________________
શાસનનાં શમણીર
]
[ ૩૩૫
સરસ્વભાવી, માતૃહૃદયા, વયોવૃદ્ધા પૂ. પ્રવર્તિની સાથ્વીરત્નશ્રી રોહિતાશ્રીજી મહારાજ
આ જગતમાં જન્મવું, જમવું અને જવું એ તે બાજીગરના ખેલ જેવું નિયત અને અનિવાર્ય છે. દુનિયામાં કોણ જમ્યાં કે મર્યા એની ભાગ્યે જ લેકે ગણના રાખે છે; પણ જેણે જન્મી જીવનમાં કંઈ સુકૃત કર્યું હોય. જેણે પોતાના જીવનના આદર્શો રૂપી પરાગથી જગતને સુવાસિત કર્યું હોય તેને જ લોકે યાદ કરે છે. વર્ષો સુધી તેની યશગાથા ગાય છે.
આપણે પણ એવા જ એક ઉત્તમ આત્માના જીવનનું વિહંગાવલોકન કરીએ. જૈન શાસનરૂપી ગગનમંડલમાં પ્રકાશને પાથરનાર અગણિત તારકે થઈ ગયા. એમાંના એક તારલારૂપે પ્રકાશ પાથરનારાં અમારા પોપકારી ગુરુદેવશ્રી રોહિતાશ્રીજી મહારાજ છે. જેનોની આન અને શાન એવા અમદાવાદ શહેરમાં આ વિભૂતિનો જન્મ થયો હતો. જન્મનામ મંજુલા હતું. નાનપણથી જ ધર્મના થોડા-ઘણા સંસ્કારો વારસાગત પ્રાપ્ત થયેલા.
૮ વર્ષની ઉમર થતાં જ તેમનાં માતુશ્રીએ દુનિયામાંથી વિદાય લીધી. દીક્ષા લેવા માટે નાનપણથી સંપૂર્ણ ભાવના હોવા છતાં કમને આધીન પિતાજીની અનુમતિ ન હોવાથી ૧૪ વર્ષે લગ્ન થયાં; અને ૧૬ વર્ષની ઉંમર થતાં તો તેમના પિતાજી પણ નશ્વર દેહને ત્યાગ કરીને ચાલ્યા ગયા. એક પછી એક વિયેગનું ચક્ર શરૂ થઈ ગયું. અને હજુ બાકી હોય તેમ ૨૨ વર્ષની ૌવનવયમાં તે જીવનસાથી (પતિ) પણ ચિર વિદાય લઈને ચાલ્યા ગયા. આમ, નાની ઉંમરમાં આ બધા પ્રસંગે વાઘાત કરનારા હતા, પણ બીજી રીતે જાણે વૈરાગ્ય દઢ બનાવવા માટે જ ન થયા હોય તેમ લાગતું હતું. તેમને વૈરાગ્યભાવ ઉત્તરોત્તર વધુ દઢ બનતે ગયે. સંસાર અસાર છે, કેટલાંય દુઃખોમાંનાં ઘણાં દુઃખો તેમના જીવનમાં સ્પશી ગયાં. અને વધુ ને વધુ વૈરાગ્યભાવ પ્રજ્વલિત થવાથી ચરિત્રજીવન લેવાને નિર્ધાર કર્યો.
આમ, સંસારનો કંસાર કડવો લાગવા માંડયો અને સંયમના બાળ લીલાલહેર જેવા લાગ્યા. હવે મનમાં સતત એક જ પ્રશ્નનું રટણ ચાલ્યા કરતું કે જ્યારે મારું ચારિત્રમેહનીય કમ તૂટે અને ભગવાને કહેલા નિષ્પાપ જીવનને જીવવા સમર્થ બનું? આવી ભાવનાને પ્રબળ વેગ આપતાં એક દિવસ એ ભાવના સાકાર પણ બની. એ ધન્ય દિવસ હતો વિ. સં. ૨૦૦૨ના વૈશાખ સુદ ૧૧ ના. વડોદરા મુકામે ભાગવતી પ્રત્રજ્યાને ગ્રહણ કરી પૂ. સાધ્વીજી શ્રી કલ્યાણશ્રીજી મ.નાં ચરણકમળમાં પિતાનું જીવન સમર્પિત કરી પૂ. સાધ્વીશ્રી હિતાશ્રીજી નામથી અલંકૃત બન્યાં.
ત્યાર પછી તેઓશ્રીની નિકટક સંચમચાત્રા શરૂ થઈ. છ કર્મગ્રંથ સાર્થ, બે બુકે, પ્રાકૃત, વ્યાકરણાદિનો ઊંડો અભાસ કર્યો. પોતાના પૂ. ગુરુદેવશ્રીના સંસ્કાર-સિંચન અને શુભાશીર્વાદથી ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ આદિ પ્રદેશમાં વિચરી અને સ્વ-પર આત્મકલ્યાણના માગે ઉત્તરોત્તર આગળ વધી તેઓ અનેક શિષ્યા–પ્રકિવ્યાઓના ગુરુ બન્યાં.
પૂ. તારક ગુરુદેવશ્રીજીના એકેક ગુણનું વન કલમ દ્વારા કંડારી શક્યું કાક્ય નથી, કારણ કે કેટલાક ગુણ તે અવર્ણનીય છે. તેઓશ્રીના જીવનમાં ઉદારતા, સરળતા, સહિષ્ણુતા, ગંભીરતા, વત્સલતા વગેરે ગુણો સાક્ષાત્ નજરે નિહાળવા મળે છે. સ્વભાવનાં સરળ, હૃદયનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org