________________
[8] જાય. ગુરુમૈયા! ઓ ગુરુમૈયા!....અમને આપની શિષ્યા બનાવો. આપના જ્ઞાન-વારસાના અધિકારી બનાવો. મહારાજજી...આચાર્યશ્રી...પ્રાયશ્ચિત્ત આપો...
મહાન જ્ઞાની ગુરુવર આજે ક્ષુબ્ધ છે. તેમના પુણ્ય પ્રકોપે સૌ સ્તબ્ધ થઈ ગયા છે. સૌ મૂંઝાઈ ગયા છે. સૌનાં હૃદય વિસામણમાં છે પણ કોઈ હિંમત કરતું નથી...સાહસ થઈ શકતું નથી. ત્યાં શુભ્ર વસ્ત્રમાં ધીર-ગંભીર ચાલે એક સાધ્વીજી મ. આવી રહ્યાં છે. મુખ પર એક ગજબનું તેજ છે. સંયમથી પવિત્ર ઇન્દ્રિયો છે. સૌ બહાર છે. સાધ્વીજી મ. સૂરિવરની સેવામાં ઉપસ્થિત થાય છે. ધીર-ગંભીર ધ્વનિ ગ્રંજિત થયો. ગુરુદેવ! એક દેડકી મરી ગઈ, પ્રાયશ્ચિત્ત આપો, એક દેડકી અજાણતા મરી....અઠ્ઠમનું પ્રાયશ્ચિત્ત....“તહત્તિ”! આપ મને અઠ્ઠમનું પ્રાયશ્ચિત્ત ફરમાવો છો. પણ...સાધ્વીજી મૌન રહી આચાર્યશ્રી સામે નતમસ્તક બની ઊભાં જ. મૌનનો પ્રભાવ પથરાયો. શાંત મૌન. આચાર્યશ્રીના હૃદયમાં વધ કર્યો. ઘડી પહેલાંના પ્રકોપી આચાર્ય બાળક-શા નિર્દોષ બની બોલી ઊઠ્યા : સાધ્વી માતા ! સાધ્વી માતા!...હું તો તમારો બાળક છું. તમારો ભાવશિષ્ય છું. ખરા સમયે બાળકનું રક્ષણ કરવા આવી પહોંચ્યા. ઉપકારી....ઓ ઉપકારી....ઓ અનંત ઉપકારી....કયા શબ્દોમાં આપના ઉપકારને વર્ણવું....સૂરિવર! તમે સ્વયં પ્રજ્ઞામૂર્તિ છો...શાસ્ત્ર-પારગામી છો. તમે શાસનના સૂત્રધાર છો. તમારા પુણ્ય પ્રકોપ....પણ જૈનશાસનને અનુપમ પ્રદાન કરશે. આપની પાસે શક્તિ છે! સામર્થ્ય છે. શાસ્ત્ર અને શાસનનાં રહસ્યો છે. યુગ....યુગ સધી આપના જ્ઞાનનાં તેજ વિસ્તરે એ જ મારી નમ્ર વિનંતિ છે. આપ કોણ ! આપના ધર્ય...ગાંભીર્ય આગળ પેલો સાગર પણ શરમાઈ જાય છે. ધૈર્યમતિનાં અમીપાન કરનાર કોણ? અરે ! સાધ્વીજી વિચાર કરો. એક છે જેનશાસનની આધારશિલા. એક છે મહાન કતજ્ઞ સરિવર....વિચારના વમળમાં ન અટવાશો. જૈનશાસનની પરમ ગૌરવગાથાના ગૌરવશીલ પ્રસંગને સ્મૃતિમાં લાવો. કપા પૂજ્યોની....વિચારું, યાદ કરું જેનશાસનના ગૌરવને....અરે મનઃસ્મૃતિમાં કોતરાયેલ પાવન પ્રસંગ યાદ આવ્યો. મહા સાધ્વી મહત્તરા અને ૧૪૪૪ ગ્રંથના રચયિતા યોગીશ્રેષ્ઠ આચાર્યદેવ હરિભદ્ર સૂ. મ. ઓ. ગુરુમૈયા યાકિની મહત્તરા....! આપની ચરણરજ શિર પર લઉં છું. આપે મને વરદાન આપવું જ પડશે. ધજા ના બનું...પાયાની શિલા બનું....નામ ખ્યાતિ-કીર્તિના કલંકથી દૂર રહું. સિદ્ધોની દુનિયામાં લીન બનું. આપ એક મહાન જૈનાચાર્યનાં પ્રેરિકા....પણ આપે શાસનની સંહિતા....શાસનની મર્યાદા સ્વીકારી....શાસન મર્યાદામાં આપે સ્વનું તર્પણ કર્યું. બસ, ગુરુમાતા! વધુ શું માગું, મને અનામી ના બનાવો? બસ....આત્મસ્વરૂપમાં લીન બનાવો...ભૌતિક જગતના કોઈ પણ વળગાળો.... નામ-સ્પૃહા-કીર્તિ-ઝંખના-મહાત્વાકાંક્ષા મારામાં ન પ્રગટે...બસ સિદ્ધ સ્વરૂપી બનાવો....
ઓ આચાર્ય ભગવંત હરિભદ્રસૂરીશ્વરજી મ. સા...આપની કૃતજ્ઞતા....આપના દિલની વિશાળતાએ આપની ભાવશિષ્યા બનાવી દીધી. આપના વિશાળ જ્ઞાને ઉદાર દિલે ઉપકારી યાકિની મહત્તરાને ગ્રંથસ્થ કરી શાશ્વત બનાવી દીધી. મહાજ્ઞાની આચાર્ય પુરંદર! આપ હંકાની ચોટ પર કહી. શક્યા..લખી શક્યા....આપની જાતને બિરદાવી શક્યા. યાકિની મહત્તા સુન – આપે મહત્તરા યાકિનીને ધર્મમાતા પદે સ્થાપિત કર્યા. જ્ઞાની કૃતજ્ઞ હોય છે. આવી કૃતજ્ઞતાએ એક મહાન ઇતિહાસને જીવંત રાખ્યો. ઓ આચાર્યદિવ! આપના ગ્રંથોને...ગ્રંથોનાં રહસ્યોને સમજવા સૂક્ષ્મબુદ્ધિ - પ્રજ્ઞા - મેધા જોઈએ. પણ આપની કૃતજ્ઞતાને સમજવા કોમળ હૃદય જોઈએ. બસ, આચાર્યદેવ...વરદાન આપો....જીવનમાં ક્યારેય કૃતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org