________________
શાસનનાં શમણીરત્ન |
૬ ૨૨૭ પૂ. શ્રી પુષ્પાશ્રીજી મહારાજના વડીલ બંધુની જીવનલતાનાં પુપે નિહાળ્યાં. હવે નાના બધુ વાડીભાઈનાં જીવનવૃનાં પુષ્પ નિહાળીએ. પુત્ર મુકુન્દભાઈ પૂ. આ. શ્રી યશેભદ્રસાગરસૂરિજી મહારાજ અને પુત્રી ભદ્રાબેન પૂ. સા. શ્રી નેહપ્રભાશ્રીજી મહારાજ બન્યાં, જેઓ બાલવયે દીક્ષા ગ્રહણ કરી આજે દીઘ દીક્ષા પર્યાય પાળતાં ઉત્કૃષ્ટ આત્મસાધના કરી રહ્યાં છે. આવાં શ્રેમણરત્નોની પરંપરા અનંત છે. આ કળિકાળમાં પણ આવી પરંપરા પ્રવર્તે છે એ એક સદ્ભાગ્યની વાત છે. એવાં શમણીરત્ન સહુકેઈન આદરના અધિકારી હોય છે. એવાં શમણીરત્નોને શત શત વંદના...
રવ-પર કલ્યાણમાગે અગ્રેસર, વ્યાખ્યાતા, વિદુષી અને શાસનપ્રભાવિકા
પૂ. સાધ્વીરત્ના શ્રી હેમેન્દ્રશ્રીજી મહારાજ
નવપદ-આરાધક શ્રીપાલ મયણના નામ સાથે સંકળાયેલા બીલીમોરા નગરના ધર્મિષ્ટ પરિવાર વીરચંદભાઈના કૃષ્ણજી કુળમાં દિવાળીબેને સં. ૧૯૮૫ના ચૈત્ર સુદ ૮ ને દિવસે એક કન્યારત્નને જન્મ આપે. માતા-પિતાએ નામ આપ્યું હંસાબેન. “આકૃતિ ગુણાત્ કથતિ” એ ન્યાયે હંસાબેન બાલ્યાવસ્થાથી જ તેજસ્વી, ગભીર અને શાંત મુખમુદ્રાવાળાં હતાં. માત-પિતાના ધાર્મિક સંસ્કારોના સિંચનથી હસાબેન (શારદાબેન) દિનપ્રતિદિન સામાયિક, પ્રતિકમણ, પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ, ગુરુમહારાજના સત્સંગ આદિથી ધર્મના રંગે રંગાયાં. વ્યાવહારિક શિક્ષણમાં અને ધાર્મિક અભ્યાસમાં તેમની સ્મરણશક્તિ અભુત હતી. આ ગુણ યાવત, જીવન રહેવાને કારણે તેઓશ્રીને અનેક ગાથા-સૂત્રો આદિ કંઠસ્થ રહેતાં. ઉપધાન તપની આરાધના કરીને ચારિત્રને પાયા નાખે. સા. શ્રી પુષ્પાશ્રીજી મહારાજનાં શિખ્યા પૂ. સા. શ્રી પ્રભંજનાશ્રીજી મહારાજના પરિચયથી વૈરાગ્યવાસિત થયાં. પૂર્વભવના સંસ્કારની પ્રબળતા અને વર્તમાનમાં માતા-પિતાના સંસ્કારસિંચનથી સંવર્ધિત થઈ સૂર્યપુરી (સુરત) માં સં. ૨૦૦૩ ના માગશર વદ ૪ ને શુભ દિને સંયમપંથે પ્રયાણ કર્યું. હુંસાબેનના હુલામણા નામે પરિચિત હતા તે હવે શ્રી હેમેન્દ્રશ્રીજીના નામથી મુક્તિમાર્ગના યાત્રી બન્યાં.
દીક્ષા લીધા પછી જ્ઞાન પાસના શરૂ કરીને સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત અને અન્ય ગુજરાતી ભાષાના જૈન સાહિત્યને તલસ્પર્શી અભ્યાસ . ૫૦૦ આયંબિલ, સિદ્ધગિરિની ૯ યાત્રા વગેરે કરીને કમનિજર કરવા સાથે સુંદર આરાધના કરતાં કરતાં સંયમ જીવનને ઉજમાળ બનાવ્યું. મુંબઈમાં પાર્લા, મલાડ, શાન્તાક્રુઝ અને બીલીમેરા, નવસારી, સુરત, અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળોએ ચાતુર્માસ કરીને ભાવિકાઓને અપૂર્વ આરાધના કરાવી શાસનની પ્રભાવના કરી. ચારિત્રની સાધનામાં તેમ જ તપ અને સ્વાધ્યાયમાં સદાય પ્રસન્નચિત્ત રહેવા સાથે શ્રાવિકા એને ધર્મબોધ પમાડીને તેઓને ધર્મકાર્યમાં જોડતાં રહ્યાં. તેઓના મધુર કંઠે સ્તવન, સક્ઝાય આદિનું શ્રવણ કરી સૌકઈ ભક્તિરસમાં લીન બની જતાં. એમની અમૃતઝરતી વાણીમાંથી વાત્સલ્ય અને હિતકારી વચનેની સદાય વૃષ્ટિ થતી. બીલીમોરામાં મહિલા મંડળની સ્થાપના અને અન્ય ક્ષેત્રોમાં ધમપ્રવૃત્તિઓ દ્વારા શાસનની સુંદર પ્રભાવના કરી. પાછલાં વર્ષોમાં કેન્સર વ્યાધિ લાગુ પડ્યો. વેદના અસહ્ય બની. છતાં “સાધુજી સમતા ધરીએ” વાતને આત્મસાત્ બનાવવા નમસ્કાર મહામંત્રના સ્મરણપૂર્વક, શ્રી આદીશ્વર દાદાના ધ્યાનમાં, પારાવાર વેદના વચ્ચે પણ શાંતિભાવમાં લીન રહ્યાં અને સં. ૨૦૩૭ ના અષાઢ વદ ૮ ને દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org