SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્ન ] [ ૨૮૫ પામતાં, સં. ૨૦૩૪ ના વે. સુ. ૧૮ ને રવિવારના અંતિમ દિને પણ તેઓશ્રીએ નિત્ય નિયમ મુજબ ૨૦૦૦ લેક પ્રમાણ સ્વાધ્યાય કર્યો હતો. સાંજે પ૩૦ વાગતાં તાવ ૧૦૭ ડિગ્રી થઈ ગયે હતો, જેથી સાગણે નમસ્કાર મહામંત્ર સંભાળવવા શરૂ કર્યો, અને પૂજ્યપાદ, પરમ તારક ગુરુદેવશ્રીજીને નિર્ધામણાં કરાવવા પધારવા વિનંતી કરી. અનંતપકારી, પરમગુરુદેવેશશ્રીજીએ પણ પ. પૂ. પ્રશાંતમૂતિ આ. શ્રી મહોદયસૂરીશ્વરજી મ. આદિ વિશાળ મુનિર્વાદ સાથે તુરત જ પધારવા કૃપા કરી. તેઓશ્રીએ નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો. માંગલિક શરૂ કર્યુ. તેઓશ્રીના શ્રીમુખના શબ્દો સાંભળતાં સાંભળતાં જ આ વિનશ્વર દેહનો ત્યાગ કરી જાણે સ્વશિખ્યા --પ્રશિષ્યગણને પૂજ્યપાદ આ. ભ. શ્રી અને પ. પૂ. વડીલ ગુણીજી જયાશ્રીજી મ.ને ચરણકમલમાં સમપી તેઓએ અંતિમ વિદાય લીધી. દીક્ષા, વડી દીક્ષા અને અંતિમ નિર્ધામણા પણ પૂજ્યપાદ પરમ તારક પરમગુરુદેવશ્રીજીના વરદ હસ્તે, કે સુંદર ત્રિવેણી સંગમ! ચતુવિધ શ્રીસંઘની હાજરીમાં તેઓશ્રી બધાને છોડીને મુક્તિની મંજિલે એકાકી ચાલી નીકળ્યાં. સ્વાધ્યાય. તપ અને વૈયાવચ્ચના ત્રિવેણી સંગમથી ઉજમાળ પૂ. સાધ્વીશ્રી અનુપમા શ્રીજી મહારાજ અનેકાનેક મહામુનિપુંગવાનાં પુનિત પગલાંથી પાવન બનેલી ઉત્તર ગુજરાતની પુણ્યભૂમિ મહેસાણા પાસે નાનકડું લીચ ગામ, નયનરમ્ય જિનમંદિરમાં દેવાધિદેવ આદિનાથ પ્રભુ જયાં બિરાજે છે. આ ગામમાં શ્રી વિશાશ્રીમાળી ૧૦૮ ના ગોળજ્ઞાતિના શ્રેષ્ટિવર્ય શ્રી અમૂલખ તારાચંદનું મિણ કુટુંબ વસતું હતું, જેમની પેઢીઓ મહારાષ્ટ્ર સુધી વ્યાપ્ત હતી. કાળક્રમે વ્યાપારાર્થે સતારા જિલ્લાના મસૂર ગામમાં વસવાટ થયો. આ ધન્ય ધરતી પર નૂતન જિનમંદિરના નિર્માણનો નિર્ધાર થતાં કે પ્રાચીન જિનબિંબથી વિભૂષિત કરવાના મનોરથ જાગ્યા. પ્રતિમાજી મેળવવા અથાગ પ્રયત્નો કરતાં ભરૂચમાંથી સંપ્રતિ મહારાજાના ભરાવેલાં સાચદેવ શ્રી સુમતિનાથજીનાં હૃદાલાદક પ્રાચીન જિનબિંબ પ્રાપ્ત થઈ જતાં નૂતન જિનાલયમાં સુપ્રતિષ્ઠિત . શ્રાવકજીવનના આચારોથી સમૃદ્ધ ૮૦ માણસાનું આ સંયુક્ત કુટુંબ એક રસોડે જમતું. આ સંયુક્ત કુટુંબમાં કિલેલ કતાં બાળકો પણ જિનભક્તિ, સહિષ્ણુતા, વિનય, નમ્રતાદિના આદર્શો ગળથુથીમાંથી જ પામતાં. ધર્મપ્રેમી બાળારામ અમૂલબંદાસના સુપુત્ર ચુનીલાલભાઈનાં ધર્મપત્ની સુશ્રાવિકા નુબહેનની રત્નકુક્ષિાએ ૭ પુત્ર તથા ૧ પુત્રીના જન્મ બાદ વિ. સં. ૧૯૮૯ના પોષ સુદ ૧૧ના શુભ દિને એક ભાગ્યવતી કન્યારત્નને જન્મ થયો. શુભ નામ કુ. લીલાવતી. બાળલીલાએ વૃદ્ધિગત થતી આ બાલિકા સવા વર્ષની થતાં તે પિતાજીને સ્વર્ગવાસ થયે. તે પહેલાં જ એનુબહેનનાં ૭ સંતાને તે સ્વર્ગગામી બની ચૂકેલાં. એકના એક સુપુત્ર ચીમનભાઈ પણ ૧૬ વર્ષની વયે આમિક જીવલેણ રોગના ભોગ બની પરલોકે પ્રયાણ કરી જતાં સેનુબહેનને આકરો વજઘાત થયો. આશાના મીનારા પડી ભાંગ્યા. જીવન અકારું બની ગયું. દુઃખનું ઓસડ દહાડા. ધીમે ધીમે મનનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy