SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ] ( શાસનનાં શ્રમણીરત્ન વંદન હો આવાં શ્રમણીરત્નોને, કે જેનશાસનમાં ચોથા અંગ તરીકે શ્રમણીસંઘ અવની પર વિહરી વીતરાગપ્રભુનાં અણમેલાં ને મહામૂલાં તત્ત્વ સમજાવી રહ્યા છે. વળી પૂ. હર્ષપૂર્ણશ્રીજી મ. ના સંસારી પ બેન જયાબહેને પણ તેઓશ્રીનાં પગલે-પગલે પતાં પગલાં પાડી પ્રત્રજ્યાના પુનિત પંથે ૨૦૧૯ ની સાલમાં સાવરકુંડલા મુકામે વૈ. વ. ના પ્રયાણ કરેલ. નામ જયપ્રજ્ઞાશ્રીજી મ. હતું. તેઓ પણ ખૂબ તેજસ્વી, તપસ્વી ને ઓજસ્વી હતાં. જ્યાં-જમાં વિચર્યા ત્યાં-ત્યાં ભાવુકોને સન્માગ સમજાવી ધર્માનુષ્ઠાનમાં સ્થિર કરતાં પ્રભાવ પાડતાં. તેઓ ૨૧ વર્ષનું ચારિત્ર પાળી અમદાવાદમાં સ્વર્ગવાસી થયેલ. આ રીતે પૃથ્વીતલ પર જેનશાસનનાં શમણીર્વાદ પરમાત્માના અવિચલ માગે અવિરત આગળ વધી રહ્યાં છે. પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. ની તપસ્યાદિ: સિદ્ધાચલજીની છડું-અઠ્ઠમ, અનિધિતપ, ચોવીસ ભગવાનનાં એકાસણાં, વર્ધમાનતપની ૨૪ એળી વગેરે. નાનાભ્યાસમાં નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય, છ કર્મગ્રંથ, સિંદૂર પ્રકરણ, વીતરાગ સ્તોત્ર, મોટી સંગ્રહણી, ક્ષેત્ર સમાસ, તત્ત્વાર્થસૂત્ર, દશવૈકલિસૂત્ર, સંસ્કૃત બે બુક, પ્રાકૃત વ્યાકરણ્ય, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ૧૦ પર્વ વાંચન, પ્રવચન સારોદ્ધાર, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, અન્ય અનેક ચરિત્રે, ચૈત્યવંદને, સ્તુતિઓ. સ્તવનો. સજકા, ઢાળો, વગેરે. તપસ્વીરન પૂજ્ય સાધ્વીજી શ્રી જયપ્રજ્ઞાશ્રીજી મ. સા. બાલબ્રહ્મચારિણી તપસ્વીરત્ના વિદુષી સાધ્વીજી શ્રી જયપ્રજ્ઞાશ્રીજી મૂળ સાવરકુંડલાના નિવાસી પિતા દીપચંદભાઈના કુળે માતા હરકેરબહેનની રત્નકુક્ષીએ કરાંચીમાં ૧૯૯૯ ના પિપ સુદ ૧ ના જન્મ પામેલ. જન્મનામ જયાબહેન સંસારી પક્ષે તેઓ મારાં નાનાં બહેન થાય. પૂજ્ય ગુરુદેવાની ધમમય પ્રેરણાથી તેમને આત્મા વૈરાગરંગી બને અને વિ. સં. ૨૦૧૯ ના વૈશાખ વદ ૬ ના પ્રભાતે ખૂબ જ ધામધૂમપૂર્વક પૂજ્યપાદ આ. શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે (તે સમયે પૂ. પંન્યાસજી મ.) ૪ બહેનની દીક્ષા થયેલ, તેમાં પ્રથમ શ્રી જયપ્રજ્ઞાશ્રીજી પૂ. સાધ્વીજી શ્રી દશનશ્રીજી મહારાજનાં શિષ્યરત્ના તરીકે જાહેર થયાં. પૂ. ગુરુભગવંતની અસીમ કૃપાથી અને તેઓશ્રીની અતિ ઉચ્ચ હિતશિક્ષાથી દિન-પ્રતિદિન સંયમી જીવનમાં આગળ વધી, તેઓએ વિનય-વૈયાવચ્ચ, જ્ઞાન-સ્થાન, ત્યાગ, તપ, સ્વાધ્યા. આદિ દ્વારા જીવનને સુવાસિત બનાવેલ. સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રદેશનાં ગામોમાં જયાં જયાં તેઓ વિચર્યા ત્યાં-ત્યાં યત્કિંચિત્ શાસનની સેવા કરી. નાનાં-નાનાં બાળક-બાલિકાઓને તે ખૂબ જ પ્રેમથી બોલાવી ધાર્મિક સંસ્કારોનું સિંચન કરાવતાં. બહેનેમાં વ્યાખ્યાન વગેરે આપી સૌને પ્રભુશાસનમાં જોડવા રતાં. ૨૧ વર્ષના દીક્ષા-પર્યાયમાં તપશ્ચર્યા પણ યથાશક્તિ કરેલ. જેમાં સિદ્ધિતપ, શ્રેણુતા, ચત્તારિ–અઠ્ઠ–દસ-દોય, ૧૬, ૧૧-૧૦-૯, અઠ્ઠાઈ આદિ તથા વર્ધમાતતપની ઓળી, નવપદજીની ૬૦ થી અધિક એળી વગેરે કરી આત્માને ઉજજ્વળ બનાવ્યો હતો. અમદાવાદશાંતિનગરમાં પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવની નિશ્રામાં શ્રેણીતપ કરેલ, તે પ્રસંગે ભવ્ય મહોત્સવ ઊજવાયેલ તેમ જ રંગસાગર સોસાયટીમાં ઊજવાયેલ દીક્ષા-પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત રહીને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy