SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણરત્ન ૩૦૭ જેમની નિષ્કારણ કરુણુના પીયૂષપ્રવાહ અનેક આત્માઓની ઊષર ચિત્તભૂમિ નવપલ્લવિત બની છે, વળી ઉદારતા-સરલતા-નિષ્પક્ષતાભરી એજસ્વી પ્રતિભાનો ભવ્ય પ્રભાવ સમગ્ર શિષ્યા (૨૭) અને પ્રશિષ્યા (૩૪) ગણ ઉપર છત્રવત્ વિસ્તરી રહ્યો છે. એવા ગુણરત્નના નિધાન પૂ. ગુરુદેવશ્રીજીના ગુણભવનું વર્ણન શબ્દદેહે કરવું એ શક્તિ બહારની વાત છે; છતાં “ગુણીના ગુણ ગાવે સે ગુણ પાવે એ ઉફત્યાનુસાર યત્કિંચિત્ ગુણસ્તવના માટે પ્રાપ્ત થયેલું સૌભાગ્ય પાપનિકંદનાનું કારણ બને અને શતાધિક સંવત્સરો સુધી આ વિરલ વિભૂતિના શીતલ સાન્નિધ્યને પામવા સૌભાગ્યવંતા બનીએ એ જ એકની એક સઢાની શાસનદેવને પ્રાર્થના! તપસ્વીરના પૂ. સાધ્વીજીશ્રી હેમપ્રભાશ્રીજી મહારાજ બલિહારી છે પરમાત્માના શાસનની, કે આવા વિષમકાળમાં પણ દેવગુરુ અને ધર્મ વલતપણે પ્રવર્તે છે. દેવાધિદેવ, ત્રણલોકના નાથ, ચરમ તીર્થપતિ મહાવીર સ્વામી ભગવાન અનેક વિક્ટ ઉપસર્ગોને સહન કરીને પણ શાસનની સ્થાપના કરતા ગયા. એ શાસનને પામીને અનેક આત્માએ કલ્યાણ કરી ગયા, અને અનેક આત્માઓ કરી રહ્યા છે. આવી સુંદર પ્રકારની આરાધનામાં મગ્ન મહાત્માઓની આ સમયે યાદ આવી જાય છે. ધર્મસંસ્કૃતિથી ઉજજવળ એવા આર્યદેશ ભારતમાં, સ્થળ–સ્થળે રજવાડાંઓનાં સ્થાનેવાળા એવા રાજસ્થાન પ્રાન્તમાં જવાઈ નામની નદીના કિનારે, અરવલ્લીના પહાડે જેવી પર્વતશ્રેણીના કિનારે વસેલા વિસલ રાજાની યાદ અપાવતી એવી વિસલપુર નામની ધમનગરી, જેમાં ઓશવાળ અને પિરવાળની વસ્તી છે, ત્યાં બે-બે જિનમંદિરની ધજાઓ તથા મૂર્તિઓ અનેક જીને આરાધનાનું આલંબન પૂરું પાડી રહી છે. એવી નગરીમાં પિતા હજારીમલ,ને માતા જનતાબહેનની કુક્ષીએ પુત્રીને જન્મ થયે, જેનું નામ હેમીબહેન પાડવામાં આવ્યું. જેમ-જેમ ઉમર વધતી ગઈ તેમ-તેમ ધાર્મિક સંસ્કારો સાથે વિકાસ થતો ગયો. નાની ઉંમરમાં જ આત્માનું ચિંતન કરતાં થઈ ગયાં, અને સંસારની અસારતા સમજાઈ ગઈ હવે સંસાર કાંટાળે લાગવા લાગ્યો. તેમના ભાઈ અને ભાભીને પણ વૈરાગ્યભાવ હતો જ, પણ વડીલ કરે છે, એટલે યેગ્ય સાધ્વીજી મહારાજ પાસે સંયમ ગ્રહણ કરે. પ્રેમચંદભાઈએ નકકી કર્યું, પહેલાં બહેન અને ધર્મપત્નીને દીક્ષા અપાવવી. તપાસ કરતાં પૂજ્ય નચંદ્રસૂરીશ્વરજી મહારાજના સંસારી સંબધે બહેનમહારાજ સાધ્વીજી શ્રી દશનશ્રીજી મહારાજનું નામ સાંભળ્યું, કે જેમણે ૧૧ વર્ષની નાની ઉંમરમાં જ દીક્ષા લઈ, બાલ્યવયથી જ ગુરુમહારાજની આજ્ઞામાં રહી વિનય, વૈયાવચ્ચ, ભક્તિ, જ્ઞાન, ધ્યાન, ત્યાગ, તપ, સ્વાધ્યાય, અભ્યાસાદિમાં ખૂબ આગળ વધી ગુણસમૃદ્ધિનો ભંડાર ભર્યો. વિશાળ પરિ. વારથી યુક્ત પ્રભાવક સાધ્વી તરીકે આરાધના કરતાં હતાં. આજથી પર વર્ષ પૂર્વે વિ. સં. ૧૯૯૮ના ફાગણ સુદ ૩ના દિવસે સાવરકુંડલા ગામે પૂ. કનકચંદ્રસૂરીશ્વજી મહારાજના હસ્તે દીક્ષા અપાવી. પ્રેમચંદભાઈનાં ધર્મપત્ની કંકુબહેન બન્યા સાધ્વી શ્રી કીતિપ્રભાશ્રીજી મહારાજ, તથા હેમીબહેન બન્યાં શ્રી કાતિ પ્રભાશ્રીજી મ. નાં શિષ્યા શ્રી હેમપ્રભાશ્રીજી મહારાજ. પૂ. સા. શ્રી કીતિપ્રભાશ્રીજી મ. ની ગુરુનિશ્રામાં રહીને આરાધના કરવા લાગ્યાં. સરળ સ્વભાવ, ગંભીર, સમતાધારક, ત્યાગી, અ૫ભાષી, વાત્સલ્યનિધિ જેવા અનેક ગુણોની સુવાસ તેઓના જીવનમાં મઘમઘતી હતી. પૂ. સાધ્વીશ્રી કાતિ પ્રભાશ્રીજી મ. સં. ૨૦૪૭ પિષ વદ અગિયારસના દિવસે, પરમાત્મા-દર્શન કરવાની ભાવનાપૂર્વક આરાધના કરતાં કાળધર્મ પામ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy