________________
શાસનનાં શ્રમણરત્ન 3
[ ૧૬૭ જીવન જઈને ગજરાબહેનનો આત્મા જાગી ઊઠત અને આવા પવિત્ર જીવનની પ્રાપ્તિને તો. તેમ છતાં, માતાપિતાની આજ્ઞાને આધીન લગ્નજીવન સ્વીકારવું પડ્યું. કડિયાની પોળમાં રહેતા કુસુમારે નામથી પ્રસિદ્ધ દશા પિરવાડ જ્ઞાતિના શા ચુનીલાલ જયચંદના સુપુત્ર અમૃતલાલભાઈ સાથે સં. ૧૯૫૩ના વૈશાખમાં ગજરાબહેનનું લગ્ન થયું. વિનયશીલ ગજરાબહેન ધસુરગૃહે આવ્યાં. સાધ્વીજીવનની ભાવનાનો મનોરથ અધૂરા રહ્યા અને સંસારરૂપી પિંજરમાં પુરાયાં.
ગજરાબહેને શ્વસુરગૃહમાં પણ પિતાની સુવાસ ફેલાવી. ધર્મ ભાવનાને સતેજ રાખી. તેમને એકાધિક પુત્ર-પુત્રીઓની પ્રાપ્ત થયાં, પણ તેમાં એક પુત્રી “વિમળા” સિવાય બધાં અ૯પજીવી રહ્યાં. ગજરાબેન સંસારરૂપી પાંજરામાં હોવા છતાં પૂર્વે જાગેલી વૈરાગ્ય–ભાવનાને પ્રતાપે ઘરકામમાંથી સમય મેળવી સાધુ-સાધ્વીજીના વંદનાથે અચૂક જતાં; અને પૂ. મુનિવર્યો તેમ જ સાધ્વીજી મહારાજેનાં ઉપદેશવચને સાંભળી પિતાની વૈરાગ્યભાવનાને પ્રદીપ્ત રાખતાં. એક વાર ગજરાબહેનને માટે કપરો સમય આવ્યો. શહેરમાં પ્લેગને ઉપદ્રવ શરૂ થયું અને તેમના ઘરમાં પણ એકસાથે ચાર જણાને લેગ લાગુ પડ્યો. લેગ ચેપી રોગ, જેથી નજીકનાં સગાં પણ સારવાર કરતાં કરે. પણ સેવાપરાયણ ગજરાબહેને તે પોતાનાં કર્મ ઉપર અટલ વિશ્વાસ રાખીને, સેવાધર્મને મુખ્ય ગણીને, નીડરતાથી ચારે દરદીઓની સતત સુશ્રવા કરી. પણ તેમાં ગાજરાબહેનના પતિ અમૃતલાલભાઈ ન બચ્ચા ને તેમનું અવસાન થયું. આથી સંસારના વિચિત્ર સ્વરૂપનું ભાન થવાથી ગજરાબેન પિતાની વૈરાગ્યભાવનાને ઉત્તેજિત કરીને ધર્મારાધન–પ્રવૃત્તિમાં એકરસ બની ગયાં. સાથે પુત્રી વિમળા પણ ધર્મભાવનાના રંગે રંગાવા લાગી. સાથે સાથે માતા-પુત્રીને ધર્માભ્યાસનો પણ એવા તે રંગ લાગ્યો કે બંનેને પ્રકરણો તથા કર્મગ્રંથેનો બાધ થઈ ગયે. બીજી રીતે આખું કુટુંબ ધમરંગે રંગાયેલું હતું જ. પરિણામે, આ કુટુંબમાં દીક્ષાને દોર ચાલ્યો. ગજરાબહેનનાં નણંદ ચંપાબહેને ઘેઘાવાળા સાધ્વી શ્રી લાવણ્યશ્રીજી મહારાજ પાસે દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી લલિતાશ્રીજી રાખવામાં આવ્યું. તેમના દિયર મણિલાલભાઈએ પૂજ્યપાદ આચાર્ય શ્રી સિદ્ધિસૂરીધરજીના સમુદાયમાં દીક્ષા લીધી, ને તેમનું નામ શ્રી મહોદયવિજયજી રાખવામાં આવ્યું. તેમનાં દેરાણી ચંચળબહેને છાણીવાળાં સાધ્વીજી હરશ્રીજી મહારાજ પાસે દીક્ષા લીધી, તેમનું નામ શ્રી સુનંદાશ્રીજી રાખવામાં આવ્યું.
હવે ગજરાબહેન પણ દીક્ષા લેવા માટે તલસી રહ્યાં હતાં. માત્ર બાળકી વિમળાને લીધે વિલંબ થતો હતો. પાંજરાપોળના શ્રાવિકા ઉપાશ્રયે બિરાજતાં પૂ. સા. શ્રી શિવશ્રીજી મહારાજ તથા પૂ. સા. શ્રી તિલકશ્રીજી મહારાજ પ્રત્યે તેઓ આકર્ષાયાં હતાં. આ સાધ્વીજી શિષ્યા-પ્રશિષ્યાના વિશાળ પરિવારવાળાં, સ્વભાવે વત્સલ, શાંત, ગંભીર તથા વિદ્વાન, વૈરાગ્યનિષ્ઠ અને ઉદાર વિચારવાળાં હતાં. આવા પુણ્યરાશિ સાધ્વીજી મહારાજની ચરણસેવામાં રહેવાનું તે બેડો પાર થઈ જાય, એવા વિચારો તેમનામાં દિનપ્રતિદિન દઢ થવા લાગ્યા. આખરે, પૂ. શ્રી શિવશ્રીજી મહારાજ આદિ સુરતમાં બિરાજતાં હતાં ત્યારે ગજરાબહેન પોતાની પુત્રી વિમળાને લઈને સુરત આવ્યાં. બાળબ્રહ્મચારિણી, જ્ઞાન ધ્યાનમાં લીન, પવિત્ર અને પુણ્યશાળી પૂ. સાધ્વીશ્રી શિવશ્રીજી મહારાજ આદિ સાધ્વીજીઓના થોડા જ પરિચય અને સમાગમમાં તેમની દીક્ષાની ભાવને વધુ ઉત્કટ બની. તેમણે પુનઃ પુનઃ વિનંતી કરી : “પૂજયશ્રી! હવે મને ન તરસાવે. મને રાતદિવસ ચારિત્રનાં સેણલાં આવે છે. ઊંઘ વેરણ બની ગઈ છે. આખી રાત તીર્થયાત્રા અને મહામહોત્સવનાં દર્શન કરું છું. પુત્રી વિમળા પણ દીક્ષા લેવા ઝંખે છે. આપના ચરણમાં અમારો સ્વીકાર કરો! ઉદ્ધાર કરો ! ” સુરતમાં આ સમયે આગમ દ્વારક પૂજ્ય શ્રી આનંદસાગરજી મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org