________________
શાસનનાં શ્રમણીર ]
[ ૩૧૧ છે. થઈ જા તૈયાર ! આમ સામાન્ય વાત-વાતમાં હા પાડી. ઘરના કુટુંબીઓ બા, ભાઈઓ, ભાભીઓ વગેરે સરળ, જેથી કેઈએ આમાં અંતરાય ન કર્યો. કરાંચીથી તાજા જ આવેલાં. ધર્મની બાબતમાં કોઈ વિશેષ સમજતાં ન હતાં. છતાં કઈ પૂર્વના તેવા શુભ ચગથી દીક્ષાની રજા મળી જતાં હીરાબહેને કાંઈ સમજતાં ન હોવા છતાં મક્કમતાથી ઉત્તમ માગે ઝંપલાવ્યું. વિ. સં. ૨૦૦૭ ની સાલ ને વૈશાખ સુદિ પ નો દિવસ નક્કી કર્યો. ફક્ત ૧૫ દિવસ જ બાકી હતા, છતાં કુટુંબીઓ તેમ જ ગામવાળા વગેરેને ઉ૯લાસ ખૂબ. સાવરકુંડલા ગામમાં પ્રાયઃ પ્રથમ જ દિક્ષા થતી હેઈ ઘણે ઠાઠમાઠથી મહોત્સવ પૂર્વક દીક્ષા થઈ.
પૂ. શ્રી દર્શનશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે હિરાબહેનમાંથી સાધ્વીજી હર્ષપૂર્ણાશ્રીજી મ. તરીકે પ્રસિદ્ધ થયાં. પૂ. ઉપા. શ્રી ધર્મવિજયજી મ. ના વરદ હસ્તે પ્રવજ્યા થઈ. વિનય, વૈયાવચ્ચ, જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાયાદિમાં ઓતપ્રેત બન્યાં. પૂ. ગુરુ મ. ને જરા પણ પરિચય નહીં, પણ એક ગુણ તેમણે એવો કેળવેલે, કે ગુરુ મહારાજ જે કહે તે કરવું.
આ રીતે મૂળ મુદ્રાલેખ હેવાથી આગળ વધ્યા. જ્ઞાનને પશમ સારો. જેથી સવારે મૂળ ગાથા, પછી અથ, પછી સંસ્કૃત બુક કરવાની, ને સાંજે વાગ્યા પછી સ્તવન-જઝાયો નૂતન કંઠે કરવાનાં, ને ગમે તેટલી ગાથાનાં હોય, પ્રતિકમણમાં વગરભૂલે તે જ દિવસે કહેવાનાં. સુસ્વર નામકર્મના ઉદયે તેઓને કંઠ પંચમ સ્વર છે, જેના વેગે તે સાંભળવા પણ નવા-નવા વર્ગ આવતો, ને પ્રતિક્રમણ કરતાં. આજે પણ ભાવુકે તેને લાભ લે છે. આ રીતે આજેય ૪૧ વર્ષને સંયમપર્યાય ધરાવતાં પૂ. હર્ષપૂર્ણાશ્રીજી મહારાજ જૈનશાસન-પટાંગણમાં વિચરી શાક્ય તેટલી જિનાજ્ઞા પ્રમાણે આરાધના-સાધના કરી-કરાવી રહ્યાં છે.
પૂ. દર્શનશ્રીજી મહારાજનાં સમુદાયનાં સાધ્વીરત્નો આજે ૧૯૧ નો સુપરિવાર ધરાવે છે. તેમાં પૂ. પ્રવતિની હસશ્રીજી મ.. પૃ. રંજનશ્રીજી મ. પૂ. ત્રિલોચનાશ્રીજી મ., પૂ. જ્યોતિ પ્રભાશ્રીજી મ., પૂ. હર્ષ પૂર્ણાશ્રીજી મ. આદિ વિશિષ્ટ સ્થાન ધરાવતાં આગવી પ્રતિભા પાડી રહ્યાં છે.
પૂ. હર્ષપૂર્ણાશ્રીજી મહારાજે પૂ. સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રકૃણ પ્રવચનો દ્વારા અને પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મ. નાં પણ
ચનેથી વિશેષ જ્ઞાનગંગામાં સ્નાન કર્યું. સાચો માર્ગ શું ? જિનાજ્ઞા કેને કહેવાય? વગેરે ત્યાર બાદ સવિશેષ પરિણમ્યું. આજે તેઓશ્રીમાં વિશિષ્ટ ગુણમાં સ્વાધ્યાયરસિકતા, અપ્રમત્તતા, જે કઈ સંપર્કમાં આવે તેને વીતરાગ પરમાત્માનો માગ સમજવા. ધર્મમાગે જે દવા વગેરે ઉત્તમ ગુણ ઝળકે છે. વાર્તાનું નામ નહીં અને સંસારીનું કામ નહીં.
બહેનોમાં પણ વ્યાખ્યાનાદિ આપવું, તેઓને તત્ત્વજ્ઞાન સમજાવવું, વગેરેમાં સારો રસ છે. તઓનાં શિષ્યા-પ્રશિખ્યાઓ પરિવારને પણ વાચના આદિ દ્વારા પૂર્વસંચિત કર્મોને લય કેમ થાય, ને નવાં ન બંધાય, તે હિતશિક્ષા અવસર-અવસરે આપતાં રહે છે. જ્યાં જ્યાં ચાતુર્માસો વિતાવ્યા છે, ત્યાં ત્યાં દરેક સ્થળે આરાધનાની સુવાસ મૂકીને જ વિહાર કરતાં હોય છે, જેથી હજુ પણ લે ઘણાં વરસ થઈ ગયા હોવા છતાં એ જ રીતે આરાધનાની સુવાસને અનુમતાં હોય છે.
સિદ્ધાંત–શાસ્ત્ર માટે ખૂબ જ મકકમ. ગમે તેવું ચલાવી ન લે. જિનાજ્ઞા વિરુદ્ધ કઈ પણ કાર્ય ન કરે. સાધ્વીજીવનની જે મર્યાદા પરમાત્માએ ફરમાવી છે, તેને કદી ઓળંગે નહીં.
આ રીતે જેનશાસનનાં શમણીરને આજે પણ યથાશક્ય આરાધના દ્વારા સ્વ-પરનું કલ્યાણ કરી રહ્યાં છે, તેમાંનાં પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મહારાજ પણ જિનશાસન-ગગનમાં તારલાની જેમ ચમકી રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org