________________
૧૭ ]
શાસનનાં શમણીરત્ન નામથી “સુંદરબાઈ મહિલાશ્રમ નામની સંસ્થા સ્થાપી. તે આશ્રમમાં મિશ્રીબાઈને ગૃહમાતા તરીકે રાખ્યાં. ત્યાં રહેતાં પોતાની ફરજ બજાવતાં અને ધર્મવૃદ્ધિ કરતાં મિશ્રીબાઈ એ “ધર્મોત્તેજક મહિલા મંડળની સ્થાપના કરી. પછી સંઘમાં બહેનોને ધર્મનાં કાર્યોમાં પ્રેરણા દેતાં જિનમંદિરમાં અછાપદની રચના કરાવડાવી અને તેની પ્રતિષ્ઠા પણ કરાવી. પિતાના જીવનની આત્મશુદ્ધિ માટે ભવ આલોચના લીધી. વિવિધ તપ કરીને પિતાના આત્માને તપધર્મમાં મજબૂત બનાવ્યો.
પ. પૂ. આગદ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સ્તલામમાં ઉપધાન તપ કરીને માળ પહેરીને તેમ જ દ્રવ્ય ખર્ચાને અનેરો લાભ લીધે. પછી પૂ. આગમેદ્વારકશ્રીને વિનંતી કરી કે, સાહેબ ! માલવાને ઉદ્ધાર કરવા માટે માલવા પધારો. ત્યારે પૂ. ગુરુદેવ માર્મિક અને ગૂઢ ભાષામાં જવાબ આપે કે, બહેન ! માંગી લાવેલાં ઘરેણાથી શેભા ન થાય. ઘરનાં ઘરેણાં ઘડાવા. (માલવાના ઉદ્ધાર માટે પહેલાં તમારે આત્મભોગ દઈને સંયમ લેવા પડે. પછી માલવાનો ઉદ્ધાર થાય.)
સાહેબ! મને કબૂલ છે.' તે લે અભિગ્રહ.” સાહેબ! સંયમ ન લેવાય ત્યાં સુધી ઘેબર ન ખાવાં.' બહેન! ઘેબર કાંઈ જ ખવાતાં નથી. દાળ બાફલાને અભિગ્રહ લા.
અને મુમુદ મિશ્રીબહેને તેને ઉલ્લાસપૂર્વક અભિગ્રહ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું. પછી સંયમ લેવાની તૈયારીઓ કરવા માંડી. નાનામેટા અનેક તીર્થોની યાત્રાઓ કરી. માંડવગઢને સંઘ કાઢીને પૂ. પં. શ્રી વિજયસાગરજી મહારાજની નિશ્રામાં સંઘમાલ પણ પહેરી. શ્રી વિજયસાગરજી મહારાજ કે જેઓ પૂ. આગમ દ્વારકશ્રીના પ્રથમ શિષ્ય તરીકે શોભતા હતા, તેઓશ્રી ઇન્દોર ચાતુર્માસ હતા. અને મિશ્રીબાઈને સંયમ લેવાની તીવ્ર તાલાવેલી જાગી હતી.
મહારાજે અમદાવાદ પાંજરાપોળના શ્રાવિકા ઉપાશ્રયમાં બિરાજમાન સાથ્વીથી શિવશ્રીજી મહારાજનાં શિા સા. શ્રી તિલકશ્રીજીનું નામ સૂચવ્યું. તેથી તેમણે અમદાવાદ જઈ, વંદન કરીને વિનંતી કરી કે, “ સાહેબ! માલવા દેશનાં પ્રાચીન તીર્થોની યાત્રા કરવા પધારો અને મને દીક્ષા આપીને મારો ઉદ્ધાર કરો. તે પુણ્યાત્માની વિનંતી સ્વીકારીને સા. શ્રી હેમશ્રીજી આદિ ઠાણાં પાંચ વિહાર કરીને માલવા પધાર્યા. વિ. સં. ૧૯૮૪ ના ફાગણ સુદ પાંચમ ને ગુરુવારે ઈન્દૌરમાં માલવાના ઉદ્ધારના શુકન રૂપે મહામહોત્સવપૂર્વક, આત્માના અપૂર્વ વિલાસપૂર્વક પૂ. પં. શ્રી વિજયસાગરજી મહારાજના શુભ હસ્તે મિશ્રીબાઈની દીક્ષા થઈતેઓ પૂ. સા. શ્રી તિલકશ્રીજી
જનાં શિષ્યા શ્રી મનોહર શ્રી નામે જાહેર થયાં. દરેક ધાર્મિક ક્રિયામાં માં તેમની સાથે રહેતાં ગંદીબાઈએ પણ તે જ દિવસે દીક્ષા લીધી અને તેઓ શ્રી મનેહરશ્રીજીના શિષ્યા શ્રી ગુણથીજી નામે ઘોષિત થયાં
ત્યાર પછી અનુક્રમે ૧૨ શિષ્યાઓ થઈ અને તેમના પરિવારમાં આજસુધીમાં પ્રાયઃ ૧૫૦ શિષ્યા-પ્રશિષ્યાઓની સંખ્યા થવા પામી છે. તેમાં તપધર્મમાં તેઓશ્રીના પરિવારનાં ઘણાં સાધ્વીઓએ ૧૦૦ ઓળી પૂર્ણ કરી છે. જેવા કે સા. શ્રી સંયમશ્રીજી, સા. ધર્મોદયશ્રીજી, સા. શ્રી સુનંદાશ્રીજી, સા. શ્રી તત્ત્વજ્ઞાશ્રીજી, સા. શ્રી કમલપ્રભાશ્રીજી, સા. શ્રી મણિપ્રભાશ્રીજી, સા. શ્રી પદયાશ્રીજી, સા. શ્રી ચંદ્રયશાશ્રીજી આદિ. સા. શ્રી સુમનશ્રીજી ૯૩ ઓળી પૂર્ણ કરી કાળધર્મ પામ્યાં હતાં. આ સિવાય બીજા ઘણાં સાધ્વીઓ ૧૦૦ ઓળીનાં પારણાંની નજીક છે. માલવદેશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org