________________
૧૮૬ ]
[ શાસનનાં શમણીરત્નો અનેરા ઉલસાસપૂર્વક, મહોત્સવપૂર્વક, ગુણિયલ ગુરુદેવશ્રી રંજનશ્રીજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું, અને પ્રવીણથીજી નામે પ્રસિદ્ધ થયાં.
દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ ગુરુનિશ્રામાં રહીને ખૂબ જ સુંદર જ્ઞાનાભ્યાસ કર્યો. રત્નત્રયીની આરાધનામાં સદાય ઉજમાળ રહ્યાં. કર્મશત્રુની જંજીરને તેડવામાં પ્રવીણ બન્યાં. દશ પ્રકારના યતિધર્મમાં નિરંતર ઓતપ્રેત રહી આત્મગુણેને વિકસાવતાં રહ્યાં. વર્ધમાન તપની ઓળીને પ્રારંભ કર્યો અને ૧૦૦ એાળી પૂર્ણ થતાં, ગિરિરાજની છત્રછાયામાં સં. ૨૦૨૧ના જેઠ સુદ ૧૫ના દિવસે ઉજમણાસહિત પારણાં કર્યા.
પૂજ્યશ્રી શાસન પ્રત્યે અનોખો અનુરાગ ધરાવતાં હતાં. શાસનની હેલના ન થાય તે માટે સતત કાળજી રાખતાં હતાં. પૂજ્યશ્રીએ ૨૦૦-૨૫૦ સાધ્વીજી મહારાજને અને અગણિત શ્રાવિકાએને ધાર્મિક અભ્યાસ કરાવ્યો હતો. સરળ-શાંતમૂતિ શ્રી પ્રવીણશ્રીજી મહારાજ અપ્રમત્તભાવે ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રાન્તોમાં વિચર્યા અને અનેક આત્માને પ્રતિબંધિત કર્યા, કેટલાકને સંયમમાગે ચડાવ્યા. તેઓશ્રીને ૯ શિષ્યાઓ અને અનેક પ્રશિષ્યાઓ પરિવારમાં છે. પિતાની નિશ્રામાં આવેલ આત્માનું ઊર્ધ્વગમન થાય, તેઓની સતત પ્રગતિ થાય તેની ઊંડી કાળજી રાખતાં. પિતાનાં શિખ્યા-પ્રશિયનઓને ખૂબ જ વાત્સલ્યભાવથી જ્ઞાનામૃતનું પાન કરાવતાં પરસમુદાયનાં સાધ્વી મહારાજોને પણ પિતાની નિશ્રામાં રાખીને રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બનાવતાં. પૂજ્યશ્રી ઘણાં અડગ હતાં. વિષમ સ્થિતિમાં પણ જરાય ડગતાં નહીં. આવેલાં ઉપસર્ગોને ખૂબ સમતાભાવે સહન કરતાં. પૂજ્યશ્રી સહનશીલતાના ગુણમાં સાધ્વીગણમાં આદર્શ સાથ્વીરત્ન તરીકે પંકાયાં હતાં.
પૂજ્યશ્રીએ વીશસ્થાનક તપ, રત્નપાવડી, ચિદ્ધાચલજીનાં છઠ્ઠ–અઠ્ઠમ, બાવન જિનાલય, વર્ધમાન તપની ૧૦૦ એળી પૂર્ણ કર્યપ્રકૃતિના ૧૫૮ ઉપવાસ, ૯૬ જિન ઓળી ઉપવાસથી, ૪૫ આગમ, પંચમેરુતપ, કમસુદનતપ, દશપચ્ચક્ખાણ, વરસીતપ, અઠ્ઠાઈસોળ, દસ-અગિયાર ઉપવાસ, માસક્ષમણ, નવપદજીની ઓળી લગભગ ૧૦૦ ઉપર, ૨૪ ભગવાનની આરાધના આયંબિલથી, ૨૪ જિનનાં કલ્યાણક તેમ જ અગિયારસ-પાંચમ-દશમ આદિની અનેક તપશ્ચર્યા કરી જીવનને તમય બનાવ્યું હતું.
અસહ્ય વેદના આવી તે યે, સમતા રસમાં ઝીલતાં,
શૂરવીર-પ્રવીણ બનીને, કઠિન કર્મોને બાળતાં.” છેલે, ૭૮ વર્ષની વયે કેન્સર જેવા મહારોગથી ઘેરાયાં છતાં મુખ પર સહેજે દીનપણું નહિ. વિશેષપણે આરાધનામાં તન્મય રહેવા લાગ્યાં હતાં. સૂતાં સૂતાં પણ સૂત્ર-અર્થ વિચારણા કે જાપ ચાલુ જ હોય. બાર મહિના સુધી ખૂબ સહનશીલતાથી વેદના સહન કરી, સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૪ ની સવારે ચતુવિધ સંઘના મુખે નવકાર મહામંત્ર સાંભળતાં ને સ્વયં ગણતાં, સર્વ જીવોને સ્વમુખે ખમાવી, ચાર શરણાં અંગીકાર કરી, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. પ૭ વર્ષને દીર્ઘ સંયમપર્યાય પાળી, જ્ઞાન–ધ્યાન–સ્વાધ્યાય અને તપથી સંયમજીવનને દેદીપ્યમાન બનાવી જિનશાસનના સિતારા બની ગયાં. એવાં સાધ્વીરના પૂ. પ્રવીણશ્રીજી મહારાજને કોટિ કેટિ વંદન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org