________________
૩૫૪ ]
શાસનનાં શ્રમણીરત્નો ગ્રંથોનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું, છતાં લેશ પણ અભિમાન કે અક્કડતા નહીં. સહવતી શક્તિશાળી સાધ્વીજીને પોતાનાથી પણ આગળ વધારીને ગુરુનું નામ રોશન કરવું, સદા બિનશરતી ગુરુમહારાજની શરણાગતિ અર્થાત્ ગુરુમપિતતા, સુધારાવાદના સ્વછંદ વિચારોથી દૂર રહેવું, આડંબર અને બાહ્ય ભાવોથી અલિપ્ત રહેવું, બીજાના વિકાસમાં આનંદ પામવે, બીજા ઉપર અધિકાર જમાવવાની મનોવૃત્તિને પરિહાર, અનુચિત પ્રવૃત્તિનો બહિષ્કાર, વિનય-વિવેક–વૈરાગ્યના ભંડાર, સમતા, સહિષ્ણુતા, સરળતા, સહૃદયતા, સૌમ્યતા વગેરે ગુણોને લીધે એમને અનેકના અંતરમાં સન્માન્ય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આવાં ગુણિયલ ગુણનિધિ ગુરુમાતાના ગુણોનું વર્ણન કરવા મારી પાસે તાકાત કે લાયકાત -બન્નેમાંથી એકેય નથી, છતાં એમના જીવનમાં સૌમ્યતા, સહૃદયતા અને સહનશીલતાનું સુભગ મિલન મને જે જોવા, જાણવા અને અનુભવવા મળ્યું છે તેનું હું કથન કર્યા વિના નથી રહી શકતી.
તેમના જીવનમાં સૌમ્યતા એવી વણાયેલી હતી કે માત્ર અનુકૂળ સંયોગોમાં જ નહીં, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ એમની સૌમ્યતામાં કઈ જ ફેરફાર જોવા મળે નહીં. કેઈ સન્માન કરી જાય કે અપમાન કરી જાય, મીઠાં વચન સંભળાવી જાય કે કઠોર કબ્દો કહી જાય. તેમાં ન પ્રસન્નતા કે ન ઉદ્વેગ, માત્ર નિર્દોષ સૌમ્યતા ને સ્વસ્થતા
એમના ચહેરા પર સદેવ જોવા મળતી. ક્યારેક કઈ પ્રતિકૂળતામાં ઉગ્ર બની જાય છે તેને તરત કહેતાં : “શું આપણે અહીં અપેક્ષાગૃતિ અને અનુકૂળતા ભોગવવા માટે આવ્યાં છીએ ? સામે ચડીને પ્રતિકૂળતા સ્વીકારી છે, તે પછી આવે ત્યારે ઉકળાટ શાને? સંયમજીવનમાં તો જે સંયોગે આવે તેને સ્વીકાર કરે પડે છે. ઇન્કાર કરશે તો સંયમને આનંદ લૂંટી નહીં શકે.” અને એ રેખર ! એમણે ૨૨-૨૨ વર્ષ સંયમજીવનને કલ્પનાતીત આનંદ અનુભવ્યો છે. એ આનંદ એમના મુખ પર આપણને સહજ જ જોવા મળતો હતો.
એ જ રીતે સહદયતાને જીવનની સાથે ઓતપ્રેત બનાવી દીધી હતી. કોઈની પણ સાથે બુદ્ધિથી નહી પણ હદથી વાત કરવાનું શીખ્યાં હતાં. અમે કહીએ : “તમે આટલા સરળ ન થાઓ, એ વ્યક્તિ તમને ફસાવવાનાં કામ કરી રહી છે.” તા કહે : “એ ન ફસાવે તે માટે હું મારી સહદયતા ગુમાવું ! હરગિઝ નહીં બને.” બીજાનાં દુઃખ-દદને પારખી લેવાની કળા પણ તેઓશ્રીએ જોરદાર હસ્તગત કરી લીધી હતી. એ દુઃખ-દર્દ દૂર ન કરે ત્યાં સુધી એમને ચેન ન પડે. શક્ય એટલા પ્ર રત્ન કરીને પણ બીજાનાં દુઃખ-દર્દ દૂર કરીને રહેતાં. ત્યારે ન જાત જોતાં, ન ભાત જતાં ! ન પિતાના કે પાયાનો ભેદ ગણતાં. પરનાં અનિવાર્ય દુઃખ જોઈ કેટલીય વાર એમની આંખો આંસુથી છલકાઈ જતી હતી. પરમાત્મા પાસે યાચના કરતાં : પ્રભો ! મને બીજું કંઈ નહી પણ બીજાનાં દુઃખ દૂર કરી શકું એટલી શક્તિ તે અચુક આપજે !
બીજાનાં દુઃખે જોઈને તેઓ નરમ થઈ જતાં, પણ પિતાનાં દુઃખ સહન કરવામાં તો તેઓ શક્તિમાન જ હતાં. અમે આ વાતની પ્રતીતિ કરાવતો, બે વર્ષ પૂર્વે બનેલ એક પ્રસંગ પ્રત્યક્ષ નિહાળે છે. સેલમના વિહારમાં લગભગ ૩૦૦ કિલો વજનદાર લેખંડને દરવાજે એમના એકલા ઉપર પડ્યો. પગે ફ્રેકચર થઈ ગયું. પેશાબની કોથળી ફાટી ગઈ. કીડની ઉપર લેહી જામી ગયું. દેહમાં અપાર પીડા છે. કેઈમ્બતુરના સુશ્રાવકો ગાડીમાં સેલમની હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરી રહ્યા છે, પણ આ આરાધક આત્માના મુખ પર જરાય વેદના કે વ્યથાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org