________________
૧૨૬ ]
[ શાસનનાં શ્રમણીરત્નો વેશ્યાના ધંધાને હંમેશને માટે તિલાંજલિ.” એમ કહેતાં વેડ્યા રહીને વસુમતીને નમી પડી. વસુમતીને કે ચમત્કાર !
પવનની પાંખે વસુમતીની ઘટનાનો પ્રચાર થયે. આ વાત કૌશામ્બી નગરીના ધનાવહ શેઠને કાને પહોંચી. એને થયું, “લાવ જાઉં અને જાતે જેઉં કે ખરેખર શું હકીકત છે?” શેઠ પહોંચ્યા દાસદાસીઓના બજારે. ત્યાં વસુમતી હતી. હજી વેચાયા વિનાની ઊભી હતી. એને જોઈ ને શેઠે વિચાયું, “આ કઈ સામાન્ય કુટુંબની નહીં, પણ અસામાન્ય કુટુંબની કન્યા લાગે છે. બિચારી કેઈ હરણી ટેળામાંથી છૂટી પડી ગઈ હોય એવી લાગે છે.’
હીરો પડ્યો છે ઉકરડે. સજજન પારખીને એને મૂકશે સારે ઠેકાણે. ધનાવહ શેઠને ત્યાં સંપૂર્ણ સાહ્યબી હતી. પણ સેનાની થાળીમાં લેઢાની મેખ હતી. શેઠને ત્યાં લક્ષ્મીને રણકાર હતો, પણ ગૃહને ગજાવતે વંશવેલાને કલશેર ન હતું. એવામાં પુણ્યક્ષણે શેઠને વિચાર કુર્યો, “આ વસુમતીની વીસ લાખ સોનામહોર ગણું આપું અને તેને દુઃખમાંથી છોડાવું અને વાંઝિયાપણાનાં દુઃખમાંથી હું છૂટું....” ધનાવહ શેઠ હીરે હાથમાંથી છટકી ન જાય તે માટે હરખભેર આવ્યા. વસુમતીએ રૂપાની ઘંટડી જેવા અવાજે વિવેકથી પૂછ્યું, “બાપુજી, તમે મને આવ્યા છે ખરીદવા પણ આપના ઘરના આચાર મને કહેશે ?”
વાહ ! જે દાસી વેચાણ માટે ખડી કરવામાં આવી છે, તેના મુખમાંથી કે સુંદર પ્રશ્ન સર્યો છે ! ધનાવહ શેઠને પ્રશ્ન ગમ્યું. તેણે કહ્યું, “બેટા, મારા ઘરના આચારનું તું પૂછે છે ને? તે સાંભળ. મારે આંગણે આવેલ અતિથિ પાછે જ નથી. તું મારે ત્યાં આવે તે મારાં ધાર્મિક કાર્યોમાં સહકાર આપજે. તારા ધર્મપાલનમાં અને શીલવ્રતમાં કઈ જ મુશ્કેલી નહિ આવે. હું દ્વાદશ વ્રતધારી શ્રાવક છું.”
શેઠજી વસુમતીને ઘેર લાવ્યા. તેને આશ્રયદાતા લડવૈયાને વીસ લાખ સોનામહોર ગણું આપવા માંડી પણ તે હાથમાં પકડતું ન હતું. બસ, વારંવાર એક જ વાત કહે, “શેઠજી, મારે આવી ધર્મપરાયણ પુત્રીના પૈસા લેવાના ન હોય. પણ મારું નસીબ ફૂટલું છે. એને વેચવા લાવ્યા એની પાછળ બીજુ. કારણ છે. શંકાશીલ પત્નીના હઠાગ્રહને વશ થવા જતાં આને વેચવા આવવું પડ્યું છે. ઘરના કલુષિત વાતાવરણને યાદ કરતાં કંપારી છૂટે છે. હું તેની કિંમત લઈને પાપમાં પડીશ તે કયા ભવે મુક્ત થઈ શકીશ ? ”
આ વખતે વસુમતી વચ્ચે બોલી, “બાપુજી, આ લઈ લે અને માતાને આપશે, અને મારા પ્રણામ કહેજે.”
છેવટે દુઃખી હૃદયે સોનામહેરે લઈને લડવૈયાએ વિદાય લીધી.
પછી ધનાવહ શેઠે નિર્મળ અને સ્વચ્છ બુદ્ધિથી આ કન્યાને પ્રશ્ન પૂછ્યું, “બેટા, તારા માતાપિતાનું નામ શું છે? આ ઘરમાં તારું સ્થાન મારી પુત્રી સમાન છે. તું આમ કેમ આવી ચડી તે કહે.”
વસુમતી પિતાનાં ખાનદાન માબાપ અને રાજવંશી કુટુંબની ઉજવળ પરંપરા યાદ આવતાં જ ખિન્ન બની ગઈ. ગળે ડૂમે ભરાવાથી પ્રત્યુત્તરને એક શબ્દ પણ ઉચ્ચારી શકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org