SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીર ] [૧૮૭ પૂ. પ્રવીણ શ્રીજી મહારાજ મૃદુતાશ્રી સુજ્ઞતા ભાવિતા હિતપ્રજ્ઞા હર્ષ વિશ્વપ્રજ્ઞા વિશ્વઝા મ્યપ્રજ્ઞા રત્નપ્રજ્ઞા વર્ધમાન (જુએ શ્રીજી શ્રી શ્રી શ્રીજી શ્રીજી થીજી શ્રીજી શ્રીજી શ્રીજી પરિચય સુજેતાથી હતિથી વિશુદ્ધપ્રજ્ઞાથીજી ----- સમગ્ર પરિવારને સંયમમાગે વાળનાર સુદીર્ધ દીક્ષા પર્યાયી પૂ. સાધ્વીવર્યાશ્રી સદ્ગણાશ્રીજી મહારાજ જેનનગરી પાટણ પાસે રણુંજ નામનું ગામ છે. ત્યાં પિતા અંબાલાલભાઈ અને માતા અમથીબેનને ત્યાં પૂજ્યશ્રીનો જન્મ થયો. ચાર ધોરણ સુધી શાળાકીય શિક્ષણ લીધું–જ્યારે ધાર્મિક સંસ્કારો તે બાળપણથી જ વિકાસ પામતા હતા. યૌવનકાળે તેમનાં લગ્ન ઉનાવાનિવાસી મૂળચંદભાઈ સાથે થયાં હતાં અને તેમની રત્નકુક્ષીએ શાસનદીપકે પાડ્યાં હતા. પરંતુ પૂર્વભવના પુણદયે ર૭ વર્ષની વયે બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું અને ૩૨ વર્ષની વયે વિ. સં. ૧૯૯૧ના માગ. સુદ ૩ ના શુભ દિવસે તલામ મુકામે પ. પૂ. ચન્દ્રસાગરજી (પછી આચાર્યશ્રી) મહારાજની નિશ્રામાં સંયમ સ્વીકારી પૂ. સા. શ્રી સદગુણાશ્રીજી નામે જાહેર થયાં. વડી દીક્ષા પૂ. બાપજી મહારાજના વરદ હસ્તે અમદાવાદમાં થઈ. પૂજ્યશ્રીને પગલે પગલે સમગ્ર પરિવારે સંયમમાગે પ્રયાણ કર્યું. પતિ મૂળચંદભાઈ તે પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ, મેટા પુત્ર મોતીભાઈ તે પૂ. શ્રી મહોદયસાગરજી મહારાજ, નાના પુત્ર અમૃતકુમાર તે પૂ. પ. શ્રી અભયસાગર મહારાજ અને પુત્રી સવિતાબેન તે પૂ. સા. શ્રી સુલભાશ્રીજી મહારાજ. તેમને શિખ્યા પ્રશિષ્યા પરિવાર હાલ ૩૦ની સંખ્યામાં છે. તેમનાં સંસારી મોટી બા અમથીબેને પણ વયેવૃદ્ધ અવસ્થાએ દીક્ષા અંગીકાર કરી. ૧૪ વર્ષ સંયમપર્યાય પાળી, સાધ્વીશ્રી અજિતાશ્રીજી રૂપે ૯૨ વર્ષની વયે કાળધર્મ પામ્યાં. આમ, પૂ. સાધ્વી શ્રી સદ્ગણાશ્રીજી મહારાજે પરિવાર દ્વારા અણમોલ શાસનસેવા કરી છે, જે અવિસ્મરણીય રહેશે. પૂજ્યશ્રી મહાન વિદુષી, વાચનદાતા, આત્મસિદ્ધયોગી, અને પરમ તપસ્વિની હતાં. અષ્ટાપદજીના, ગિરનારની ગહરી ગુફાઓમાંનાં, તારાપુર જેવાં નગરોમાંનાં મંદિરનાં દર્શન કરી, જંબુદ્વીપ-રચના પ્રગટ કરવા પાલીતાણામાં ‘જબૂદ્વીપ બનાવ્યું તેના પ્રેરણાદાતા પૂ. શ્રી અભયસાગરજી મહારાજના જનની તરીકે પણ સદા અમર રહેશે. પૂજ્યશ્રી ૫૮ વર્ષને સુદીર્ઘ દીક્ષા પર્યાય પાળી, ૯૦ વર્ષની વયે, વિ. સં. ૨૦૪૮ના ફાગણ સુદ ૯ ના દિવસે શ્રીસંઘના મુખેથી નમસ્કાર મહામંત્રના નાદનું શ્રવણ કરતાં કાળધર્મ પામ્યાં. એવાં રત્નજનેતા સ્વ-પરે કલ્યાણકારી સુસાધ્વીજીને કેટ કેટ વંદના ! પૂ. સાધ્વીશ્રી સદગુણશ્રીજી મહારાજ સુલશાશ્રીજી (જુઓ પરિચય) તારકશ્રીજી સંયમ ગુણાશ્રીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy