________________
શાસનનાં શમણીરને
[ ૨૦૩ તેમ, પૂ. સાધ્વીશ્રી કનકપ્રભાશ્રીજી મહારાજનો સંપર્ક થતાં માતા-પુત્રી–નર્મદાબેન અને નિર્મળાબેન–સંયમ-ભાવનામાં વધુ દઢ થયાં. અને સં. ૨૦૦૪ના વે. વદ ૩ના શુભ દિને ત્યાગમાગને સ્વીકાર કરતાં આગદ્ધારક સમુદાયના આજ્ઞાતિની શિવ-તિલક-હેમતીર્થ શ્રીજીનાં શિખ્યા સાધ્વીશ્રી સુરપ્રભાશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી કનકપ્રભાશ્રીજી મહારાજનાં શિષા શ્રી નિત્યોદયશ્રીજી તથા શ્રી નિરૂજાથીજી નામે ઘવિત થયાં. સંયમ સ્વીકારી પૂજ્યશ્રી યાત્રા, તપસ્યા, ત્યાગ, વૈયાવચ્ચના ગુણ પ્રગટાવી જીવન ધન્ય કરી ગયાં. ૩૨ વર્ષને શુદ્ધવિશુદ્ધ સંયમપર્યાય શોભાવી ગયાં; એવા આદણીય ગુરુદેવને કેટિશઃ વંદના !
ઉત્તમ ત્યાગી – વૈરાગી અને સમતાધારી તપસ્વિની પૂ. સાધ્વીરત્નાશ્રી ધર્માનંદશ્રીજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ અર્ધ શત્રુંજય તુલ્ય જામનગર શહેરમાં વિ. સં. ૧૯૬૧ના ચેત્ર વદ પાંચમે થર્યો હતો. માતાનું નામ લક્ષ્મીબાઈ પિતાનું નામ ખુશાલભાઈ અને સ્વનામ ભુરીબહેન હતું. ભુરીબહેનને ૧૩ વર્ષની ઉંમરે માતાપિતાએ હવશ શેઠશ્રી રૂપશીભાઈ બેચરદાસ વૈદ્યના પુત્રરત્ન પ્રતાપરાય સાથે લગ્નગ્રંથિથી જોડડ્યાં. સુસંસ્કારી ભુરીબહેન શ્વસુરગૃહે દરેક પ્રકારની ફરજ બજાવતાં ગૃહિણી પણાને શોભાવી રહ્યાં હતાં. એવામાં અશુભ કર્મના યોગે ૨૮ વર્ષની ભરયુવાનીમાં પ્રતાપભાઈ સ્વર્ગે સિધાવ્યા; અને તેમના માથે વૈધવ્યનું અસહ્ય દુઃખ આવી પડયું. તેમ છતાં ધર્મસંસ્કારે મનોબળ કેળવી છે. સાસુ-સસરાની સેવામાં મગ્ન રહ્યાં. વડીલોને સ્વર્ગવાસ પછી. સંસારની અસારતા જાણી, સંયમ સ્વીકારી આત્મકલ્યાણ સાધવાની તાલાવેલી જાગી. તેમ છતાં કુટુંબીજનો તરફથી તુરત અનુમતિ ન મળતાં છ વર્ષ પૂરેપૂરી કસોટીમાં ગયાં. અંતે માતાજી લક્ષ્મીબેન વગેરેએ તેમની તીવ્ર વૈરાગ્યભાવના જાણી સંમતિ આપતાં ભુરીબહેને પોતાની વ્હાલસોયી પુત્રી મનોરંજનને પણ તે સંસારની દુર્ગતિમાં ન જાય અને આત્માનું કલ્યાણ સાધે એ હેતુથી તેને પણ ત્યાગમાર્ગમાં સાથે લેવાનો નિર્ણય કર્યો અને સં. ૨૦૦૪ ના વૈશાખ વદ ૩ ના દિવસે જામનગરમાં જ પૂ. શ્રી લલિતમુનિ મહારાજના વરદ હસ્તે એ બંને ભવ્યાત્માઓએ દીક્ષા અંગીકાર કરી. તેમાં ભુરીબહેન સાધ્વી શ્રી સુરપ્રભાશ્રીજી મહારાજનાં શિખ્યા શ્રી ધર્માનંદશ્રીજી નામે અને મનરંજનબહેન સાધ્વીશ્રી ધર્માનંદશ્રીજીના શિષ્યાશ્રી મેલાનંદશ્રીજી નામે જાહેર થયાં. તેઓની વડી દીક્ષા પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિજી મહારાજના વરદ હસ્તે બોટાદમાં થઈ.
સાધ્વીશ્રી ધર્માનંદશ્રીજી ત્યાગમાગે તત્પર બની જ્ઞાન -ધ્યાન-તપ-વિનય–વૈયાવચ્ચ – ભક્તિમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતાં ગુરુની અસીમ કૃપા મેળવતાં રહ્યાં. ગુર્વાજ્ઞા એ જ તેમને જીવનમંત્ર બન્યા હતા. ત્યાં અચાનક ૯ વર્ષ થતાં પરમ તારક ગુરુદેવનો વિરહ થયા. ત્યાર બાદ સમેતશિખરોદ્વારિકા શ્રી રંજનશ્રીજી મહારાજ સાથે રહી આત્મકલ્યાણ સાધતાં રહ્યાં. ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, વૈરાગ્યશતક, સંસ્કૃત બુક વગેરેના તલસ્પર્શી અભ્યાસથી તેમ જ સિદ્ધિતપ, ૧૬ ઉપવાસ, ૪૫ આગમનાં એકાસણું, નવકારમંત્રનાં સળંગ ૬૮ એકાસણું, વધમાનતપની ૬૫ ઓળી, ચાર મહિના આયંબિલ તપ, ઇન્દ્રિય-જપ તપ, કષાય -જપ તપ, વીશસ્થાનક, મોટો અને નાને પખવાસ, મોટો જોગ ચાર મહિનાના આયંબિલતપથી વગેરે ઉત્તર આરાધના અને સાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org