________________
૩૦૮ ]
[ શાસનનાં શમણીરત્ન પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી મહારાજ ફક્ત ૧૬ વર્ષની વયમાં સંયમ લઈને વડીલોની ખૂબ વિનય-ભક્તિ કરવાના કારણે બધાનાં પ્રિય બની ગયાં. સ્વભાવે સરળ, આરાધનાપ્રિય, સંયમલક્ષી આત્માએ નાની ઉંમરમાં જ માસક્ષમણની તપશ્ચર્યા કરી, અને મારવાડ, મેવાડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મુંબઈ, કાઠિયાવાડ, હાલાર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક આદિ પ્રદેશની ભૂમિસ્પર્શના કરતાં હજારો માઈલને ઉગ્ર વિહાર કર્યો. ૪૬ શિષ્યા-પ્રશિષ્યાના પરિવારના નાયક છે. દીર્ધાયુ સંયમજીવન જીવી સ્વ-પરનું કલ્યાણ કરી. સર્વ કર્મથી મુક્ત બની અનેક જીના ઉપકારી અને તારનારાં એવાં પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી મ. મોક્ષગુંબના ભોક્તા બને, એ જ શુભાભિલાષા.
તેઓશ્રીના તપ અને અભ્યાસ :-દીક્ષા લઈને એ જ વર્ષે ૩૦ ઉપવાસમા ખમણ તથા મૃત્યુંજય તપ, ૨૧ ઉપવાસ, ૧૬ ઉપવાસ, ૯ ઉપવાસ, ૧૦ અઠ્ઠાઈ ૧૦૮ અઠ્ઠમ, પ૦૦ સળંગ આયંબિલ તપ, ૧૦૦ એળી પૂર્ણ, કષાય જપ તપ. બીજે વર્ધમાન તપને પાયે, અને અન્ય વિવિધ તપ સંયમની ઉત્કટ આરાધના સાથે કર્યા છે, ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, છ કર્મગ્રંથ, અનેક મહાપુરુષોનાં
જીવનચરિત્રોને અભ્યાસ, કરોડે જાપે અને ઘણા સારા પ્રમાણમાં અનુષ્ઠાન કરેલાં છે. વિમલચંદ પ્રેમચંદ જૈન પરિવાર (શાહ પ્રકાશચંદ્ર વિમલચંદ એન્ડ કુ.) મુંબઈના સૌજન્યથી.
~* ~ સ્વાધ્યાયનિમગ્ના બાલબ્રહ્મચારિણી પૂ. સાધ્વીરત્નાશ્રી જ્યોતિ પ્રભાશ્રીજી મ. સા.
ગૌરવવંતા સારઠ દેશ. શ્રી શત્રુંજ્યતીર્થ અને શ્રી ગિરનારજી તીર્થની વચ્ચે આવેલું સાવરકુંડલા ગામ. રિક્ષાની દુલભતાના એ કપરા કાળમાં સાવરકુંડલા ગામમાં સૌ પ્રથમ દીક્ષાની દુંદુભિ વગાડનાર પુણ્યવાન જીવ જે કઈ હોય તો તે કુમારી જયાબહેન. વિ. સં. ૧૯૮૨ ના જેઠ વદ પ ના દિવસે સુશ્રાવક છોટાલાલભાઈનાં ધર્મપત્ની અજવાળીબહેનની કુખે તેમને જન્મ .
બાલ્યવયથી માતાપિતાના સુસંસ્કારોના યોગે ધાર્મિક અભ્યાસ, નિત્ય જિનપૂજા, નવકારશી, રાત્રિભેજનત્યાગ, સામાયિકાદિ કરતાં. વિશેષ પ્રકારે ધમમાગે જોવામાં જે કોઈને ઉપકાર હોય તો તે માસા જયંતિભાઈ તથા માસી હરિબહેનને હતા, કે જેઓ પ. પૂજ્ય ધર્મ દાતા ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના અનન્ય ભક્ત હતા. તેઓ શ્રીમની મોક્ષલક્ષી જિનવાણીના શ્રવણના પ્રભાવે સાચા ધમરંગે રંગાયેલાં હતાં. તેમની જ પ્રેરણાના પુણ્યપ્રભાવે કુમારી જયાબહેન ધર્મમાગે યાવતુ સંયમમાર્ગે જ સંચરવાની અભિલાષાવાળાં બન્યાં. નાનપણથી જ બાહોશ, બહાદુર, કંડની શક્તિ અતિ સુંદર, ક્ષયપક્ષમ સારે વગેરે અનેક ગુણોથી ટૂંક સમયમાં આગેકૂચ કરવા સમર્થ બન્યાં.
ભાગ્યને પ. પૂ. સુપ્રસિદ્ધ સાહિત્યકાર આચાર્ય દેવ શ્રીમદ્ વિજયનકચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે સુરત છાયરિયા શેરીમાં દીક્ષિત બની પૂ. સંયમપૂત પ્રશમરસનિધિ સા. શ્રી દર્શનશ્રીજી મ.સા.નાં છઠ્ઠાં શિખ્યા સા. શ્રી જ્યોતિ પ્રભાશ્રીજી તરીકે જાહેર થયાં. પૂ. પાદ વિશાલગચ્છાધિપતિ શાસનપ્રભાવક આચાર્યદેવશ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વિ. ૨૦૦૨ના વૈ. સુ. ૧૧ના શાસનસ્થાપનાના શુભદિને શ્રી શત્રુંજય તીર્થ પાલીતાણામાં વડી દીક્ષા થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org