________________
૩૧ ]
- શાસનનાં શમણીરત્નો છે, અને પિત પણ ૮૨ વર્ષની વયેવૃદ્ધ ઉંમરે માસક્ષમણ કર્યો. ત્યાર પછી પણ પjપણ આવે એટલે ૧૧ ઉપવાસ-અડ્ડાઈ પોતે કરી લે છે, વૃદ્ધ હોવા છતાં તપમાં અને એમાંય દરરોજ વિશિષ્ટ આરાધનામાં પણ તચિત્ત રહે છે.
તેઓશ્રીના શિષ્યા સ્વ. સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીએ છેલ્લે સુધી બહુમાનપૂર્વક ભક્તિ કરી અને પોતાના શિષ્યા સા. હર્ષિતપ્રજ્ઞાશ્રીજી અને સા. લક્ષિતપ્રજ્ઞાશ્રીજીમાં આ જ સંસ્કાર રેડ્યા, જેથી કરીને આજે પૂ. દાદી ગુરુદેવની ભક્તિ જાતે જ કરે છે, અને પિતાની શિખ્યા-પ્રશિષ્યાઓમાં પણ ભક્તિનું બીજ વાવ્યું, જેથી બધાં સારી રીતે ભક્તિ કરે છે, તેથી મહાન આચાર્યની જેમ તેઓશ્રીની ભક્તિ થઈ રહી છે.
પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી બાંતિશ્રીજી મ. ના તપની સૂચિ આ પ્રમાણે છેઃ-૩ માસક્ષમણ, ૩ વષી તપ, સિદ્ધિતપ, ચત્તારિ અડ્ડ-દ-દોય, ૧૬ ઉપવાસ ૨ વખત, ૧૫ ઉપવાસ રે વખત, નવ અÇઈ, ૯, ૧૦ અને ૧૧ ઉપવાસ, તેર કાડિયાના અઠ્ઠમ, ૫૦ ૦ આયંબિલ લાગલગાટ, ત્રણ વખત નવ્વાણું યાત્રા, નવપદની ઓળી લગભગ ઢીક્ષા લીધા બાદ કરી, પ વર્ષથી નથી કરતાં, એક વખત ૨૧ ઓળી ઉપર ૧૬ ઉપવાસ કર્યો અને પાર કર્યા વિના છ મહિના સુધી લાગલગાટ આયંબિલ ક્યાં. વર્ધમાન તપની ૬૭ ઓળી, બિયાસણાથી ઓછું પચ્ચક્ખાણ નહી, તેમાંય લગભગ એકાસણાં જ.
પૂ. સ્વ. સા. શ્રી રત્નરેખાશ્રીજી જન્મસ્થળ : ૧૯૮૯ નવા ડીસા. સંસારી નામ : તારાબહેન. માતાનું નામ : ચંચલબહેન. પિતાનું નામ : રવચંદભાઈ દીક્ષા સ્થળ : ૨૦૧૫, જુના ડીસા. વડી દીક્ષા સ્થળ : પિંડવાડા. ગુરુનું નામ : પૂ. સા. શ્રી ખાંતિશ્રીજી મહારાજ. દીક્ષા પર્યાય : ર૭ વર્ષ. વિશિષ્ટ અભ્યાસાદિ : છ કર્મગ્રંથ, ક્ષેત્ર સમાસ, બૃહદ્ સંગ્રહણી સાથે સંકૃત બે બુક આદિ. સિદ્ધિતપ, વરસીતપ, એકાંતર પ૦૦ આયંબિલ, વર્ધમાનતપની ઓળી ૮૦, વગેરે તપસ્યા કરેલ હતી. સ્વગતિથિ : ૨૦૪ર. સંયમજીવનની અંદર આરાધના કરી સમાધિ-મરણ સાધી ગયાં.
પૂ. સ્વ. સા. શ્રી પ્રસન્નરેખાશ્રીજી મહારાજ
જન્મ : ૧૯૭પ, પિંડવાડા. સંસારી નામ : પંકુબહન. માતાનું નામ : બહેનપિતાનું નામ : પૂનમચંદભાઈ દીક્ષા ૨૦૨૫ વે. મુ. ૭, પિંડવાડા, વડી દીક્ષા : પિંડવાડા. પૂ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી ખાંતિશ્રીજી મહારાજ. દીક્ષા પર્યાયઃ ૨૨ વર્ષ. વિશિષ્ટ તપસ્યાદિ: સિદ્ધિતપ, શ્રેણિતપ, વરસીતપ, વર્ધમાનતપની ૩૧ ઓળી, બિયાસણાથી ઓછું પચ્ચક્ખાણ નહીં. સ્વગતિથિ પિંડવાડા, વૈ. વ. ૧૦, વિ. સં. ૨૦૭. સંયમજીવનની સુંદર આરાધના કરી ગયાં, સમાધિમરણ સાધી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org