________________
શાસનનાં શમણીરત્ના
૩૧૫ પિતાના છોકરાઓને ખબર પડતાં આરડીમાં પૂરી તાળું વાસી દીધું, ત્યારે દીક્ષા બંધ રહી. પછી ફરી પૂજ્ય આચાર્ય ભગવંતના કહ્યા પ્રમાણે પાલીતાણા છાના ભાગી નીકળ્યાં. અને ત્યાં જઈને પૂજ્યશ્રીના વરદ હસ્ત સંયમ સ્વીકાર્યુ, પૂ. સાધ્વી શ્રી રોહિતાશ્રીજી મ. નાં પ્રથમ શિષ્યા બન્યાં. સા. ખાંતિશ્રીજી નામ રાખ્યું. વિ. સં. ૨૦૦૬ના વૈશાખ વદ ૬ને એ શુભ દિવસ હતો.
દીક્ષાના દિવસથી જ તેઓ તપ-ત્યાગ–ધ્યાન આદિમાં આગળ વધવા માંડ્યાં. પહેલાં ઘરમાં સ્કૂલે પણ ભણેલા નહીં હોવાથી “અ-આ પણ વાંચતાં-લખતાં નહોતું આવડતું. ભણવાની લગની હતી, અહોભાવ સાથે ગુરુદેવની આજ્ઞા પ્રમાણે – લખવાનું તેમ જ ભણવાનું ચાલુ કર્યું. પોતાની આરાધનાના આનંદમાં મ્હાલતાં રહેતાં. પ. પૂ. કર્મ સાહિત્યનિષ્ણાત આચાર્ય ભ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ પર અપાર શ્રદ્ધા હતી, અહોભાવ હતા; પૂજ્યશ્રીની કૃપાદ્રષ્ટિ પણ તેમના પર અઢળક હતી. એક વખત ખંભાતમાં પૂજ્યશ્રીને વંદનાથે ગયેલાં, ત્યારે પૂજ્યશ્રી બોલ્યા, કે ખાંતિશ્રીજી, પિંડવાડામાં કાલિદાસભાઈનું આખુંય કુટુંબ સંયમ લેવા માટે તૈયાર થયું છે, તમે ત્યાં જાઓ, લાભ થશે. પોતે મનમાં વિચાર કરવા માંડ્યાં, કે મારી વ, મારામાં સાન તેમ જ એવી કશી આવડત પણ નથી, છતાં સાહેબજી શું બોલે છે ? આ સંક૯પ ઊભે થયે, છતાં પૂજ્યશ્રીના વચન પર દઢ વિશ્વાસ હોવાથી સંક૯પ આગળ વધી ન શક્યો, આજ્ઞા સ્વીકારી પૂ. ગુરુદેવની સાથે-સાથે વિહાર કરીને પિંડવાડા આવ્યાં. પૂજ્યશ્રીના કહ્યા પ્રમાણે જ થયું. ખરેખર, મહાપુરુષોનાં વચન સુવર્ણાક્ષર જ હોય છે ! અત્યાનંદ અને ઉલ્લાસપૂર્વક દિક્ષાએ થઈ પિતાની શિષ્યા સા. કિરણપ્રજ્ઞાશ્રીજી અને પ્રશિષ્યા સા. હતિપ્રજ્ઞાશ્રીજી અને સા. લલિતપ્રજ્ઞાશ્રીજી થયાં.
પોતે સુંદર રીતે આરાધના કરતાં હતાં. પૂર્વ કામદયના કારણથી આંખોની રોશની ઓછી થવા માંડી, ધીરે-ધીરે આખથી બિલકુલ દેખાવું બંધ થઈ ગયું, છતાં પ્રશિષ્યાઓ, વિનય—વૈયાવચ્ચેના ગુણોથી રંગાયેલાં હોવાથી, બધી રીતે અનુકૂળ બનીને ખૂબ-ખૂબ ભક્તિ કરે છે, જેથી કરીને જ, મને આંખે નથી દેખાતુ, શું થશે? હે સંયમજીવન કેમ પાળીશ?—વગેરે વિચારોને સ્થાન પણ મળ્યું નહીં. બંને બાજુથી હાથ ઝાલી-ઝાલીને ગુજરાત, રાજસ્થાન વગેરેના ગામોમાં વિહાર કરાવ્યા. આજે લગભગ ૮૫ વર્ષની આસપાસ વય છે. જઘાબળ ક્ષીણ થવાથી છેલ્લાં ૧૦ વર્ષથી સંઘની વિનંતિ માન્ય રાખી પિંડવાડામાં જ બિરાજમાન છે. આટલું તે હજી આજે પણ કહી શકાય છે, કે તેઓનું શરીર અશક્ત થયું છે, પણ મનોબલ ખૂબ જ મજબૂત છે. પોતે આંખે દેખતાં નથી, છતાં જિનમંદિર જાય એટલે ખૂબ-ખૂબ આનંદિત થાય છે. એકવાર એક સાધ્વીજી મહારાજે તેઓશ્રીને પ્રશ્ન કર્યો, “મહારાજ, તમે ભગવાનને જોઈ નથી શકતાં, તે પછી તમારે દેરાસર જવાનું શું કામ છે? અહીયાં જ ભગવાનને મનમાં ધારીને ચૈત્યવંદન કરી લે ને?” ત્યારે તેઓશ્રી બોલ્યાં, કે આ તમે કેવી વાત કરી ? ભલે હું ભગવાનને નથી જોઈ શકતી, પણ ભગવાન તે મને જુએ જ છે ને! એટલે હું જઉં છું.” આ પ્રત્યુત્તર ઉપરથી માપ નીકળે છે, કે તેઓશ્રીનો ભગવાન પરનો અનુરાગ કેટલા બધા? કેટલું તેમનું સમતિ નિર્મળ હશે, ત્યારે જ આવા ઉદ્દગારો નીકળે છે.
ગુરુદેવશ્રીની અનુજ્ઞાથી, પ્રમાદ આવતા ત્યારે ઊભાં-ઊભાં ભણતાં હતાં. સાધુ યોગ્ય સૂત્રો તથા સ્તવન–સઝાય સારા પ્રમાણમાં કરી, જેથી બોલવામાં આજે પણ પાછળ પડતાં નથી.
આજે આટલી વૃદ્ધાવસ્થા છે, છતાં પણ તપ પર ખૂબ જ પ્રેમ છે, જેથી વાપરવા બેસે ત્યારે પૂછે, કે આજે કયા-કયા મહાત્માએ શું-શું તપ કર્યો છે, એની નોંધ લઈ પછી પોતે વાપરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org