ્રી ધનેશ્વરવિજ્યજી મ. બન્યા તથા ચાંદીબહેન સ્વ. પૂ. આચાર્યશ્રી લબ્ધિસૂરીશ્વરજીના સમુદાયમાં પૂ. સા. શ્રી હસાશ્રીનાં શિખ્યા પૂ સા. શ્રી નિર્મલા શ્રીજી મ. સા. ના શિષ્યા સાધ્વીજી શ્રી ચંદ્રયશાશ્રીજી તરીકે જાહેર થાય છે. ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મેલાં, કદી દુઃખ સહેલું નહીં; પણ હવે સંયમી જીવનનાં કષ્ટો સમતાભાવે આનંદથી સહિતાં. પૂ. સા. શ્રી ચંદ્રયશાશ્રીજી પોતાનાં પૂ. ગુરુણી સાથે વિનયથી
રહ્યાં છે. તેઓ સાચાબોલાં છે. કેઈની પણ શેહ રાખ્યા વિના, ગરીબ હ–શ્રીમંત હે, એને સમાન ભાવે ઉપદેશ આપે છે અને ભૂલ સમજાવે છે. શાસનની પ્રભાવનાનાં કાર્યો કરે છે, કરાવે છે. તેમના સચોટ ઉપદેશથી ઉજમણાં આદિનાં શાસનકાર્યો થયાં છે. જન્મભૂમિ અહમદનગરમાં જિનાલયનો ઉદ્ધાર કરાવ્યો અને મોટી ૨૪ દેરીઓનું ભવ્ય જિનાલય તેઓશ્રીની પ્રેરણા અને માગદશનથી સંપૂર્ણ દેખરેખ નીચે કરાવ્યું છે. અને અગ્ર ભાગ લઈ સંઘના ઉદ્ધારક બની પ્રતિષ્ઠા આદિનાં કાર્યો પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ આદિની નિશ્રામાં કરાવ્યાં છે. શારીરિક પ્રતિકૂળતામાં પૂના મુકામે ૨૦૪૪માં તેમને લકવાની અસર જણાઈ. વધુ વિહારની અટકળતા રહી નહીં. છતાં શાસનનું હિત, શ્રાવક-શ્રાવિકાઓનું હિ ધ્યાનમાં રાખી તેઓશ્રીએ વિહારયાત્રા ચાલુ રાખી છે. પ્રભુ તેમની મહાન ભાવનાઓ પૂરી કરવા, શાસનની પ્રભાવના કરવા સહાય કરે, દીર્ધાયુષ્ય બક્ષે, એ જ પ્રાર્થના.
તેમને શિખ્યા પરિવાર : પૂ. સાધ્વીજી ચારુયશાશ્રીજી મ., પૂ. સા. ચારધર્માશ્રીજી મ., પૂ. સા. ચારુપ્રજ્ઞાશ્રીજી મ., પૂ. સા. વિમલયશાશ્રીજી મ., પૂ. સા. કમલયશાશ્રીજી મ., પૂ. સા. ચંદ્રશીલાશ્રીજી મ., પૂ. સા. નિરુપશાશ્રીજી મ., પ્રશિષ્યા સાધ્વીજી ચરણુયશાશ્રીજી મ..
-સાધ્વીજી ચારુધર્માશ્રીજી મહારાજ
સૌજન્ય : સૌ. પ્રેમિલાબહેન હેમરાજ કટારિયા-પરિવાર
C/o. ભારત વૂલન હાઉસ, લક્ષમી રોડ, પૂના-૪૧૧૦૩૦ (મહારાષ્ટ્ર).
—
——
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org