SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ] [ શાસનનાં શ્રમણીરત્નો રાજની આચાર્ય પદવીને મહોત્સવ ચાલતા હતા. આ મહોત્સવ દરમિયાન, સં. ૧૯૭૪ ના દિવસે ગજરાબહેનને અને ૧૧ વર્ષની તેમની પુત્રી વિમળાને દીક્ષા આપવામાં આવી. પૂ. સા. શ્રી હેમશ્રીજી મહારાજની શિષ્યા તરીકે વાસક્ષેપ નાખીને ગજરાબહેનનું નામ શ્રી તીર્થ શ્રીજી રાખવામાં આવ્યું અને વિમળાને તીર્થ શ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે વાસક્ષેપ નાખીને તેમનું નામ શ્રી રંજનશ્રીજી રાખવામાં આવ્યું. સુરત શહેરના આબાલવૃદ્ધ જેને આ બંને પુણ્યશાળી ત્યાગી આત્માઓનાં દર્શને ઉમટી પડ્યાં હતાં. માતા-પુત્રી બંને પિતાને સંયમ પ્રાપ્ત થતાં ધન્ય ધન્ય માનતાં હતાં. આત્મસુખ અને આત્મકલ્યાણને આપનાર ચારિત્રરત્નને પ્રાપ્ત કરીને બને નવદીક્ષિત સાધુક્રિયાનાં સૂત્રો વગેરેને અભ્યાસ કરવા લાગ્યાં. સુરતનું ચાતુર્માસ પૂર્ણ કરી, પૂ. સા. શ્રી શિવશ્રીજી મહારાજ પરિવાર સહિત વિહાર કરીને નવસારી થઈને જલાલપુરમાં ધાર્યા. આ વખતે જલાલપુરમાં પૂ. પંન્યાસજી શ્રી મણિવિજયજી મહારાજ બિરાજમાન હતા. તેઓશ્રીએ ગહન કરાવીને આ બંને નૂતન સાધ્વીઓને વડી દીક્ષા આપી. જલાલપુરથી વિહાર કરીને શ્રી મુનિસુવ્રતસ્વામીને ચરણકમલથી પવિત્ર થયેલ ભરૂચ શહેરમાં પધાર્યા. ભરૂચમાં વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ સુશ્રાવક શ્રી અનુપચંદભાઈ રહેતા હતા. તેઓ જૈન તત્ત્વજ્ઞાનના પ્રખર પંડિત હતા. તેમની ધર્મચર્ચા તથા જ્ઞાનગાછીમાં સાધ્વી સમુદાયને જ્ઞાનપ્રાપ્તિને આનંદ આવવા લાગ્યો, તેથી સં. ૧૯૭૬નું ચાતુર્માસ ભરૂચમાં જ થયું. પૂ. સા. શ્રી શિવશ્રીજી મહારાજ તથા પૂ. સા. શ્રી હેમશ્રીજી મહારાજ એવાં તે સદુગુણાનુરાગી તેમજ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્કટ ભાવનાવાળાં હતાં કે જ્યારે ન્યાયનિધિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ પાલીતાણ ચાતુર્માસ સ્થિર હતાં, ત્યારે તેઓશ્રીએ પણ ચાતુર્માસ પાલીતાણું કર્યું અને ત્યાં તેઓને શ્રમણભગવંતે પ્રત્યેને વિનય અને વૈયાવચ્ચ ભાવ તેમ જ પઠન-પાઠન, શાસનભક્તિ, તપસ્વિતા તથા સરળતાદિ ગુણો જોઈને પૂ. આચાર્યશ્રીએ જણાવ્યું હતું તે સ્મરણીય છે : “યહાં પર જે શિવશ્રીજી વ હેતશ્રીજી આદિ સાધ્વીએ હૈં, વે બહુત અચ્છ ગુણવાલી ઔર સદાચરણવાલી હૈ. કે ન તો પડતી હૈ સાંસારિક ઝગડે મેં ઔર ન પડતી હૈ કિસકી નિંદા મેં. સચ પૂછે તે બસ, સારા હી સાધ્વીસમાજ ઐસા હી હોના ચાહિયે.” જૈનશાસન-શિરોમણિ આચાર્યશ્રીનાં આ અનુમોદનીય વચનોથી બંને સાધ્વીજીઓ તથા તેમના પરિવારને વિશેષ પ્રેરણું મળી અને સમગ્ર સાધ્વી-સમુદાયમાં જ્ઞાનવૃદ્ધિ, તપશ્ચર્યા, વૈયાવચ્ચ તથા એક્તા અને સ્ત્રી કલ્યાણની ભાવનાઓને બળ મળ્યું. આજે તે પ્રાયઃ ૪૦૦ સાધ્વીએને વિશાળ વટવૃક્ષ સમો આ સાધ્વીપરિવાર શાસનની શોભા સમે જૈન જગતમાં સોહી રહ્યો છે. સાધ્વીશ્રી તીર્થ શ્રીજી પૂજ્યપાદ સાધ્વી શ્રી શિવશ્રીજી મહારાજ પાસે દશવૈકાલિક સૂત્ર અર્થ સહિત ભણ્યાં, અને તેમાં વિનય-સમાધિ નામનું નવમું અધ્યયન ભણ્યા પછી તેમનામાં વિનય ગુણને અને વધારો થયો. પછી તો પૂજ્યશ્રીને એવો પ્રભાવ પડવા લાગ્યો કે, તીર્થ શ્રીજી એટલે વિનયનું મૂર્ત સ્વરૂપ. એમની ગુરુભક્તિ, રત્નત્રયીની આરાધના તથા વિનય ગુણની કસોટીના ઘણું પ્રસંગો આવ્યા, પણ એ બધા પ્રસંગોએ તેઓ સહનશીલ, ધીરગંભીર અને સ્થિર રહ્યાં અને જવલંત જ્યોતિ સમાં દીપી રહ્યાં. સં. ૧૯ ૭૯૯માં સા. શ્રી તીર્થ શ્રીજી મહારાજની ભાવના શ્રી વર્ધમાન તપ જેવા મહાન તપનો પ્રારંભ કરવાની થઈ. તેઓ પૂ. ગુરુણી પાસે આજ્ઞા માગવા ગયાં : “પૂજ્યશ્રી ! હું આયંબિલની ઓળીઓ કરું છું. ઉપવાસ આદિ પણ થાય છે. પણ જ્યારથી શ્રીચંદ કેવલીનું ચરિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy