________________
શાસનનાં શ્રમણીરો ]
[૩૩૩ જિનશાસનનું છૂપું ભ્રમણરતન યાને પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી રંજનશ્રીજી મહારાજ
વૈશાખ માસના મધ્યાહ્ન સમયે સૂર્યના પ્રચંડ તાપ વચ્ચે, તૃષાથી આતુર, શ્રમથી શ્રમિત, સુધાથી વ્યાકુળ બનેલ માનવી જ્યારે ઊના ઊના વાયરાથી સ્વાગત કરાતે કરાતે મહાભયંકર ઉજજડ એવી અટવીને પસાર કરતા હોય....અન્ન-જળ-પવનને ઈચ્છતો હોય! ત્યારે કેક એવું વિરાટકાય વટવૃક્ષ મળી જાય તે !
એ વટેમાર્ગુના મુખ પર સહેજે આનંદની શેર છૂટે હાશના હુંકારા સાથે લાખો બિરદાવલી ગાઈ દે એ વટવૃક્ષની! અને કરાડ વંદન કરી દે એ વટવૃક્ષને...! ત્યારે આ લાખે બિરુદાવલી ગાનારા મુસાફરને સહેજે પૂછવાનું મન થઈ જાય છે કે, ભઈલા! આટલી શાંતિ... સમાધિ પ્રસન્નતા.... અનાર આ વિરાટ વટવૃક્ષ આટલું વિશાળ મજબૂત.. સ્થિર કેના છે તે તું જાણે છે ખરો ? જેને અથાગ પરિશ્રમ...પિતાની સમસ્ત શક્તિને નિચેડ...સ્વયંના સુખને ભેગ અપી...ખુદ ભૂગર્ભમાં રહી વડલાને જગતની આગળ પ્રકાશિત કરનાર એ મૂળને તે જરા પિછાનતો જા...
આ જિનશાસનરૂપી વિરાટ વટવૃક્ષ પણ મહાસંયમી, ત્યાગી, તપસ્વી મહાત્માઓના આધારે આજે પણ અડીખમ ઊભું છે. એમાંના ચેપન-ચેપન ત્યાગી-સંયમી આરાધક પૂ. સાવીજી ભગવંતોના વડેરા છતાં ભૂગર્ભમાં રહેનાર પૂ.પાદ પ્રશાંતમૂતિ, સરળસ્વભાવી આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયધનપાલસૂરીશ્વરજી મ. સા. નાં આસાવર્તિની પૂ. પ્રવતિની પ્રથમ પીયુષપદધિ શ્રમણીરત્ના શ્રી રંજનશ્રીજી મ. ને પિછાણીએ.
પૂજ્યશ્રીને જન્મ સ્થંભનપુર (ખંભાત) જેવી પવિત્ર ભૂમિમાં પિતા દલપતભાઈના કુળમાં, માતા મંગુબહેનની કુક્ષીમાં સં. ૧૯૭૦ના શ્રાવણ વદ ૩ના થયે હતો. સ્વજનોએ નામ પાડ્યું માણેક. એ ભેંકરાપાડામાં રહેલી માણેક એટલે જ જાણે ગુણોની પેટી જોઈ લે. સમય વહેતાં એ ગુણેમાં દર્શન અને જ્ઞાનનું તેજ ભળ્યું. અને એ તેજ તેમને ત્યાગમાર્ગે દોરવા આપી રહ્યું. મળેલ માનવભવને સાર્થક કરવા માણેકબહેન હવે પાપ, તાપ અને સંતાપથી ભરેલા તેમ જ છક્કાય ઇવાના કતલખાના સમાન સંસારમાં વધુ વખત રહી શકે તેમ ન હતાં. ગુપ્ત રીતે નીકળી પડ્યાં. છેડ્યો ગૃહવાસ! જઈ ચઢયાં એ પાવન તીર્થ સકરપુરમાં, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુની શીતળ છાયામાં અને પહેરી લીધો પરમાત્માનો ભેખ ! વિ. સં. ૧૯૮૫ ના મહા સુદ પવસંત પંચમીના એ શુભ દિને બની ગયાં એ વીતરાગ શાસનનાં અણગાર.. અને દીર્ધસંયમી, બ્રહ્મચર્યનિષ્ટ પૂ. પ્રવતિની સાધ્વી શ્રી ચંદ્રશ્રીજી મ. નાં શિષ્યા સમભાવી પૂ. સા. શ્રી સુભદ્રાશ્રીજી મ. નાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું અને માણેકબહેન બન્યા સાધ્વીશ્રી રંજનશ્રીજી મહારાજ,
દીક્ષાના પ્રથમ દિવસથી જ ગુરુસમર્પણના મહાન પૂજારી બન્યાં. સ્વાધ્યાય-સહનશીલતા અને સમતાના ત્રિવેણી સંગમને આત્મસાત્ કર્યો. જેની સાક્ષી પૂરતો હતો પૂજ્યશ્રીને સદાય પ્રસન્ન પ્રશાંત.... તેજસ્વી.... એ ચહેરો! “વાત ઓછી કામ ઝાઝું” એ ઉક્તિને જીવનમાં વણી લીધી હતી. તેની ઝાંખી કરાવતું હતું પૂજ્યશ્રીનું ધમ દયાનથી સતત આવૃત્તિ સંયમ-જીવન! ... ગમે તેવા શ્રીમંત શ્રાવક કે શ્રાવિકા આવ્યાં હોય તો પણ પાંચ-સાત મિનિટ વાત કરીને પાછું મુખમાં સ્તોત્રનું રટણ ચાલુ થઈ જતું. સવારના ત્રણ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org