________________
[ શાસનનાં શમણીરત્નો ચંદભાઈ નામે એક પુત્ર અને પ્રધાનબહેન નામે એક પુત્રી. બંને સંતાને પણ એવા જ ધર્મના રંગે રંગાયેલાં. પુત્રી પ્રધાનબહેનના લગ્ન આ જ શહેરમાં રહેતા અને એ જ જ્ઞાતિના ખ્યાતનામ ગાંધી કુટુંબના શ્રેષ્ટિવર્ય શ્રી માણેકચંદભાઈના સુપુત્ર લલ્લુભાઈ સાથે થયાં હતાં. તેમના દામ્પત્યજીવનના ફળસ્વરૂપે તેઓને બે પુત્રોની પ્રાપ્તિ થઈ. સંસારી જીવન અને પુત્રોના જતન સાથે પ્રધાનબહેનના જીવનમાં ધર્મનું રટણ પણ વિશેષપણે જોવા મળતું. એવામાં કમની ગહનતાનો દુઃખદ પ મળે. જીવનસાથી લલ્લુભાઈનું જીવનકુસુમ કરમાઈ ગયું. પ્રધાનબહેનનું જીવન પણ પ્લાન થઈ ગયું. પરંતુ ગળથૂથીના ધર્મસંસ્કાર કામ કરી ગયા, એટલે જીવનમાં સમતા વૈર્યતા અને હિંમત બનતી રહી. તેને દઢ બનાવવા પિતૃપક્ષને સગ પણ મળતા રહ્યાં. બંને પુત્રો યુવાન થયા. બંનેને પરણાવ્યા. બંનેને ત્યાં પારણાં બંધાયાં. તે દરમિયાન સતત જ્ઞાનાભ્યાસને લીધે તથા પૂ. ગુરુભગવંતની વૈરાગ્યસભર વાણીના શ્રમણ-મનનને લીધે પ્રધાનબહેનની સંસારની અસારતા દઢ થતી જતી. સંસાર માટે બધું કર્યું, હવે સર્વ કંઈ આત્મકલ્યાણ માટે જ કરવાને મન તલસી રહ્યું. એ માટે વડીલોની સંમતિ માગી. અને સંમતિ મળી પણ ગઈ.
વિ. સ. ૧૯૮૭ના વૈશાખ સુદ ૧૦ના દિવસે સ્વભત્રીજા કાંતિલાલની સાથે કપડવંજ મુકામે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. કાંતિલાલ મુનિશ્રી કંચનવિજયજી બન્યા અને આગળ જતાં પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી નામે પ્રસિદ્ધ બન્યા. જ્યારે પ્રધાનબહેન પૂ. શ્રી હીરશ્રીજી મહારાજનાં શિખ્યા શ્રી પુષ્પાશ્રીજી બન્યાં. તેમની દીક્ષા બાદ બે-ત્રણ મહિનામાં જ તેમનાં પુત્રવધૂ કુમળા છેડ જેવા પુત્ર પન્નાલાલને મૂકીને દુનિયા છેડી ગયાં. બાદ જેસંગભાઈ એ ચંદનબહેનને જીવનસાથી બનાવ્યા. પ્રધાનબહેનના પુત્ર પૈકી મોટા પુત્ર પોપટલાલને એક પુત્રી કંચનબહેન હતાં. અને નાના પુત્ર જેસંગભાઈને એક પુત્ર પન્નાલાલ અને એક પુત્રી કાંતાબેન હતાં. થોડા સમયમાં જેસંગભાઈનું અવસાન થયું. આ આઘાતથી જાણે સમગ્ર કુટુંબ પર વૈરાગ્યનાં વાદળ છવાઈ ગયાં! જન્મજાત ધર્મની પ્રબળ ભાવના અને પૂર્વોપાજિત ચારિત્રાવરણીય કર્મના પશમે મોટા પુત્ર, પુત્રવધૂઓ તેમ જ પૌત્ર-પૌત્રીઓ સહ સંયમના પંથે સંચર્યા. ઘરને સદાને માટે તાળાં વસાઈ ગયાં ! શ્રેષ્ઠ પુત્ર પિોપટભાઈ તે પૂ. ૫. શ્રી પ્રબોધસાગરજી, પૌત્ર પન્નાલાલ તે પૂ. આચાર્ય પ્રમદસાગરસૂરિજી, જ્યેષ્ઠ પુત્રવધૂ પ્રભાવતીબહેન તે પૂ. સા. શ્રી પ્રભંજનાશ્રીજી અને લધુ પુત્રવધૂ ચંદનબહેન તે પૂ. સા. શ્રી ચંદ્રગુપ્તાશ્રીજી તથા પૌત્રીઓમાં કંચનબહેન તે પૂ. સા. શ્રી કનકપ્રભાશ્રીજી અને ચંદનબહેનની પુત્રી તે પૂ. સા. શ્રી નિત્યદયાશ્રીજી બન્યાં. સમગ્ર કુળ ધન્ય ધન્ય બની ગયું.
પૂ. સા. શ્રી પુષ્પાશ્રીજી મહારાજે સંયમ સ્વીકારી આરાધ ભાવ કેળવ્યું. દર્શન-જ્ઞાનચાત્રિ-તપ એ ચારે પ્રકારના ધર્મારાધનમાં નિમગ્ન બન્યાં. તેઓ દેરાસરે દર્શન માટે જાય ત્યારે પરમાત્મા સાથે તદાકાર બની જતાં. તેમને અનેક સૂત્રો કંઠસ્થ હતાં. કર્મ ગ્રંથ આદિની પ્રવૃતિઓ પણ કંઠસ્થ હતી. પિતાના સાવી પરિવારને પણ જીવવિચાર, નવતત્ત્વ, દંડક, સંગ્રહણ, કર્મગ્રંથ આદિ અર્થ સહિત કડકડાટ ભણાવતાં. ચારિત્રશુદ્ધિમાં–ક્રિયામાં તેમનું અપ્રમત્તપણું ગજબનું હતું. તેઓએ નાનાં-મોટાં અનેકવિધ તપની આરાધના કરીને કર્મોને જલાવ્યાં હતાં. સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરતાં કરતાં ૩૦ વર્ષ વિતાવ્યાં. હૃદયની બીમારીથી પીડાતાં હતાં. હાર્ટ-એટેકનું દર્દ હતું. અન્ય બીમારીઓની પણ અસહ્ય વેદના હતી. તે છતાં સમતાભાવ અદ્ભુત હતો. વિ સં. ૨૦૧૭ના ચૈત્ર સુદ ૮ને દિવસે કપડવંજ મુકામે સમતાભાવમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org