________________
૩૧૦ ]
[ શાસનનાં શમણીરત્નો જિનશાસનને પામેલે વર્ગ ત્યાં પણ યથાશક્તિ આરાધના કરતા. સુદેવ વીતરાગ પરમાત્માને યોગ ત્યાં હતો, પણ સુગુરુને યોગ પ્રાયઃ ન મળતો, પણ દેશમાંથી સદ્ગુરુઓની વાણું શ્રવણ કરી આવતા ધર્માત્માઓ ધર્મ સન્મુખ બનતાં.
સુશ્રાવક દીપચંદભાઈ ખૂબ ધર્મનિષ્ઠ હતા. પરમાત્માભક્તિ વગેરે સુંદર ભાવથી કરતા. પૂજા-ભાવના વગેરે સુંદર કટિની ભણાવી સૌને ભક્તિરસમાં તરબોળ બનાવતા, તેમને પાંચ પુત્રો ને ત્રણ પુત્રીઓ હતાં, જેમાં હીરાબહેનને પાંચમ નંબર હતો, ને છેલ્લે આઠમ નંબર જયાબહેનનો હતો. બધા કુટુંબના સભ્યો ધમભાવમાં સારે રસ ધરાવતા.
ઈ. સ. ૧૯૪૭ની સાલમાં હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે જેના લગભગ બધા સ્વદેશમાં પહોંચી ગયા. તે સમયે હીરાબહેન લગભગ ૧૩-૧૪ વરસનાં હતાં. કરાંચી છેડયા બાદ પોતાના મોસાળ પક્ષ સાવરકુંડલામાં આવ્યાં. ગામ નાનું, એટલ હીરાબહેનને ગમતું ન હતું. આખો દિવસ-રાત કરાંચી-કરાંચી કર્યા કરે. પણ ત્યાં તે પાછું જવાનું શક્ય જ ન હતું, જેથી તેમને ધાર્મિક ક્ષેત્રે વાળવા માંડ્યા. બસ! એ સુગ પ્રાપ્ત થતાં જ જિનશન, પૂજા, સામાયિક, પ્રતિકમણાદિ ક્રિયામાં તત્પર બન્યાં. પાઠશાળા પણ તે વખતે ગામડાંઓમાં સુંદર ચાલતી, જેથી ધાર્મિક અભ્યાસમાં પણ ક્ષપશમ સુંદર કેટિન હાઈ પાંચ પ્રતિક્રમણાદિ કંઠસ્થ ક્ય. તે વખતે સ્કૂલનું શિક્ષણ વધારે હોતા અપાવતા, ને કરાંચી છોડ્યા બાદ ચાથી ગુજરાતી પણ પૂર્ણ નહીં કરેલી. ફક્ત ૩ ચોપડી ભણેલાં હીરાબહેન ધાર્મિક ક્ષેત્રે ઝળકવા માંડ્યાં. સાધુ-સાધ્વીજી ભગવંતાના વિહારના ભક્તિ-ભાવિક ગામ સાવરકુંડલામાં સાધુ-સાધ્વીજી મ. ના આગમનથી હીરાબહેનને જિનવાણીશ્રવણનો ચેગ પ્રાપ્ત થતો રહ્યો. તેમની સખીઓનું વૃંદ પણ એવું ઉત્તમ, કે ધર્મારાધનાઓ તેઓ સાથે જ કરતાં. એમાં ચૈત્ર મહિનાની ઓળીની આરાધના બધા સાથે કરતાં, તેમાં ઘણો વેગ મળે. ઓળીની આરાધનાના દિવસોમાં જુદા જુદા વર્ણ પ્રમાણે કપડાં વગેરેનું પરિધાન કરતાં. તેમાં પાંચમા દિવસે સાધુ ભ. ના વણને દિવસ આવ્યો. કાળાં કપડાં ન પહેરાય, તેથી સફેદ કપડાંનું પરિધાન કર્યું, ને સાધુપદને દિવસ ઊજળ્યો, એટલે કે આપણે પણ સંયમ લેવું, લેવા જેવું આ જ છે, વગેરે તે સમયે તે એક ગમ્મત જેવું જ કરેલું, ને આ રીતે ૨-૩ કલાક શુભ ભાવમાં વહ્યાં. આ કાર્યક્રમ પૂર્ણ થયો કે તરત સખીવૃન્દ તેમને હસ્યું: હીરાબહેન! આજે તો આ દિન સારી ભાવનામાં પસાર કર્યો, પણ ભવિષ્યમાં સાચું કરી બતાવજે! એટલે દીક્ષા લેવાની. તે જ વખતે હીરાબહેને શુકનની ગાંઠ વાળી, કે હા, નસીબમાં હશે તે દીક્ષા જ લઈશ. બીજે દિવસે આખા ગામમાં હા-હા મચી ગઈ હીરા દીક્ષા લેવાની છે. રસ્તામાં જે મળે તે પૂછે : હે હીરા, તું દીક્ષા લેવાની? એમણે હા પાડીઃ એમાં શું? માગ તો સાચે જ છે ને!
સમજતાં કાંઈ ન હતાં, પણ એ ઘે–આઘે ભાવના હૈયામાં રમતી. નહીં કેઈન તેવો સત્સંગ, કે નહીં પરિચય, નહીં કોઈ તેવું જ્ઞાન.
ગામમાં ચૈત્રી ઓળી સમાજની હતી. સાથે ઉજમણું, પ્રતિષ્ઠા વગેરે હોવાથી પૂ. ઉપાધ્યાય ધર્મવિજયજી મહારાજ તથા પૂ. મુક્તિચંદ્ર વિ. મ. આદિ પધારેલ તે સમયે કલકત્તા વસતા શેઠ મણિલાલ વનમાળી આવ્યા. ખૂબ ભાવિકાભા. ત્યાં તેમણે હીરાબહેનની દીક્ષાની વાત જાણી, એટલે પૂછયું, કે બહેન! તારે દીક્ષા લેવી છે? હીરાબેને કહ્યું, હા મામા! પણ સાધ્વીજી મ. ને પરિચય નથી, અભ્યાસ નથી. તે કહે, તેમાં તારે કાંઈ વિચારવાનું નથી. પૂ. પં. શ્રી કનકવિજયજી મ.નાં બેન સાધ્વીજી મ. છે. પૂ. દર્શનશ્રીજી મ. નામ છે. તેઓ ખૂબ જ સંયમી, જ્ઞાની, તપસ્વી, ત્યાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org