________________
૨૮૬ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
સ્થિરીકરણ ધમમાગે કરતાં મન સમાધિ મેળવવા માંડ્યુ. મરુધરમાં આંબા ફળે તેમ પ. પૂ. જય ́તવિજયજી ( હાલ આ. શ્રી વિજયજય'તશેખરસૂરી મ.) તથા પ. પૂ. રાજવિજયજી મ. (હાલ આ. શ્રી વિજયરાજતિલકસૂરી મ.)નું ચાતુર્માસ થતાં તેએશ્રીની અદ્ભુત પ્રેરણા સાનુબહેનને મળી. મહાસાગરમાં ડૂબતાં જાણે કોઈ જહાજ મળી ગયુ. “સંસારનાં સુખા કે દુઃખા કર્મ જનિત જ છે. માટે તેનું મૂળ કારણ કના નાશ કરવા એ જ એકમાત્ર ઉપાય છે. કર્મોનાં મૂળિયાં ઉખેડી નાખવાં હોય તો સયમધમ જ સ્વીકારવા જેવા છે.' આટલે ધર્માંના મમ` પામી ગયાં. પેાતાની સદ્ભાવના માસીને દર્શાવી રજા માગી, પણ ૧૦ વર્ષની માલિકા લીલાવતીનું શું ? વિચારાના વમળમાં અટવાતાં સાનુબહેને પુત્રીને ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવાનું ચાલુ કયું વર્ષીતપનું પારણુ કરવા સિદ્ધગિરિજી આવ્યાં. આબુ, તાર’ગા વગેરે તીર્થોની યાત્રા કરી પુના ગયાં. ત્યાં પ. પૂ. આ.શ્રી વિજયભુવનસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ચાલતા ઉપધાનતષમાં ૧૦ વર્ષની કુ. લીલાવતીએ પણ ઉલ્લાસભેર પ્રવેશ કર્યો. આરાધના નિવિઘ્ને પૂર્ણ કરી મેાક્ષની વરમાળા પહેરી. ઉલ્લાસભેર કરાતી આ આરાધનામાં ઊંડે ઊંડે દીક્ષાધમ નું બીજારોપણ પણ થયું અને પૂનાવાળા સંબંધી પ્રભાબહેનની પ્રેરણાથી વાત્સલ્યમૂર્તિ પૂ. સા. લીશ્રીજી મ.ની નિશ્રામાં અભ્યાસ તથા ૯૯ યાત્રા કરવા સિદ્ધગિરિ આવ્યાં. પૂ. લક્ષ્મીશ્રીજી મ. તથા પૂ. જયાશ્રીજી મ.ની વાત્સલ્યભરી સત્પ્રેરણાથી ખીજ વિકસિત થવા લાગ્યુ', ને સચન ધર્મ સ્વીકારવાના દૃઢ સંકલ્પ કરી પરમ તારક, પરમ શાસનપ્રભાવક, શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પુનિત હસ્તે વિ. સં. ૨૦૦૨ના વૈશાખ સુદ ૧૧ના આ બે મુમુક્ષુ માતા-પુત્રીની દીક્ષા મુમુક્ષુ ચંદ્રાવતીબહેનની સાથે થઈ. સાનુબહેનનું નામ સાધ્વીશ્રી સુમ ગલાશ્રીજી અને કુ. લીલાવતીનું નામ સાધ્વીશ્રી અનુપમાશ્રીજી સ્થાપિત કરી પૂ. સાધ્વીશ્રી લક્ષ્મીશ્રીજી મ.નાં શિયાપ્રશિખ્યા તરીકે જાહેર કરાયાં. મુમુક્ષુ ચંદ્રાવતીબહેનને પૂ. સા. ચદ્રોદયાશ્રીજી નામે પૂ. સાધ્વીશ્રી જયાશ્રીજી મ.નાં શિષ્યા તરીકે જાહેર કરાયાં.
ત્રણે નૂતન સાધ્વીજી ગુરુભક્તિ, અભ્યાસ, વિનય, વૈયાવચ્ચાદિ ગુણપુષ્પાની સૌરભથી શૈભવા લાગ્યાં. બાળસાધ્વી અનુપમાશ્રીજીએ કુશાગ્ર બુદ્ધિ, ભણવાની ધગશ, સમર્પિતતા, નિર્દોષતા આદિથી વડીલ ગુરુણી મ.નું મન જીતી લીધું, ને બાલ્યવયમાં પણ દીક્ષા લેતાંની સાથે જ ૫ વષઁ સુધી પારસીનાં પચ્ચ. બિયાસણું નિયમિત કરી બાકીના સઘળા સમય જ્ઞાનાભ્યાસ કરવામાં તલ્લીન બની ગયાં. પૂ. સા. સુમગલાશ્રીજી મ. પણ નિત્ય એકાસણાં કરતાં ભદ્રિક પરિણામે આત્મસાધનામાં તલ્લીન બન્યાં. પ્રથમ ચાતુર્માસમાં જ બાળસાધ્વીએ અનુપમ એવા વમાન તપના શુભ પ્રારંભ કર્યાં. વડીલ ગુરુણીજી મ. તથા પૂ. શ્રી કાંતિવિજયજી મ.ની શુભ પ્રેરણાથી આગેકૂચ શરૂ થઈ. સળંગ ૫૦૦ આયંબિલ કર્યા. બીજી વાર સળગ ૫૪૧ આબિલ કર્યાં. એ દરમિયાન પણ દરરોજ ૫૦૦ માસમણાં આપતાં. કુલ ૫ લાખ ૫૬ હજાર માસમણાં આપ્યાં. સાથે સાથે સંસ્કૃત, પ્રાકૃત, પ્રકરણ ગ્રંથાના અર્થ, વ્યાકરણ, ન્યાય વગેરેને અભ્યાસ અનુક્રમે કરતાં સ્વસાધના સાથે શરણે આવેલા અન્ય આત્માઓને પણ જ્ઞાનામૃત પીરસવા લાગ્યાં. વિ. સ. ૨૦૩૯માં વઃ માનતપની ૧૦૦મી ઓળીની પૂર્ણાહુતિ પરમારાધ્યપાદ ગુરુદેવેશશ્રીજીની પુણ્યનિશ્રામાં કરી સ્વ. પૂ. લક્ષ્મીશ્રીજી મ.ની ભાવનાને સાકાર બનાવી. ફ્રી વર્ધમાન તપના પાયા નાંખી બીજી વારની આરાધનાં હાલમાં કરી રહ્યાં છે. પૂ. સુમંગલાશ્રીજી મ. ૪૧ વર્ષના દીક્ષા-પર્યાય પૂર્ણ કરી સિદ્ધગિરિની છત્રછાયામાં સમાધિપૂર્ણ રીતે વિ. સં. ૨૦૪૩માં મહા સુદ ૫ મે ઊધ્વગામી બન્યાં. સ્વગુરુણીજી પૂ. સુમ ગલાશ્રીજી મ.ના આજીવન અંતેવાસી બની અ ંતિમ નિર્ધામણા પણ સ્વય' કરાવી, વિ, ઔદાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org