________________
[9]
ન બનું. એક પણ ઉપકારીના ઉપકારને ન ભૂલું. કૃતજ્ઞ બનું અને જૈન આચાર્યોનો ઇતિહાસ સુશોભિત છે. કૃતજ્ઞ આચાર્ય પુરંદર તર ગુણના કારણે સૂરિ ભટ્ટારક! મને કૃતજ્ઞ બનાવો. મારા કૃતઘ્નતા દુર્ગુણને મૂળમાંથી દૂર કરો....
[નો પહેલો ગુણ પ્રાપ્ત કરું! રીશ્વરજી મ.ના અલૌકિક કૃતજ્ઞ
એ જ પુનઃ પુનઃ આપના ચરણે હૃદયની પ્રાર્થના....
આદર્શ સંદેશા અક્ષરા ઃ
ગ્રંથ હું બનાવું પણ મદદ તમારી જોઈએ. તમારી મદદ વગર મારું કાર્ય પૂર્ણ ન થાય. મહાત્મા! મદદ નહિ, મને સેવાનો લાભ આપી ધન્ય બનાવો. આપ વિશાળ ગ્રંથરાશિનું સર્જન કરો છો. મને પણ આપની સાહિત્યસેવાથી ધન્ય બનાવો.
સરસ્વતી ક્ષમા આર્યા! તમારી સહાય રહેશે તો જ મારું ગ્રન્થસર્જન પૂર્ણ થશે. હું તો મારી ભાવોની દુનિયામાં ડૂબી જાવ છું, દ્રુતગતિએ લખ્યા જ કરું છું. તમે મારા ગ્રંથની કૉપી કરો. તમારા અક્ષર કેટલા સ્વચ્છ, સુઘડ છે! તમે ખુદ સરસ્વતીતુલ્ય અને તમારા અક્ષર આરીસાતુલ્ય.
કોણ હશે આ મહાત્મા! કોણ હશે એ સાધ્વીજી મ. જૈન ઇતિહાસમાં ડોકિયું કર્યું. દર્શન થયા મહાન ગ્રંથકાર....સિદ્ધર્ષિ મહાત્માના, દર્શન થયા સરસ્વતીતુલ્યગણા આયા....સંસારનું સર્વશ્રેષ્ઠ પૂર્ણોપમા કાવ્ય એટલે સિદ્ધર્ષિ ગ્રંથ ઉપમિતિ ભવ પ્રપંચ....૧૬૦૦૦ પાત્રનું અદ્ભુત નાટક. ઉપમિતિ ભવ પ્રપંચ ગ્રંથની પ્રથમ કોપી કરનાર મહાન આયંગણા....કેવા હશે એ ઉદારહ્રદયી ગુરુવર! કેવાં હશે એ ગણા આ? કેવી હશે એમની વિદ્વત્તા, કેવું હશે એમનું કલાકૌશલ્ય! જ્યાં સુધી ઉપમિતિ ભવ પ્રપંચ ગ્રંથ વિશ્વમાં રહેશે ત્યાં સુધી ગણા આર્યાનું પ્રદાન શાશ્વત રહેશે.
ઓ સરસ્વતીતુલ્ય ગણા આ! નથી તો સરસ્વતી જેવી જ્ઞાનપ્રાપ્તિ, નથી જ્ઞાનપ્રાપ્તિની ઝંખના, ગુરુવર સિદ્ધર્ષિ આપને સરસ્વતી તરીકે સંબોધન કરે, ઉપમિતિ ભવ પ્રપંચની પહેલી કૉપી કરવાનું આપને ધન્ય ભાગ્ય પ્રાપ્ત થાય. સાચે વિદુષી ગુરુણી....આપનું જ્ઞાન અને આપની કલા શાસનસેવાથી ધન્ય બની....ગુરુણી....જરા મુજ પર દયા કરો....શાસનસેવા એ જ અમારો મંત્ર રહે. સૌને સહયોગી બનીએ. સૌના કાર્યના પૂરક બનીએ. શાસનના શરણે સમર્પિત બની સદા શાસનકાર્યના—શાસનસેવાના પૂરક બનીએ. ગુરુદેવોની મહાન શાસન પ્રભાવનામાં ક્યારે પણ અંતરાયભૂત ન બનીએ એવી અમારી ભાવના શાશ્વત રહે તેવી કૃપા કરજો....
“ચૂલિચ્યું તુ પવામિ સુઅં કેવલિ ભાસિઅં’....
આજે ફરી ફરી એક જ શાસ્ત્રપંક્તિ મુખમાં રમ્યા કરે છે જાણે લાગે છે કોઈ જાજરમાન મહાન આર્યા મારા કાનમાં કહી રહ્યાં છે, “સુઅં કેવલિ ભાસિઅં”.... પણ જરા આગળ જોઉં...પાછળ જોઉં.....અરે આ શું? સાત એકસરખાં જ રૂપ....? એકસરખો જ સ્વર....મુખાકૃતિમાં ફરક નહિ...સ્વરમાં ફરક નહિ....ભાવમાં ફરક નહિ.....એકનો એક અવાજ સાત વાર સંભળાય....સાત રૂપ દેખાય....ઓ જ્ઞાનમૂર્તિઓ....આપે મારી ઉપર કૃપા કરી....પણ હું અજ્ઞાની કેમ તમને ઓળખું? મુજ અજ્ઞાનીને દર્શન આપ્યાં. હવે જરા અધિક કૃપા કરો....આપ કોણ....અમને ના ઓળખ્યા.....રોજ ભરહેસર બોલો છો, બોલો....“જસ્ખા ય જક્તિદન્ના.... હા...હા....ગુરુભગિનીઓ! ઓળખ્યાં તમને, આપ મારાં પૂજ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org