________________
૧૮૪]
[ શાસનનાં શ્રમણરત્ન જન્મ અને જીવનને સફળ કરવાના હોય તેમ, પુત્રી જીવી ગઈ. અને એટલે માતાપિતાએ તેનું નામ જીવીબહેન રાખ્યું. માતાપિતાને અને સ્વજનોને આંખની કીકી સમાન, બીજના ચંદ્રની કળ સમાન પ્રતિદિન વૃદ્ધિ પામતી આ બાળ ત્રણ-ચાર વર્ષની થઈ અને પોપટભાઈના ભાગ્યને સિતારો પણ પૂર્ણ કળાએ ખીલ્ય. મણિબહેને એક પુત્રરત્નને જન્મ આપે. જેમ કુશળ માળીથી સિંચાયેલી વાડી આનંદકારી બને છે. તેવા ભાવને સૂચવતા આ બાળકનું નામ વાડીલાલ રાખવામાં આવ્યું. ભાઈ-બહેનની બેલડી અપાર સુખ-સાહીબીમાં માતાપિતાની મીઠી છાયા નીચે વૃદ્ધિગત થતી યૌવનના આંગણામાં પ્રવેશી. માતાપિતાને પુત્રીને પારકા ઘેર મેક્લવાના કોડ જાગ્યા. કાસીંદ્રા ગામની નજીકમાં આવેલા ભાત ગામના રહીશ શેઠ નાગરદાસ મગનલાલના સુપુત્ર ભીખાલાલ સાથે ૧૫ વર્ષની વયે પિતાની પુત્રીને લગ્નગ્રંથિથી જોડવામાં આવી. લગ્ન બાત તેઓ અમદાવાદ દાદાસાહેબની પોળમાં રહેતાં હતાં. એ દંપતીને થોડો સમય સુખમાં વીત્યો, ત્યાં ભીખાભાઈના ભાગ્યે પલટો લીધે. લગ્નને હજી તે ચાર જ વર્ષ થયાં હતાં, ત્યાં ભીખાભાઈ એકાદ વર્ષ બીમારી ભોગવી પરલેક સિધાવ્યા. ઇવીબહેનના સંસારી જીવનને મિનારો એકાએક તૂટી પડ્યો! વીસ વર્ષની યૌવન વયમાં વૈધવ્યનું દુઃખ આવી પડ્યું. પરંતુ તેમના સદ્ભાગ્યે કલ્યાણકામી સસરા નાગરદાસભાઈ અને સાસુ સંતકબહેને પુત્રવધૂને ધર્મના પુનિત પથે વાળ્યાં. પ્રતિદિન એ પ્રવાહમાં
નાન કરવાથી જીવીબેનના આત્મા ઉપરનો કાટ વાઈને શુદ્ધ આત્મારૂપી ચારિત્ર્ય ખીલી ઊઠયું. આત્મા સંસારની મુક્તિ માટે થનગની રહ્યો. સાગરનાં ઊંડા પેટાળ સિવાય રને દુર્લભ છે એમ સમજીને, એવા શાસનપ્રભાવક, સુવિશુદ્ધ સંયમપાલક સમુદાયના સ્વામી, નીડર વક્તા, કલિકાલના કાતિલ વિષથી ઉન્મત્ત થયેલાના મદભંજક, સમર્થ આગમવેત્તા. શૈલાનરેશ પ્રતિબંધક ધ્યાનસ્થ આચાર્યદેવેશ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાતિની, સમેતશિખરજી તીર્થોદ્વારિકા, શાસનદીપિકા, ભક્તગણરંજિકા, યથાર્થનામાં પૂ. રંજનશ્રીજી મહારાજની નિશ્રામાં જીવન સમર્પિત કરવાની ભાવના વડીલે પાસે વ્યક્ત કરી. એ ભાવનાને વિશેષ વેગ આપનાર અમદાવાદમાં જૂના મહાજનવાડામાં વસતાં શેઠશ્રી વાડીલાલ સાકરચંદભાઈનાં ધર્મપત્ની મણિબહેન હતાં. જે સંસારીપક્ષે તેમનાં નણંદ હતાં, જેમણે પોતાના પિતાશ્રીને સાચવવાનું કામ માથે લીધું. તેઓ જીવીબહેનની ભાવનાને સાકાર બનાવવા ઉદ્યમશીલ બન્યાં.
પિતાના ગૃહેથી મહામહેત્સવપૂર્વક વષીદાન વરઘોડો ચઢાવી વિ. સં. ૧૯૯૦ના વૈશાખ સુદ ૯ ને શુભ દિવસે અતિ ઉ૯લાસપૂર્વક પૂ. સાધ્વીરનશ્રી રંજનશ્રીજી મહારાજના પુનિત ચરણે સમપિત બની–પ્રત્રજ્યા સ્વીકારીને સાધ્વીશ્રી મલયાશ્રીજી નામે ઘેષિત થયાં. સાધ્વીશ્રી મલયાશ્રીજીને ૩ વડીલ ગુરબહેનો અને ૬ નાનાં ગુરબહેન હતાં. પૂજ્યશ્રીની સંયમની અને વત્સલતાની સુવાસ અજબ હતી. જ્ઞાની-દયાની–ત્યાગી–તપસ્વી એવાં પૂજ્યશ્રીનું શરણ અનેક ભાવિકે ઈચ્છતાં હતાં. પૂ. મલયાશ્રીજી સંયમદિનથી જ જ્ઞાનં શિયાખ્યાન મોક્ષ: એ ન્યાયે જ્ઞાન-તપ-ત્યાગ અને વૈયાવૃત્યમાં દતચિત્ત બન્યાં. તેઓશ્રીના આણુએ અણુમાં વૈયાવૃત્ય ગુણ વ્યાપેલ હતું. પૂજ્યશ્રીએ અઠ્ઠાઈ, સોળ, માસક્ષમણ, ખીરસમુદ્ર, સંપૂર્ણ વિશસ્થાનક, વર્ષીતપ, નવપદની ઓળી, પંચમી, એકાદશી, રત્નપાવડીના છઠ્ઠ, સિદ્ધાચલજીના છઠ્ઠ, વર્ધમાન તપની ઓળીઓ ઈત્યાદિ અનેક નાની મોટી તપસ્યા કરી. ગ્રામનુગ્રામ વિહરતાં, સંયમયાત્રાને વહન કરતાં, તેઓશ્રી અમલનેર, સુરત કલકત્તા, શિરપુર, મૂળી, લીંબડી, રાજનગર, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, બુહારી, મહેસાણે, પાલીતાણા, પાટણ, સુરેન્દ્રનગર, જામનગર વગેરે સ્થળોએ ચાતુર્માસ રહ્યાં. શિખરજી, જેસલમેર, ફલેધિ, કાપરડા, રાણકપુર, આબુ, જીરાવલા, ઝગડિયાજી, કાવી, ગાંધાર, કેશરિયાજી, ભીલડિયાજી, સાર ભારોલી, તારંગાજી, અંતરિક્ષજી, કુલપાકજી, ભાંડુપજી, દીવ, ઉના, અજારા, ગિરનારજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org