________________
૨૮૪ ]
શાસનનાં પ્રમાણ પૂ. વાવૃદ્ધ ગુરણી શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ. ની વૈયાવચ્ચ સાથે તેઓશ્રી તપ, સ્વાધ્યાય, સંયમની સાધનામાં લીન રહેતાં. દીક્ષા પછી પ્રથમ ચોમાસામાં જ રાજનગરની સખત ગરમીમાં
વિહારી અઠ્ઠાઈ કરી. દીક્ષા પહેલાં પણ શ્રી સિદ્ધગિરિજીમાં ચાતુર્માસમાં ચોમાસીતપમાં અઠ્ઠાઈ કરેલ. વધુમાં એકાસણાંપૂવક બે વાર નવ્વાણું યાત્રા, નવ ઉપવાસ, વરસીતપ, માસી તપ, પાર્ષદશમી, નવપદજીની ઓળી, વીશાસ્થાનક તપ, ચત્તારિઅડું-દસ-દય, વર્ધમાન તપની ૩૩ ઓળી વગેરે અનેક તપોનું આરાધન કર્યું હતું.
તેઓશ્રીનાં ગુરુ મ. શ્રી છઠ્ઠથી મારી તપ કરતાં હતાં, તેથી વૈયાવચ્ચ, ભક્તિ તેમ જ તલાટીની નવાણું યાત્રા સાથે બૃહવૃત્તિ કરતાં હતાં. તેઓશ્રીએ સિદ્ધહેમ બૃહદુવૃત્તિ, ન્યાય, અભિધાન ચિંતામણિ, પ્રાકૃત અષ્ટમ અધ્યાય, ન્યાયગ્રંથ, કાવ્યો તેમ જ ૧૫૦૦૦ થી વધારે લેક કંઠસ્થ કર્યા હતાં. જ્ઞાનોપાસના માટે પ્રતિદિન પ૧ લોગસ્સનો કાઉસગ્ગ, પ૧ ખમાસમણાં તેમ જ દરેક આવશ્યક કિયા અપ્રમત્તપણે તેઓશ્રી ઊભાં ઊભાં કરતાં હતાં. જ્ઞાનભક્તિ તેઓશ્રીની એવી અદ્ભુત હતી કે નાસિક વગેરે ક્ષેત્રોમાં જ્ઞાનભંડાર જાતમહેનતથી વ્યવસ્થિત કર્યા હતા. છેવટે લાંબી વાવની બીમારીમાંથી હજુ સારું પણ નહેતું થયું, તેમ જ ડાયાબિટીસ, બ્લડપ્રેસર વગેરેની ચાલુ બીમારી હોવા છતાં તેમનાં માતુશ્રી સા. શ્રી. સૂર્ય પ્રભાશ્રીજી મ. શ્રી.ના નામને જ્ઞાન ભંડાર વ્યવસ્થિત કરી ચંદનબાળા વાલકેશ્વર મુંબઈમાં મૂક્યો હતો. તેમ જ તેમના વડીલ ભગિની પૂ. સ્વ. સા. શ્રી મામાશ્રીજી મ. શ્રી. ના નામને જ્ઞાનભંડાર રાજકોટમાં મૂક્યો હતો.
પૂ. આ. શ્રી નિરંજનાશ્રીજી મ. સંયમપાલનમાં તેમ જ ગોચરીમાં જરા પણ દોષ ન લાગે તેની સતત કાળજી રાખતાં હતાં. બીમારીમાં ક્વચિત્ કેઈ નિમિત્તનું લઈ આવે તો પણ ખૂબ જ નારાજ થતાં હતાં. આશ્રિતોનું નિર્મળ સંયમ પાલન થઈ શકે તે માટે તેઓશ્રી સંયમે પગી ગ્રંથની વાચના આપતાં હતાં. આશ્રિતના સંયમજીવનની પૂરતી કાળજી અને તકેદારી રાખતાં.
તેમનાં લઘુભગિની સા. શ્રી પુણ્યપ્રભાશ્રીજી આદિ પ શિષ્યા-પ્રશિષ્યાઓનાં ગુણીજી હોવા છતાં તેઓશ્રી ખૂબ જ નિરભિમાની, નિઃસ્પૃહી, ભદ્રિક સ્વભાવી તેમ જ પવિત્રતા, નિખાલસતાદિ અનેક ગુણોથી શોભતાં હતાં. તેઓશ્રી શરીરે સ્થૂલ હોવા છતાં પણ અસાર શરીરમાંથી સાર ખેંચવામાં સતત જાગૃત, સંધમમાં કઠોર, ગમે તેવા વિનિ વચ્ચે પણ અણનમ અને આરાધનામાં સદાય તત્પર અડગ રહેતાં. નિર્મળ નામ હતું તેવું જ નિર્મળ સંયમનું પાલન તેમણે કર્યું હતું. તેમનાં માતામહ પૂ. ગુરુણીજી શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ. તેમ જ માતુશ્રી પૂ. સૂયપ્રભાશ્રીજી મ. ની સુંદર વૈયાવચ્ચ ભક્તિ કરવાપૂર્વક સમાધિ અપી તેઓને સદ્ગતિભાગી બનાવ્યાં હતાં.
છેલ્લા સાતેક વર્ષથી તેઓને ડાયાબિટીસ લાગુ પડેલ તેમ જ અવાર–નવાર તાવ પણ આવતા હતા. છતાં પણ સાધારણ સુધારો થતાં મુંબઈથી અમદાવાદ વિહાર લંબાવ્યા. પૂજ્યપાદ પરમ તારક, ગુરુદેવેશ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. ના દશન-વંદનની તેઓશ્રીની અતિ ઉત્કંઠા હતી તે પૂર્ણ થવાની હશે, જેથી રસ્તામાં શારીરિક હુમલાઓ આવવા છતાં પુણ્યદયે અમદાવાદ પહોંચી ગયાં, ને તેઓશ્રીનાં દર્શન-વંદનની તીવ્ર પિપાસા અને વાણ-સુધાપાનની સુધા શમાવવાને સુઅવસર પ્રાપ્ત છે. પરંતુ દેવને તે ન ગમે. અમદાવાદ પહોંચ્યા પછી દિન-પ્રતિદિન તાવ વધતા ગયા. છેવટ સુધી તાવનું નિદાન થઈ શક્યું નહી, ને કેઈ ઉપચાર કારગત નીવડ્યા નહી. ૧૦૫ ડિગ્રી તાવમાં પણ તેઓશ્રી રોજ શ્રી જિનમંદિરે દર્શનાર્થે તેમ જ પૂજ્યપાદ પરમ તારક ગુરુદેવેશશ્રીજીના વંદનાથે પધારતાં. તેઓશ્રીની મુખમુદ્રા સદા સુપ્રસન્ન જોવા મળતી, જેથી બધાં વિસ્મય
ડી. ૧૦૫ ડિગ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org