________________
શાસનનાં શ્રમણરત્નો !
[ ૨૧ જ્ઞાન-ધ્યાન-તપના સાધક અને આરાધક પૂ. સાધ્વીજી શ્રી દિવ્યાંગનાશ્રીજી મહારાજ પૂ. સાધ્વી શ્રી દિગનાશ્રીજી મહારાજ પણ શ્રી સાગરાનંદસૂરિજીના સાધ્વી સમુદાયનું એક રત્ન છે. તેમનો જન્મ સુરત મુકામે કારતક સુદ ૧૧ ના થયો હતો. માતાનું નામ કાન્તાબેન પિતાનું નામ રતિભાઈ અને તેમનું પોતાનું નામ કલ્પના હતું. પૂ. પં. શ્રી અશોકસાગરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી, પૂ. સા. શ્રી મલયાશ્રીજી મહારાજના વિશાળ શિખ્યા પરિવારમાં જમા કમે સાધ્વી શ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજીના શિષ્યાપદે સાધ્વી શ્રી દિવ્યાંગનાશ્રીજી નામે ઘોષિત થયાં. દીક્ષા પામીને ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, કર્મગ્રંથ (અર્થસહિત), દશવૈકાલિક સિંદૂર પ્રકરણ (અર્થસહિત), તત્ત્વાર્થ સૂત્ર જ્ઞાનસાર અષ્ટક, બૃહદ્ સંગ્રહણી (અર્થસહિત), તર્કસંગ્રહ,
દ્વાદમંજરી વગેરેનું અધ્યયન કર્યુ. જ્ઞાનપાંચમ, પિષી દશમ, ચૈત્રી પૂનમ, નવપદજીની ઓળી, અદ્રા, સિદ્ધિતપ. વર્ધમાન તપની ૨૬ ઓળી આદિ તપશ્ચર્યા કરેલ છે. પૂજ્યશ્રી સ્વભાવે સરળ, શાંત, સૌમ્ય હોવાને લીધે તેમના હસ્તે શાસન-પ્રભાવક કાર્યો થતાં રહ્યાં છે. તેઓશ્રી નિરાયમ દીર્ધાયુ પામી પ્રભાવના કરતાં રહો એવી મંગલ કામના સાથે શતશઃ વંદના!
[પૂજ્ય સાગરાનંદસૂરિજીના સાધ્વીસમુદાયમાં પૂ. હર-પુષ્પાશ્રીને પણ વિશાળ પરિવાર છે, જે પરિવારનાં કેટલાંક સાથ્વીરત્નોને અહીં પરિચય આપવામાં આવે છે] ત્યાગના માર્ગે સર્વ કુટુંબીજનોને જોડનારા અને વિશાળ સાથ્વી
પરિવારથી અલંકૃતા પૂ. સાધ્વીરત્ના શ્રી પુષ્પાશ્રીજી મહારાજ
ગુજરાતમાં આવેલાં કપડવંજ શહેરની પુણ્યવંતી ધરા પર જિનશાસનની શેભાની અભિવૃદ્ધિ કરનારાં ભવ્યતમ ૯-૯ જિનાલયે છે. અમુક જિનાલયે પ્રાચીન કલા-કારીગરીથી શોભી રહ્યાં છે. જિનેશ્વરદેવની પ્રતિમાઓ સાક્ષાત્ પરમાત્માનાં દર્શન કરાવે છે. શ્રી ચિંતામણિદાદાના મંદિરમાં ફરતી પ્રદક્ષિણામાં વર્તમાન ચોવીશીના ચાવશે તીર્થકરની વર્ણ પ્રમાણેની પ્રતિમાજીઓ નયનને આનંદ આપે છે. આ નગરી નવાંગી ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવસૂરિજી મહારાજની નિર્વાણભૂમિ છે. તેઓશ્રીની સ્મૃતિમાં શહેરના મધ્યભાગમાં શ્રી અભયદેવસૂરિ જ્ઞાનમંદિર શોભે છે. વીરવિભુના ૧૧ ગણધર ભગવંતની તથા ધ્યાનસ્થ આગમ દ્વારકશ્રીની મૂતિથી બિરાજિત શ્રી આગમસ્થંભ અદ્ભુત લાગે છે. આ ભાગ્યવંત શહેરની કીતિ પર કળશ ચડાવનાર પૂજ્યપાદ આગમ દ્વારક શ્રી મહારાજના પટ્ટાલંકાર (૬ વર્ષે બાલદીક્ષિત) પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરિજી મહારાજના ઉપદેશથી નિર્માણ પામેલ “શ્રી આગદ્ધારક સ્મારક ભવન ભવ્યતાના ચમકારા ચમકાવી રહ્યું છે.
વિશાનીમા જ્ઞાતિના ખૂબ જાણીતા પરિખ કુટુંબમાં શ્રી ઝવેરચંદ શીવલાલ અને તેમનાં ધર્મપત્ની માનકુંવરબેન જીવનને ધર્મમાગે ધન્ય બનાવી રહ્યાં હતાં. આ ધર્મનિષ્ઠ દંપતીને સેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org