________________
[10] છો...વંદનીય છો....જફખાય જખદિત્રા, મૂઆ તહ ચેવ ભૂઅ દિત્રા ય, સેણા વેણા રેણા, ભઇણીઓ થુલીભદ્રસ્સ, બરાબર ઓળખ્યાં ને....આપ મહાત્મા યૂલિભદ્રની બહેનો! મહામંત્રી શકટાલની પુત્રીઓ? ગુરુ સંભૂતિ વિ.ની શિષ્યાઓ !
એક કૃપા કરો, હું વિસ્મૃતિની મૂર્તિ છું. આપ સ્મૃતિ સ્વરૂપ છો. જૈનશાસનની આપ એક અદ્વિતીય શક્તિ છો. ૧ શ્રુતિ, દ્વિશ્રુતિ...આમ ૭ શ્રુતિ. ૭ બહેન પ્રાત:કાળમાં આપનું સ્મરણ કરું અને આપની કૃપા ના પામું? જરા મને પેલી વાત કરોને...આપ કેવી રીતે સીમંધર પ્રભુનાં દર્શન પામ્યાં?
સાંભળ! વ્યથા વગર વીતરાગનાં દર્શન ના મળે! ગુરુકૃપા વિના જીવનના મંગલ મનોરથ પૂર્ણ ન થાય. શ્રુતજ્ઞાનના ક્ષયોપશમ વગર કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાય....ઓ સાત ગુણી.....આપના શ્રીમુખે આપની વાત સંભળાવો....જીવનનો એક પ્રસંગ હતો. ગુરુચરણમાં નિવેદન કર્યું.
અમારા ભાઈ મહારાજ ક્યાં?...અમારા ભાઈ મહારાજ કયાં? ગુરુદેવ! ગુરુદેવ! અમારા ભાઈ મહારાજ ક્યાં? આંખમાં આંસુ સમાતાં નથી. આર્તનાદથી જંગલને ગજાવતી સાત ગભરુ સાધ્વીજી પૂ. ગુરુદેવના ચરણ-કમલની સેવામાં ઉપસ્થિત થાય છે. ગુરુદેવ! આપે તો અમારા એક ભાઈને પૂર્વધર બનાવ્યા. અમારા બીજા ભાઈને આરાધના કરાવતાં હું હારી ગઈ. શ્રીયકજી સ્વર્ગે સિધાવી ગયા. મને હતું નવકારશીથી ઉપવાસ સુધી આરાધના કરાવું, પણ શ્રીયકજી ઉપવાસ તો કર્યો પણ દેહ છોડ્યો. ગુરુ ભગવંત! મારું હૃદય કંપી ઊઠે છે. આપની યક્ષા સાધ્વીના કારણે ભાઈ શ્રીયકજીની વિદાય. ભગવંત! મને જવાબ આપો. આપની પુત્રી સમી આર્યા યક્ષા આરાધક કે વિરાધક? ગુરુદેવ! મારા આત્માની શાંતિ માટે આપ કંઈક કરો. મને ચેન નથી પડતું. મારો અંતરાત્મા મને પોકારે છે. જવાબ મેળવ. પ્રભુ! આપ અંતર્યામી ગુરુદેવ છો. મને તારો...મારા આત્માને સાંત્વન થાય તેમ આપ કંઈક કરો! આપ ચતુર્વિધ સંઘના પ્રાણાધાર ..!.. શું મને શાંતિ ન આપો....ગુરુવર સંભૂતિવિજયજી મહારાજા કરુણાના સ્વામી....ચતુર્વિધ રાંઘમાં ફરમાન કર્યું....યક્ષા સાધ્વીજીના આત્માની શાંતિ માટે ચતુર્વિધ સંઘ કાઉસગ્ગ કરો. કરુણાપૂર્ણ ગુરુવરની આજ્ઞાનો અમલ સમસ્ત સંઘે કર્યો. ચતુર્વિધ સંઘના ધ્યાને શાસનદેવી ચકેશ્વરી માતા પધાય. ગુરુદેવે નિવેદન કર્યું. ચકેશ્વરી માતાએ વિનંતિ કરી યક્ષા સાધ્વીજી મ.ને. સીમંધર પ્રભુ પાસે લઈ જાઉં પણ મારી શક્તિ સીમિત. અમે પાછાં ન આવીએ ત્યાં સુધી આપ ચતુર્વિધ સંઘ કાઉસગ્નમાં રહો. આપનો સહકાર રહે તો અમે સીમ મહાવિદેહમાં પહોંચીએ. વાત્સલ્યનિધિ ગુરુવર વાણી વદ્યા. શાસનદેવી! તમે સિધાવો....સંઘ અહીં કાઉસગ્ગ રહેશે. અમે પહોંચ્યાં સીમંધર પ્રભુના દરબારમાં, પ્રભુનાં દર્શન કર્યા. પ્રદક્ષિણા આપી, પ્રભુના ચરણકમલમાં નિવેદન કર્યું. પ્રભુ! ભરતક્ષેત્રના ગુરુ સંભૂતિ વિજયજી મહારાજની હું શિષ્યા --પક્ષા.
....પ્રભુ ફરમાવો-હું આરાધક કે વિરાધક? પ્રભુ ધીર ગંભીર વાણીએ વધા. સંભૂતિ વિજયજીની શિષ્યા યક્ષા સાધ્વી આરાધક...પ્રભુ....પ્રભુ.....મારો આત્મા શાંત થયો. પ્રભુ! હજી કંઈક કૃપા કરો....પ્રભુએ ચાર ચૂલિકાનું જ્ઞાન આપ્યું. સ્થવિરોએ મુહપત્તિ આપી....શાસનદેવી મને મારા ગુરુના ચરણમાં લાવ્યાં. બધી હકીકત ગુરુચરણમાં નિવેદન કરી. ચાર ચૂલિકા અને મુહપત્તિ ગુરુચરણમાં ધરી....તે કાળના મૃતધરોએ બે ચૂલિકા દશવૈકાલિક સૂત્રમાં સ્થાપના કરી, બે ચૂલિકા આચારાંગ સૂત્રમાં નિહિત કરી.
ગુરુણી ! આપ કેવાં જ્ઞાની.....આપની સ્મૃતિશક્તિના પ્રભાવે સીમંધર પ્રભુની વાણી ભરતક્ષેત્રનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org