SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીર ] [ ૩૧૭ ગુભાિ . વિનય તથા તપ-ત્યાગ ને જ્ઞાન-ધ્યાનમાં અગ્રેસર પૂ. સાધ્વીજી શ્રી કિરણપ્રશાશ્રીજી મહારાજ જિન પ્રાસાદો અને ઉપાશ્રયેથી વિભૂષિત એવા પિંડવાડા નગરની પુણ્યધરા....પરમપૂજ્ય સિદ્ધાંતમહોદધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. ની જન્મ-કર્મભૂમિ! એ ધરતી પર તેઓ શ્રીમન્ની પ્રેરણા ઝીલીને એક આખુંય કુટુંબ ધર્મવાસિત બન્યું, અને ચારિત્રપંથે ડગ ભરવા કટિબદ્ધ બન્યું. એ કુટુંબ હતું શ્રી કાલિદાસભાઈનું! પૂજ્યપાદ આચાર્યશ્રી તા સ્વર્ગવાસી બની ગયા. આગમપ્રજ્ઞ શ્રીમદ્ વિજયજંબુસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં પિંડવાડા નગરે વિ. સં. ૨૦૨૫ ને વૈશાખ મુ. છ ના દીક્ષા મહોત્સવ છે. શ્રી કાલિદાસભાઈ સાથે જ તેમના ધર્મ પત્ની સુશ્રાવિકા કમલાબેન, સુપુત્રો દિનેશ અને વીરેન્દ્ર, સુપુત્રીઓ વસંતી અને લલિતાએ ભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરી, અને તેઓનાં આ પ્રમાણે નામે નકકી કરાયાં - કાલિદાસભાઈ – મુનિશ્રી કમલરત્નવિજયજીઃ કમલાબેન–સાધ્વી શ્રી કિરણ પ્રજ્ઞાશ્રીજી મ; દિનેશ – મુનિશ્રી દર્શનવિજયજી મ., વીરેન્દ્ર–મુનિશ્રી વિમલરત્નવિજયજી મ., વસંતી—સાધ્વી શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ. લલિતા-સાધ્વીશ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ. પૂ. સા. શ્રી કિરણપ્રાશ્રીએ દીક્ષાના દિવસથી જ પૂ. ગુરુદેવશ્રીને સમર્પિત થવાની સાથે-સાથે ગ્રહણ-આસેવન શિક્ષા સંપૂર્ણ વિનયથી ગ્રહણ કરી. ઇચ્છા એ સંસાર અને આજ્ઞા એ મોક્ષ” આ યુક્તિના હિસાબે આણાએ ધમ્મ” મંત્રને પિતાના જીવનમાં સર્વોત્તમ સ્થાન આપ્યું હતું. ગુર્વાદિ વડીલની આજ્ઞાને સદા સ્મિતવને સ્વીકારતાં હતાં. પિતાનું આખું જીવન તપધર્મથી ભાવિત કર્યુંઆયંબિલનો તપ તેઓને ઘણું ગમતા હતા. વિગઈઓને તે તેઓ વિગતિ જ માનતા હતાં. સંયમમાં ત્યાગમની મુખ્યતા હોવાથી દીક્ષાના દિવસથી જ ફળ, મેવા. મિષ્ટાન્ન અને ફરસાણ ત્યાગ જ કરી દીધેલાં. પ્રભુભક્તિમાં તે તેઓ એકતાન જ બની જતાં હતાં. જિનેશ્વરને નીરખી–નીરખીને તેમનું હૈયું હર્ષથી નાચી ઊઠતું હતું. ગુરુભક્તિ માટે પણ તેઓ મરી પડતાં હતાં, અને કહેતાં: ના-ના. ગુરુદેવશ્રીની ભક્તિ તો હું જ કરીશ. શિષ્યા-પ્રશિષ્યાઓને કહેતાં, કે ‘જે લાડુ ખાશે તેનું પેટ ભરાશે. આવો અમૂલ્ય અવસર કેણ ચૂકે?—- એવા એવા ઉદ્દગારો નીકળવાથી એમ કહી શકાય છે કે ગુરુભક્તિ તઓની રગેરગમાં વસી હતી. સ્વાધ્યાયનાં તે તેઓ એટલા પ્રેમી હતાં કે ક્યારેય એમને પુસ્તક વિના બેઠાં-બેઠાં કેઈની સાથે વાત કરતાં પણ ડાતાં જોયાં. સંયમમાં અપ્રમત્તતા તે એટલી બધી હતી કે તેઓ નિદ્રા શરીરને ટકાવવા માટે અને વિશેષ આરાધના કરવા માટે લેતાં હતાં. જ્યારે-જ્યારે રાતના ગીએ અને જો એ તો પોતે આનંદની સાથે આરાધના કરતાં દષ્ટિગોચર થતાં હતાં. નિઃસ્પૃહતા તે ગજબની હતી. પોતાના જીવનમાં કેદની અપેક્ષા કે વસ્ત્ર–પાત્રાદિમાં આસક્તિ ધરી નહીં. તેઓ સારી વસ્તુ કોઈ દિવસ ઉપગમાં લ નહીં. સમુદાયના હિસાબે સારી વસ્તુ પોતાની પાસે રાખેલી હોય તો મહાત્માઓની ભક્તિ કરતાં અને જરૂરત પ્રમાણે બધાં સા. મ. ને આપી દેતાં હતાં. તઓશ્રીના વૈયાવચ્ચ ગુણનું વર્ણન તો ક્યા શબ્દોમાં કરું? તેઓ પૂ. ગુરુદેવશ્રીનું કે વડીલનું વૈયાવચ્ચ કરતાં એમ નહિ; નાનાઓનું પણ કાર્ય કરી છૂટતાં હતાં. પોતાના કરતાં બીજાના વૈયાવચ્ચની તેઓને એટલી બધી મહત્તા સમજાઈ હતી કે શિશિરના દિવસેમાં રાતના ઉપાશ્રયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy