________________
શાસનનાં શમણારત્ને
[ ૩૧૩ પિતાના પરમોપકારી પૂ. આ. શ્રી કનચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી મહિમાવિજયજી ગણિવરે પાટણ તરફ વિહાર કરેલ, ત્યારે વંદનાદિને લાભ મેળવેલ. કેને ખબર કે આ લાભ છેલ્લે હશે ?
સંધ્યાના સહામણા રંગો જેમ ક્ષણજીવી હોય છે, ઇન્દ્રધનુષના વિવિધ રંગે જેમ અલ્પજીવી હોય છે, તેજસ્વી સૂર્ય પણ જેમ સાંજે અસ્ત પામે છે. તેમ સૌ સંસારી જીવોના સંગરંગ પણ ક્ષણજીવી–અલ્પજીવી બને છે. સંગને રંગ વિયોગની શ્યામલ છાયાને અવશ્ય ધારણ કરતા હોય છે. સંસારની આ મહાવિચિત્રતા કેઈ અનોખી જ છે. એ અકળ અને અગમ્ય છે. સંસાર એટલે ભયંકર રૌદ્ર સ્વરૂપને ધારણ કરતા એક ચમ. આમ કહીએ તો પણ ખોટું નથી ! તેની ચાલમાં ભલભલા ભરખાઈ જાય છે.
વિ. સં. ૨૦૪૦ના પિષ વદ ૮ ની સાંજે માથામાં દુઃખાવો ઊપડ્યા. એ હેમરેજમાં પરિણમ્યો અને ટૂંકી માંદગીમાં સાધ્વીજી શ્રી જયપ્રજ્ઞાશ્રીજી પોષ વદ ૧૦ શુક્રવારે પ્રાતઃકાળે પ-૨૦ મિનિટે નવકારમંત્રનું શ્રવણ કરતાં-કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં અને જાણે જીવનને વરેલી ક્ષણભંગુરતાનું સાક્ષાત્ દર્શન કરાવી ગયાં. પૂ. દર્શનશ્રીજી મ. ના પરિવારમાં આવા એક સાથ્વીરત્નની ખોટ પડી. તેમની વસમી વિદાય અમને-ઘણાને સદાય દુઃખદાયી બની. એમને પુણ્યાત્મા જયાં હાચ ત્યાં પરમાત્માનું શાસન પામી, આત્માને નિમળ બનાવી, સકલ કમનો ક્ષય કરી, વહેલામાં વહેલી તકે પરમપદને ભક્તા બને, એ જ શાસનદેવને પ્રાર્થના.
–પૂ. સાધ્વીજી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.
પ્રકૃષ્ટ પરિવની પૂ. સાધ્વીજી શ્રી દેવેન્દ્રશ્રીજી મહારાજ પ્રવતિની તપસ્વિની સાધ્વીજી શ્રી દેવેન્દ્રશ્રીજી મહારાજ પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજયરામચન્દ્રસૂરીજી મ.નાં આજ્ઞાતિની છે. તેઓશ્રીએ નાની વયમાં દીક્ષા આદિ ગ્રહણ કરી અનેક ગામમાં ધમપ્રભાવના કરેલ છે. તેમ જ જીવનમાં અનેક પ્રકારનાં તપ કરેલ છે, પિતાના જીવનને ઉજજ્વળ કરેલ છે. પિતાની નિશ્રામાં રહેલ સાત સાધ્વીજીઓને સુસંસ્કાર. અભ્યાસ આદિની ખૂબ ખૂબ પ્રેરણા આપેલ છે.
તેમનો જન્મ લીબડીમાં વિ. સં. ૧૯૮૦માં લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીજીના કેવલજ્ઞાાન દિને-કાર્તિક સુદ ૧ ના રોજ થયો હતો. તેમનાં માતુશ્રીનું નામ પુરીબહેન, પિતાશ્રીનું નામ ખેતશીભાઈ અને તેમનું પિતાનું જન્મનામ મણિબહેન હતું. માત્ર દશ વર્ષની બાળવયમાં જ વિ. સં. ૧૯૯૦ના પિપ વદ ૪ ના અમદાવાદમાં પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજસાહેબના વરદ હસ્તે અંગીકાર કરી પૂ. સાધ્વીજી શ્રી શાંતિશ્રીજી મ. નાં શિષ્યા બની સાધ્વીશ્રી દેવેન્દ્રશ્રીજી નામે અલંકૃત બન્યાં હતાં
તેઓશ્રીએ કરેલ તપસ્યાની સૂચિ આ પ્રમાણે છે–માસક્ષમણ–૨, સિદ્ધિતપ-ર, શિસ્થાનક તપ-૪ વખત, વર્ષીતપ-પ તેમાં ૧ વર્ષીતપ છઠ્ઠથી, અઠ્ઠાઈ-૨, ચત્તારિ–અઠ્ઠ–દસ–દય તપ, શ્રેણિતપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org