________________
૩૩૪ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
મુખમાં સ્તોત્રો-સ્વાધ્યાયાğિ રટણ ચાલુ જ રહેતુ. પુસ્તકની પણ જરૂર નહી. સ્વાધીનપણે સ્વાધ્યાયાદ્રિ ગુંજન પૂજ્યશ્રીના જ્ઞાનગૌરવને ગાઈ રહેતુ. વડીલ ગુરુદેવ પૂ. સાધ્વીજી શ્રી આણંદશ્રીજી મ., દીધ` સંચમી પૂ. દાદી ગુરુણીજી શ્રી ચંદ્રશ્રીજી મ., પેાતાના ગુરુદેવ સમાવી પૂ. શ્રી સુભદ્રાશ્રીજી મ. તથા પૂ. માસી મહારાજ વગેરેની ખડે પગે રહી ભક્તિ-વૈયાવચ્ચ કરી, જેના પ્રતાપે પૂ. વડીલેાની અસીમ કૃપાવૃષ્ટિ..... અમીષ્ટિ તેમ જ અનેક સાધના આરાધના-સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ. જીવનવનને ઉપવન સમ મઘમઘતું બનાવી દીધું. પૂજ્ય ગુરુદેવશ્રી રજનશ્રીજી મ. જ્ઞાનાપાસક બન્યાં ! તપસ્વી બન્યાં! ભક્તિકારક બન્યાં. મહાન બન્યાં !! સ્વય પાતે શિખ્યામાંથી ગુરુ બન્યાં. અનેક આત્માના ઉદ્ધારક બન્યાં. જીવનમાં ગુરુત્વ છતાંય લઘુતાનું આગવું સ્થાન રાખ્યુ હતુ, જેના સાક્ષાત્કાર તા સ્વયં ૭૬ વર્ષની જૈફ વયે પણ ૧૨ તિથિ આયબિલ, વીશ વિહરમાન જિનના તપ ચાલુ, છતાંય નવકારશી કરનાર લઘુ સાધ્વી પ્રત્યે પણ પૂર્ણ પ્રેમ અને વાત્સલ્યભાવ અખંડ રહેતા.
આગળ વધતાં અનેક શિષ્યા-પ્રશિષ્યા ( શિષ્યાગણ-૮ અને પ્રશિયાગણ-૪૬ ) ને! પરિવાર વવા છતાં, અરે ! પ્રવૃતિનીપદે બિરાજમાન થવા છતાંય નહીં કે!ઈ ભા, નહી કેઈ ચટકા, નહી' કોઈ આડઅરઃ અહંકારને તા જીવનમાંથી દેશવટો જ આપી દીધા હતા. હતા માત્ર સ્વ-પર આત્મકલ્યાણના જ ભાવ. એ કહેતાં : “ કોઈના દિલને દુભાવા નહી.... શાસનની પ્રભાંજના થાય તેવી પ્રવૃત્તિ કયારેય કરશે નહી.... પાપના ભય હરપળે દિલમાં રાખજો ... વિજાતીય સાથેના પરિચયથી તે સતત ચેતતા રહેજો.... બ્રહ્મચર્ય, વિનય અને આત્મકલ્યાણને નજર સમક્ષ રાખી, જેટલી થાય, તેટલી આરાધના અને શાસનપ્રભાવના કરો. ”
“ ક્રિયાસુઅપમાએ...” આવશ્યક ક્રિયાએ બધી અપ્રમત્તપણે માંડલીમાં જ કરવાના આગ્રડુ જીવનની અંતિમ સા સુધી જાળવી રાખ્યા, જે જીવનપર્યંત આરાધેલ અપ્રમત્ત ગુણની ગરવી ગાથા ગાઈ રહી છે. “ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ....” ઉક્તિને આત્મસાત્ કરી હોય તેમ અતિમ સધ્યાએ (સ. ૨૦૪૫, કા. શુ. ૧૩ ના) પ્રભુભક્તિમાં લીન બની ગયાં. દહેરાસરમાં પ્રભુસન્મુખ ૫૦ થી ૫૫ સ્તુતિ ખેલ્યાં. સૂર્યાસ્ત થઈ ગયા, અંધારું થવા આવ્યુ....સાથે રહેલાં શિષ્યાએ ઉપાશ્રયમાં જવાનું સૂચન કરવા લાગ્યાં ત્યારે જાણે પેાતાને જવાનેા કેાલ આવી ગયા હોય, પેાતાના જીવનદીપ બુઝાઈ જવાની આ છેલ્લી સંધ્યા છે એમ સકેત થઈ ગયા હેાય તેમ પૂજ્યશ્રી ઉત્તર આપવા લાગ્યાં : ‘શુ ઉતાવળ છે? બધાં મળશે, પણ આ પરમાત્મા કયારે મળશે ?' આ છે જીવનપર્યંત આચરેલ સાધનામય જીવનની સિદ્ધિ !
અંતિમ રાત્રિએ ગભરામણ શરૂ થઈ, છતાંય ૧૨ વાગ્યાના ડંકા સાંભળી ફ્રાજિદા નિયમ પ્રમાણે ૧૨ નવકાર ગણ્યા. ગભરામણ વધી, સહુ શિષ્યા-પ્રશિષ્યાએ ધૂન શરૂ કરી અને નમસ્કાર મહામંત્રથી ગુંજતા વાતાવરણમાં સમાધિ અને સમતાપૂર્ણાંક પૂજ્ય ગુરુદેવ નશ્વર દેહને છેડીને ચાલ્યાં ગયાં! ૬૦-૬૦ વર્ષ સુધી સચમ-સુવાસ ફેલાવતાં ગયાં.
—૫. સા, વસંતપ્રભાશ્રીજી મ.
પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. ના સદુપદેશથી શાસનપ્રેમી મહાનુભાવાના સૌજન્યથી
Jain Education International
ه
For Private & Personal Use Only
www.jainelibrary.org