________________
૨૨૮]
| શાસનનાં શમણીરત્ન ચરિત્રમાં આત્મકલ્યાણની ભાવનાથી રંગાઈને જેનશાસનની પ્રભાવના કરનાર બાળબ્રહ્મચારિણી, વિદુષી પ્રશાંતમૂતિ, વાત્સલ્યવારિધિ પૂ. સા. શ્રી હેમેન્દ્રથીજી મહારાજે શ્રી સાગરાનંદસૂરિજીના સાધ્વીજી-સમુદાયમાં ઉચ્ચ કોટિનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એવાં સમર્થ એ સાધ્વીરત્નાને કેટિઃ વંદના !'
પૂ. સાધ્વીશ્રી હેમેન્દ્રશ્રીજી મહારાજ
આભપ્રભાશ્રીજી હેમપ્રભાશ્રીજી આમાનંદશ્રી
વીરેશાશ્રીજી માનાસ્ત્રી
હર્ષયશાશ્રીજી કીતિ પ્રભાશ્રીજી
રત્નશાશ્રીજી
નવરાત્રી | ચંદ્રયશાશ્રી
મીનેવાથી
યશવીરાથી
પ્રખર વિદુધી, કુશળ વ્યાખ્યાતા અને મહાન તપસ્વિની પૂ. સાધ્વીજી મયણાશ્રીજી (સૂર્યશિશુ) મહારાજ
| દિન-પ્રતિદિન સરી જતાં વર્ષોનાં વહાણાં વાય; પણ યાદોની કિરણ ક્ષણ ક્ષણ ચમકતી જ રહી! જેમણે તાર્યા, સીંચ્યાં, કોર્યા; જેમની ગેદમાં સંયમનાં વર્ષો વિતાવ્યાં, જેમની કૃપા વિનાની પ્રત્યેક પળ અંતરને ભીંજવી જાય છે; એવા ગુરુદેવની જિંદગીનાં આલેખન કરવા સરળ નથી. એ મહાન જીવનને શબ્દાંકિત કરવાની શક્તિ પણ કયાં છે? પણ ગુરુભક્તિના રંગે રંગાયેલી અનુઠી ભાવના શક્તિમાન બનાવશે એવી શ્રદ્ધા છે.
સુરત શહેરની એાસવાલ જ્ઞાતિના ઝવેરી કુટુંબના શ્રીયુત્ શ્રેષ્ઠીવર્ય જીવણચંદ દયાચંદ મલ અને તેમના ધર્મ પત્ની ધર્મશીલા ગુલાબબેને પિતાનાં સંતાનોને ધર્મસંરકારે સીચ્યાં હતાં. માતા ગુલાબબેનની અંતરમાં ઊંડે ઊંડે ભાવના રહેતી કે, આ અસાર સંસારમાં પડી, પરંતુ મારાં સંતાને વીરના માળે જાય તે જીવન ધન્ય બને. જ્યારે આ ભાવના ખીલીને પુષ્પમાં પાંગરી ત્યારે ગુલાબબેનને અનહદ આનંદ થયે. એ શુભ ઘડી આવી પહોંચી, જ્યારે એક નહિ, બબ્બે પુત્રીઓ-જયાબહેન અને મીનાક્ષીબહેન-સંયમ ગ્રહણ કરવા ઉત્સુક બની. એમાં મીનાક્ષીબહેન તે પૂરાં ૧૫ વર્ષનાં પણ ન હતાં, જે સ્વભાવે રમતિયાળ છતાં વિચક્ષણ, સ્વરૂપે સુંદર અને કમળ છતાં મક્કમ, મધુરભાષી અને પ્રતિભાસંપન્ન હતાં. કુટુંબીઓને મનમાં થતું કે, “આ નાની બાળકી સંયમની કઠોર યાતના કેમ સહશે?' ઘણું સ્વજનેએ સમજાવ્યાં કે, સંયમપંથે કઠિન છે. પરંતુ ગુરુકૃપાના આહ્વાને જેની આંતષ્ટિ બોલી નાખી, તે સંસારના ભયાનક માર્ગને સહામણે કેમ માની શકે?! સહુના આશિષ-અભિષેક લઈને મીનાક્ષીબહેન વૈરાગ્યના પંથે ચાલવા તત્પર થયાં. માતા-પિતાએ સમેતશિખરજીની યાત્રા કરવા મોકલ્યાં. એ તીર્થભૂમિના દર્શને હૈયામાં અલૌકિક અનુભૂતિ જાગી. વતનમાં આવતાં જ દીક્ષાની તૈયારી થવા લાગી. સુરત મુકામે ખૂબ જ ઠાઠમાઠપૂર્વક સં. ૨૦૦૫ના મહા સુદ ૨ ને દિવસે પ. પૂ. આગદ્ધારક આચાર્ય ભગવંતશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ધમ ધ્વજ ગ્રહણ કર્યો. અને જેઓશ્રીના સંસગે સંયમ ગ્રહણ કરવાની ભાવના જાગી તે સૌમ્યમૂર્તિ સાધ્વીજી શ્રી સુમલયાશ્રીજી મહારાજનાં શિષ્યા શાંતમૂનિ શ્રી સૂર્યકાંતાશ્રીજી મહારાજનાં શિષ્યા સા. શ્રી મયણાશ્રીજી તરીકે પ્રસિદ્ધ થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org