________________
શાસનનાં શ્રમણરત્ન
મનગમતાં ગુરુદેવના ચરણે સમર્પિત થતાં સંયમજીવનમાં અનેરો ઉત્સાહ અને પુરુષાર્થ જાગે. પૂ. ગુરુદેવની કૃપાથી અને વડીલ ગુરુબહેને પૂ. શ્રી પદ્મલતાશ્રીજી મહારાજ તથા પૂ. શ્રી યશોધરાશ્રીજી મહારાજની પ્રેરણાએ જ્ઞાન-ધ્યાને પ્રવૃત્ત બન્યાં. તપ અને ત્યાગમાં જીવનને પ્રવૃત્ત બનાવી રહ્યાં. સંયમજીવનના પ્રાણરૂપ જ્ઞાન–સ્વાધ્યાય-ભક્તિ–તપ આદિમાં પોતાના જીવનને ધન્ય માનવા લાગ્યાં. પૂજ્યશ્રીને વાચનને શાખ ગજબનો હતા. આથી લેખન માટે પણ કુદરતી અફરણા થવા લાગી. આત્માની અગમ અનુભૂતિઓ, વિહારક્ષેત્રનાં વિવિધ દ, અનુભૂતિયાગ વગેરે વિષય પર કલમ ચલાવવા લાગ્યાં. પ્રથમ લેખ “કલ્યાણ” અંકમાં આપે. ત્યાંથી સારો સહકાર મળતાં ગુલાબ, સુવા, શાંતિસૌરભ આદિ સામયિકેમાં સાહિત્ય પીરસતાં રહ્યા અને જોતજોતામાં મયણાશ્રીજીને બદલે “સૂર્યશિશુ તખલ્લુસથી પ્રખ્યાત થયાં. અને શ્રી સાગરાનંદસૂરિજી સાથ્વીસમુદાયમાં સાહિત્યક્ષેત્રે પૂજ્યશ્રીનું નામ પ્રથમ પંક્તિનું અધિકારી બની રહ્યું. આજ સુધીમાં તેઓશ્રીનાં પ્રસિદ્ધ પુસ્તકોની સંખ્યા ત્રીશી ઉપરની થવા જાય છે, જેમાંથી કેટલાંક આ પ્રમાણે છે :
કથા સાહિત્ય : કુલદીપક. માથાની જાળ, સંસારનાં વહેણ ભા. ૧ થી ૩, વૈરનાં વિષપાન, સંસારની સહિષ) નારી, વીણેલાં મોતી, પલટાતા રંગ, જીવનધન, ઉઉસ, પ્રેરણાપ્રકાશ, પ્રેમપીયૂષ. જીવનગુલાબ, શાંતિઝરણાં, વીર ! તારી વાતો વગેરે.
ભક્તિકાવ્ય : પુષ-સુમલય સૌરભ, આનંદ-ચંદ્ર-તિ, ભક્તિની મસ્તી, પ્રભુપ્રીતનાં ગીત, સંગીતની સરગમ, પદ્મપરિમલ, ભક્તિમાધુરી, વંદના વગેરે. પિતાન જેવા સાહિત્ય તેવો સહવર્તીઓને પણ થાય તે માટે પ્રેરણા કરતાં.
પૂજ્યશ્રીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, આંધ્ર, ઓરિસા, બિહાર, બંગાળ, માળવા. મદ્રાસ, બેંગ્લેર, મૈસુર, ઉટી, કોઈમ્બતૂર, સોલાપુર, હૈદરાબાદ, મુંબઈ, પૂર્વ ખાનદેશ વગેરે સ્થળોએ વિહાર કર્યો. વડીલ ગુરુબહેન પૂ. શ્રી પદ્મલતાશ્રીજી મહારાજની નિશ્રામાં ૧૩ ઠાણાં સાથે ત્રણવાર શિખરજીની યાત્રા કરી હતી. દરેક કાર્યોમાં પૂ. પદ્મલતાશ્રીજી તેઓશ્રીના પ્રેરણાદાતા રહેતાં. એ પ્રેરણાને પ્રભાવે પૂજ્યશ્રીએ અનેકવિધ શાસનકાર્યો પણ કરાવ્યાં. ગુરુસ્મૃતિમાં ૪૫ ફૂટ ઊંચા આગમસ્તંભ કપડવંજમાં બનાવરાવ્યા. ભુજ, લુણાવાડા, શિરપુર, શૃંગાવ. કલકત્તા વગેરે શહેરોમાં ભક્તિમંડળની સ્થાપના કરી. હૈદરાબાદમાં સુધર્માસ્વામી લાઈબ્રેરી. કેઈમ્બતૂરમાં શ્રીસંઘની સ્થાપના કરાવી. જમુન્દ્રીમાં સંઘની એકતા કરાવી, પાલીતાણામાં સૂર્યશિશુ સાધના સદનની રચના કરાવી. વરતેજથી શત્રુંજયગિરિને છરી પાલિત સંઘ, ઘોઘાની ચૈત્ય પરિપાટી, મહુવામાં ઉપધાન તપની આરાધના આદિ પૂજ્યશ્રીની પ્રેરણા સુસંપન્ન થયાં. ઉપરાંત, ઉજમણાં, ઉત્સ, ઈનામી પરીક્ષાઓ. અપર્ધાઓ, પ્રતિમાજીઓ ભરાવવી આદિ અનેક સ્તુત્ય કાર્યો તેઓશ્રીની પ્રેરણાથી થયાં હતાં.
માસક્ષમણ, માસક્ષમણ, દશ, નવ, અઠ્ઠાઈ આદિ ઉપવાસ, નવપદની ઓળી, વર્ધમાન તપની ૨૮ ઓળી, વીશસ્થાનક અહ૬ પદની અઠ્ઠમથી આરાધના, છથી વરસીતપ, ઉપવાસથી બે વરસીતપ-એ રીતે નાનીમેટી અનેક તપશ્ચર્યા કરી. સંયમજીવનમાં પૂજ્યશ્રીએ ઘણું ઘણું સાધ્યું. જે ક્ષેત્રમાં પગ મૂકતાં તે ક્ષેત્રને જીતી લેતાં. તેઓશ્રીના અંતરમાં અવનવી ભાવનાઓ
ના કુવારા ઊતા. વિચક્ષણ વ્યક્તિત્વને પ્રભાવ પ્રત્યેક ચાતુર્માસ વિધવિધ સદ-પ્રવૃત્તિ. એથી ઝળહળી ઊઠતું. સાધુ ભગવંતો ન હોય એવાં ક્ષેત્રમાં પૂજ્યશ્રીનાં પ્રવચનેથી વાતાવરણ ગાજી ઊઠતું. પૂજયશ્રી પોતે જ જ્ઞાનની શીતલ પબ હતાં. કોઈ પણ સમુદાય કે ગચ્છનાં સાધ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org