SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ [ શાસનનાં શ્રમણીરને હાથીના કુંભસ્થળમાંથી મોતી મળતાં નથી, દરેક વનમાં ચંદનનાં વૃક્ષો હતાં નથી, તેમ દરેક જગ્યાએ સાધુપુરુષે મળતા નથી. ૫. તીર્થ શ્રીજી મહારાજ પણ આવી વિરલ વિભૂતિ હતાં. અમદાવાદ ગુજરાતના પાટનગર–રાજનગર તરીકે સુપ્રસિદ્ધ છે. જેનોની ઝળહળતી જાહજલાલી અને ધર્મભાવનાનું મૂર્તિમંત સ્વરૂપ છે. ગગનચુંબી જૈનમંદિર, જૈન જ્ઞાનભંડારો, ઉપાશ્રયે તથા ભક્તિભાવથી ભરેલાં શ્રાવક-શ્રાવિકાઓથી શેભી રહેલું અમદાવાદ જેનપુરી ગણાય છે. જેન દાનવીરે, જેન વિદ્વાને, જેન ધમનિષ્ઠ નરપુંગવો તેમ જ સુશીલ ધમસમ્પન્ન નારીરત્નોથી વિભૂષિત આ શહેરની બરોબરી કરી શકે તેવું નગર ભારતભરમાં બીજું ભાગ્યે જ હશે. શહેરના મધ્યભાગમાં રતનપોળમાં પ્રવેશ કરતાં જમણા હાથ તરફ જગતવત્સલ ભગવાન મહાવીરસ્વામીના મંદિરથી વિભૂષિત નગીના પિળમાં, વીસમી સદીની શરૂઆતમાં, રણછોડદાસ નામના એક ધર્મનિષ્ઠ ઉદારચરિત શ્રાવક રહેતા હતા. તેઓ સ્વભાવે શાંત, ગંભીર, ન્યાય–નીતિપરાયણ, વ્યવહારકુશળ અને ધર્માભિમાની હતા. તેઓ દશા પોરવાડ જ્ઞાતિના આગેવાન હતા. કાર્યનિષ્ઠા, કર્તવ્યપરાયણતા અને પ્રામાણિકતાથી તેઓ આગળ વધ્યા અને મામલતદારને જવાબદારીભર્યા અધિકાર સુધી પહોંચ્યા. જૈન સમાજ તેમ જ જૈનેતર સમાજમાં પણ તેઓ ખૂબ લોકપ્રિય બન્યા. તેમને હરિલાલ અને વાડીલાલ નામના બે કુલીન પુત્ર હતા. મોટા પુત્ર હરિલાલ વકીલ થયા. તેમનાં લગ્ન રાયપુર કામેશ્વરની પિળમાં રહેતાં સુશ્રાવકની સુશીલ કન્યા મેતીબાઈ સાથે કરવામાં આવ્યાં. મોતીબઈનાં કુમકુમ પગલાંથી હરિભાઈને ભાગ્યદય વૃદ્ધિવંત બન્યા. તેમણે ખેડાની હાઈકેર્ટમાં વકીલાત શરૂ કરી. તેઓ એક સુપ્રસિદ્ધ વકીલ તરીકે પંકાવા લાગ્યા. યશ-લક્ષમીની પ્રાપ્તિ થઈ. તેમણે પોતાનાં આખા કુટુંબને ખેડા બોલાવી લીધું. ખેડા શહેર પણ ઐતિહાસિક છે. પ્રાચીન કાળમાં ખેટકપુર તરીકે પ્રસિદ્ધ હતું. પાસે આવેલી શેઢી અને વાત્રક નદીના સંગમ ખેડાને પવિત્ર બનાવે છે. શ્રી સાચાદેવના નામથી પ્રસિદ્ધ થયેલું માતર નામનું તીર્થ નિકટ હોવાથી ખેડા-માતર તરીકે પણ ઓળખાય છે. હરિભાઈના પત્ની મતીબાઈ સ્વભાવે સુશીલ, ધર્મપરાયણ, વત્સલ, ઉદાર તથા સેવાપ્રિય હોવાથી તેમનું આખું કુટુંબ સર્વ પ્રકારે સુખી, સંપીલું અને ધમભાવનાથી યુક્ત ગણાતું. તેઓને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. પુત્રનું નામ કેશવલાલ રાખવામાં આવ્યું. સં. ૧૯૪૦ના શ્રાવણ માસમાં અમદાવાદમાં તેમના મોસાળમાં – કામેશ્વરની પોળમાં એક પુત્રીરત્નની પ્રાપ્તિ થઈ અને તેમનું નામ ગજરાબહેન રાખવામાં આવ્યું. ગજરાબહેનના જન્મથી કુટુંબનાં સર્વ આપ્તજનની સુખ–શાંતિ-સમૃદ્ધિ તથા ધર્મભાવનામાં ઓર વૃદ્ધિ થવા લાગી અને ગજરાબહેનને પુણ્યશાળી આત્મા જાણે દેવભૂમિમાંથી જેનશાસનના જયજયકાર માટે અહીં આવી પહોંચ્યું ન હૈય તેમ તેમની કરણી જોતાં લાગ્યું ! ગજરાબહેનનું હસતું મુખ, દેદીપ્યમાન કપાળ, તેજવી આંખ, શાંત સ્વભાવવાળું પ્રસન્નકર વ્યક્તિત્વ સવ આપ્તજનોને આનંદકારી-સુખકારી થઈ પડય. મધુર વાણી અને ઊઠતા વદનને જોઈ સર્વ રાજી રાજી થઈ જતાં. માતુશ્રીની સાથે હંમેશાં જિનમંદિરે દર્શન કરવા જવામાં, ઉપાશ્રયે સાધુ-સાધ્વીજી મહારાજને વંદન કરવા જવામાં, પાઠશાળાએ ધાર્મિક અભ્યાસ કરવા જવામાં, સામાયિક કરવામાં તેમ જ એકાસણું-ઉપવાસ અને આયંબિલ આદિ તપ-વ્રત કરવામાં ગજરાબહેનને બહુ આનંદ આવતો. તીર્થયાત્રા કરતાં કરતાં તેમણે ઘણા પ્રદેશ પ્રવાસ કર્યો અને ભવિષ્યમાં ભારતભરના યાત્રા-પ્રવાસ માટેનાં તેમાં બીજ રોપાયાં. જ્યારે જ્યારે ઉપાશ્રયમાં સાધ્વીજી મહારાજનાં દર્શન થતાં, ત્યારે તેઓનું તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાન-સંયમમાં લીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy