________________
૨૨૦ ]
[ શાસનનાં શમણીરત્નો ત્યાં ટ્રક આવીને ત્રણ પૈકી એકને જમ્બર ધકો માર્યો. સાધ્વીજી પટકાઈ પડ્યાં. ટ્રક તેમના બંને પગ પર ફરી વળી! પગ લગભગ શરીરથી છૂટા થઈ ગયા! લેહીને ધોધ છૂટ્યો! અને પ્રાણ જાઉં જાઉં કરી રહ્યા ! પરંતુ પૂ. સાધ્વીજી મહારાજ મક્કમ હતાં. નહિ ચિચિયારી કે નહિ વેદનાને ઊંહકાર. સ્થિરતા અને સમતાની મૂતિ બની રહ્યાં ! અને ધીમે ધીમે ઉચ્ચારણ શરૂ થયું, વેદનાનું નહિ, નવકાર મંત્રનું! સહવતી સાધ્વીજી પૂછે છે: “શાતામાં છે?” પ્રત્યુત્તર મળે છેઃ “હા. હું શ્રી નવકાર ગણું છું.'
પ્રિય વાચક! આ સમયે કેવી વેદના, કેટલું દુઃખ થતું હશે? ભાગ્યશાળી! એવું ન માનશે કે આ સાધ્વીજી મહારાજ દીર્ઘ સંયમી હતાં. તેઓશ્રી સં. ૨૦૩૮માં પોતાના પુત્રને દીક્ષિત (મુનિશ્રી અક્ષયચંદ્રસાગર) બનાવી, પોતે ૪૭ વર્ષની ઉમરે સં. ૨૦૪૦માં વૈશાખ વદ ૧૦ના પોતાના પતિ (હાલ પૂ. શ્રી જગતચંદ્રસાગરજી) તથા પિતાની પુત્રી (હાલ શ્રી દિવ્યધર્માશ્રીજી) સાથે સાબરમતી (અમદાવાદ) મુકામે પૂ. ૫. શ્રી અશોકસાગરજી મહારાજ, પૂ. ગણિશ્રી જિનચંદ્રસાગરજી મહારાજ તથા પૂ. ગણિશ્રી હેમચંદ્રસાગરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લઈ અને પૂ. સા. શ્રી જિનધર્માશ્રીજીનાં શિષ્યા બની પૂ. સા. શ્રી વીર્યધર્માશ્રીજી નામે પ્રખ્યાત થયાં હતાં. એટલે કે તેમના માત્ર ૬ વર્ષના દિક્ષા પર્યાયમાં જ આ અકસ્માત થયો હતો!
જો કે દીક્ષા પર્યાય અપ હતો, પણ પિતાનાં પ્રગુણી પૂ. સા. શ્રી વરધર્માશ્રીજી મહારાજ તથા ગુરુણી પૂ. સા. શ્રી જિનધર્માશ્રીજી મહારાજના સાન્નિધ્યમાં એવા સમતારસનું પાન કરતાં શીખ્યાં કે જે આવા સમયે અપૂર્વ સમાધિ પ્રદાતા બની શકે. જેમ પેલા ૫૦૦ શિષ્યએ અભવિ-પાપી પાલક પર અંશતઃ પણ દ્વેષ ન કર્યો, તેમ પૂજ્યશ્રીએ પણ ટૂકવાળા પર અંશતઃ દ્વેષ ન કર્યો. ઉપરથી કહ્યું કે “ ટૂકવાળાને કશું કરશો નહિ.” કે ક્ષમાભાવ! સમતાભાવ! કેવી સમાધિ! વળી, પોતાના પુત્રી–મહારાજ સાથે જ છે, છતાં. “આને સાચવજે” એવી ભલામણ નહિ. મહરાજાને જીતી લીધે! સહવતી સાધ્વીજી મહારાજેએ ધર્મશ્રવણ કરાવ્યું રાખ્યું, પચ્ચકખાણ કરાવ્યું આમ પણે કલાક ચાલ્યું. અને બરાબર અંત સમય આવ્યા જાણી ‘હ જાઉં છું” એમ કહી સ્વઅંગુષ્ટ વેઠે ફેરવતાં, નવકાર ગણતાં, સ્વર્ગે સિધાવ્યાં.
તુરત જ હાહાકાર મચી ગયે. સર્વ જડ બની ગયાં. હતાશ બની ગયાં. ભારે પગે આકેલા પધાર્યા. પૂજ્યશ્રીનો મૃતદેહ પણ આકોલા લાવવામાં આવ્યું. ત્યાં પૂ. ઉપાધ્યાયશ્રી નરેદેવસાગરજી મહારાજ આદિ બિરાજમાન હતા. તેઓશ્રીએ સર્વને શાંત કર્યા. સાબરમતીથી તેમના સંસારી પુત્ર અશ્વિનભાઈને બોલાવવામાં આવ્યા. લગભગ ૧૦ હજારની જન-જૈનેતરના મેદની વચ્ચે અંતિમયાત્રા નીકળી. પંચાહ્નિકા મહોત્સવ પણ ત્યાં જ નક્કી થયું. સાધ્વીજીની ગુણાનુવાદ સભા ન હોય, પણ ત્યાં બે-અઢી હજાર માનવમેદની વચ્ચે સભા થઈ
ભલે છેલ્લું સંઘયણ. શરીરને બાંધે કમર. માનસિક શક્તિ મંદ. છતાં સ્થિરતા, દઢતા, સમતામાં પૂજ્યશ્રી અદ્વિતીય રહ્યાં. એવા ઉત્તમ સમતાધારી સાધી રત્નાશ્રીને શત શત વંદના!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org