________________
શાસનનાં શ્રમણરત્નો ]
[ ૩૫૫ રેખા ફરકતી નથી. એટલું જ નહી, શ્રાવકોને કહે છે : “મારે ગાડીમાં બેસીને વિરાધના નથી કરવી, જે થાય તે સહન કરી લઈશ. નહીં જ ચલાય તે ડેળીમાં બેસીને સેલમ જઈશ, પરંતુ ગાડીને દેષ મારે સેવ નથી.” એમની મક્કમતા આગળ શ્રાવકને ઝૂકવું પડ્યું. દરવાજે સાંજના સાત વાગે પડેલે. આખી રાત ભયંકર પીડામાં પસાર કરી. પગ તે આમથી તેમ હલાવી શકાતા નથી, છતાં સવારે હિંમત કરીને ડોળીમાં બેઠાં. લગભગ ૩૫ કિલોમીટર ડોળીમાં બેસી બપોરના એક વાગે સેલમની હોસ્પિટલમાં પહોંચ્યાં. બપોરનો ધૂમ તડકે, વારે-વારે લાગતા ડળીના ધક્કા. ૧૮ કલાકથી સખત પીડાતું શરીર, ભૂખ્યું–તરસ્યું પેટ; છતાં મુખ પર ન ગ્લાનિ કે ન સ્લાનિ જોવા મળી. માત્ર વિરાધનાથી બચી ગયાને નીતરતે આનંદ મુખ પર છલકાતો હતો! ડટરે સાંજે ૭ વાગે ઓપરેશન કરવાનું નક્કી કર્યું. અમારા બધાના તો હાંજા ગગડી ગયા. આંખે આંસુ વહેવા લાગ્યા; પણ એ સમતામૂર્તિની સહનશીલતાએ તો હદ કરી દીધી. ત્યાં બિરાજમાન વર્ધમાન તપેનિધિ, ન્યાયવિશારદ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. આદિ હોસ્પિટલમાં એમને સુખશાતા પૂછવા માટે પધાર્યા અને એમની સહનશીલતાની અનુમોદના કરી ત્યારે આ સમતાસાગર કહે : “સાહેબજી! આપશ્રીજી પાસે રહી વાચનાઓની અમૃતવાણી અમે ખૂબ પીધી છે. એ અમૃતવાણી આવા અવસરે કામ નહીં લાગે, તો ક્યારે લાગશે?” તેઓ સહનશીલતાના આત્મ-બળે એ બીમારીમાંથી તો હેમખેમ પસાર થઈ ગયાં, પરંતુ જ્યાં કેઈને થોડી પણ કલ્પના નહોતી એવા ટાઈમે ૨૦૪૮ના કા. વ. ૧૪ ના દિવસે મદ્રાસમાં]. અમારા બધા વચ્ચેથી, એ મહાન સાધ્વીરત્નાને અચાનક ઉપાડી લઈ જતાં ક્રર કાળને જરાય શરમ ના નડી કે લાજ ના આવી.
સૌમ્યતા, સહૃદયતા અને સહનશીલતાની આ સાક્ષાત મૂતિને સતત નજર સામે રાખી એમના ગુણવૈભવના સાચા વારસદાર બનીએ એ જ શાસનદેવને અંતરની અભ્યર્થના. પૂ. સાધ્વીશ્રી સંવેગનિધિશ્રીજી મ.ના સદુપદેશથી વિજયવાડા જૈન સંઘ (આંધ્ર)ના સૌજન્યથી.
—
સમૃદ્ધિ–સાહ્યબીના ત્યાગી અને ત્યાગમાગના અદ્દભુત અનુરાગી
પૂ. સાધ્વીજી શ્રી ચંદ્રયશાશ્રીજી મહારાજ
અહમદનગર પાસે આવેલા કોડગામમાં શ્રી સૂરજમલ શેઠ નામે શ્રેષ્ઠી રહેતા હતા. તેમનાં ધર્મપત્ની રતનબહેન નામ પ્રમાણે જૈન સમાજનું એક ઉચ્ચ સંસ્કારી રતન હતાં. તેમની એક પુત્રી ચાંદીબહેન. બાલ્યવયથી જ માતાએ સદ્દવિચારો અને ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું હતું. સમય વહેતાં ચાંદીબહેન યૌવનવયને પામ્યાં અને પુ ગે અહમદનગરમાં જ, નગરશેઠની પદવી પામેલા, “માણેક-મોતીના નામથી પ્રસિદ્ધિ પામેલા ગભશ્રીમંત ભંડારી કુટુંબના શ્રી ધનરાજભાઈ સાથે તેમનાં લગ્ન થયાં. ધનરાજભાઈ નામ પ્રમાણે ધનવાન હતા. કમાવાની ચિંતા ન હતી. અને સંસ્કારો મુજબ ધાર્મિક-સાર્વજનિક કામમાં રસ લેતા હતા. અહમદનગરનાં બને દહેરાસરના ટ્રસ્ટી હતા. તન-મન-ધનથી સેવા કરતા હતા. સંગ તેવો રંગ. અ.સૌ. ચાંદીબહેન પણ શક્તિ મુજબ ધાર્મિક કાર્યોમાં રસ લેવા લાગતાં. એવામાં એક સમયે મહારાષ્ટ્ર કેસરી પૂ. આ. ભ. શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાષ્ટ્ર વિચરતા હતા. તેમના ગુરુદેવ સાથે એ વર્ષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org