SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્નો નહીં. પ્રેમળ ધનાવહ શેઠે વધુ પૂછપરછ ગુણાથી પ્રસન્નતા પામેલા શેઠે તેનું નામ કિરણાથી શીતળતા અપે, તેમ આ કન્યા આપવા લાગી. [ ૧૨૭ કરવાનું માંડી વાળ્યું. વસુમતીના ચંદન જેવા ચંદનબાળા રાખ્યું. ચંદ્ર પોતાનાં ચંદન જેવાં પણ પેાતાનાં શીલ-ગુણુ-વચનોથી સને આનંદ ચંદનબાળા એક આફતમાંથી છૂટી, પણ હજી નસીબમાં સુખશાંતિ ન હતી. રથનાં પૈડાં અનાવનારા સુથાર બંને પૈડાં સમાન બનાવે છે; પરંતુ માનવીનાં સંસારરથનાં પૈડાં ઘણી વાર સમાન હાતાં નથી. એનું દૃષ્ટાંત હતાં ધનાવહ શેડનાં ધર્મ પત્ની ‘ મૂલા. ’કઠોર હૃદયની, કપટી મનની મૂલા કાં, અને ધાર્મિક, સરળ સ્વભાવના શેઠજી કથાં ! ધનાવહુ શેઠના ઘરમાં ચંદનબાળાના પ્રવેશ થયા કે મૂલાના મનમાં શકાનો કીડો સળવળ્યા, ‘ બસ, મારા માટે શાકથ શેાધી લાવ્યા લાગે છે—નહિ તેા વળી, અડ્ડી' આ ચંદનની શી જરૂર હતી ?' આ વિચારે નિષ્ઠુર મૂલાએ નિર્ણય કર્યો કે, ‘ચંદનનેા કાંટા કાઢવા, જેથી આ ઘરમાં તેનું કઇ અસ્તિત્વ ન રહે. ન રહે માંસ, ન બજે માંસુરી..... માણસના મનમાં જ્યારે શકાનું ઝેર રેડાય છે ત્યારે સામી વ્યક્તિની પ્રત્યેક ક્રિયામાં તેને ‘કાવતરું’ જ દેખાય છે. એમાં ‘ કાગને બેસવું ને ડાળને ભાંગવુ'' એવા ઘાટ ઘડાયે " ના ના એક દિવસની વાત છે. ધનાવહ શેઠ બહારથી આવ્યા ત્યારે તેમના પગ કાદવકીચડથી અગડેલા હતા. નસીબજોગે તે વખતે કઈ નાકર હાજર ન હતા. શેઠજીએ પગ ધેાવા પાણી માગ્યું. ખરેખર તે જ વખતે ચ ંદનબાળા સ્નાન કરીને પેાતાના ભીના વાળ કારા કરી રહી હતી. સાદ સાંભળીને બિચારી હાંશભેર પિતાતુલ્ય શેઠજીના પગ ધોવા પાણી લાવી અને એ પેાતે જ શેઠજીને આગ્રહ કરીને, નીચે બેસાડીને પગ સાફ કરવા લાગી. શેઠજી કહેતા રહ્યા અને ચંદનબાળા પગ સાફ કરવા માંડી. તે વખતે નીચા નમવાને કારણે ચંદનબાળાના વાળ મસ્તક પરથી વીખરાઇ ને ધૂળવાળી જમીન પર ઢસડાવા લાગ્યા, એટલે શેઠજીએ તેના વાળ પકડીને ઊંચા લીધા. તે સમયે મૂલા શેઠાણી ખારી પાસે હતાં. તેણે આ દૃશ્ય જોયું. આંખમાં કમળે હતા એટલે બધે પીળુ' જ દેખાય ને ? તેણે મનોમન નક્કી કરી લીધુ કે, આ બંનેના સંબંધ ઘણેા આગળ વધી ગયા લાગે છે. ચંદન કેવી લુચ્ચી છે ? મારા ધણીને ખૂંચવી લેવાના કેવા કેવા નુસ્ખા કરી રહી છે! બસ, હવે તે ચંદનને જીવતી ન મૂકું ’ હૈયામાં હળાહળ ભરીને, જાણે કશુ જ નથી બન્યું તેમ મૂલા વવા લાગી પણ અંદરખાનેથી લાગ શોધવા લાગી. ચંદનબાળાના દુર્ભાગ્યે શેઠજીને વ્યાપારના આવશ્યક કા માટે અહારગામ જવાનું થયુ.. શેડજી ત્રણ-ચાર દિવસ આવવાના ન હતા. બસ, મૂલા જે તકની રાહ જોતી હતી તે આવી પહોંચી. શેઠજીની ગેરહાજરીમાં મૂલાએ નિર્દોષ ચંદનબાળાને પકડી; અને વાળ ંદને મેલાવીને તેનું માથું મૂંડાવી નાંખ્યુ; જીણુ કપડાં પહેરાવીને તેને કોટ વળાગ્યે. હાથમાં હાથકડી અને પગમાં બેડી પહેરાવીને ઘરના ભોંયરામાં પૂરી દીધી. દરવાજાને તાળાં લગાવી ઢીધાં. ચંદનબાળાની બાબતમાં નાકરાને ધમકાવીને ચૂપ કરી દીધા. નાકરાને તેમના ઘેર રવાના કરી દીધા. મૂલાએ વિચાયુ કે, શેઠજી આવે તે પહેલાં ચંદન ભલે ને ભૂખી--તરસી મરી જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy