________________
શાસનનાં શ્રમણીરત્ન
[ ૧૨૫ પારદર્શક વ આદિથી વસુમતીને થયું કે મને ખરીદવા આવનાર આ સ્ત્રી કે ઈ ખાનદાન ઘરની હોય તેવું લાગતું નથી. તેથી વસુમતીએ પૂછયું, “બહેન ! તમે મને ખરીદવા માગે છે ને? પણ તમારા ઘરના આચાર મને કહેશે? ” આ પ્રશ્ન સાંભળીને કઈ છે છેડાઈ જાય, પણ નગરનાયિકાએ બાજી સંભાળી લીધી. તેની જીભેથી નર્યું મધ ટપકતું હતું :
બેટા, આ તે દાસદાસીઓનું બજાર. અહીંથી જે વેચાઈને જાય તેણે તે પારકા ઢસરડાં જ કરવાનાં રહે. દિવસ ને રાત આંધળી મહેનત કરવાની ને ખાવાપીવામાં રસલ્લાં ! મારઝૂડ પણ થાય. તું ફૂલ જેવી છે. તારાથી દાસીપણું નહિ થાય. એટલે એક વાત ધ્યાનમાં રાખ, કે જે તું મારે ત્યાં આવીશ તે તારે કઈ વાતની ચિંતા નહિ રહે. રજેરજ નો શણગાર, નવાં નવાં વ, મૃદંગની થાપીઓ અને રણઝણતી સિતાર વચ્ચે તું દાસી નહિ હોય; પરંતુ તારે ત્યાં આવનાર પુરુષે તારા દાસ બની જશે દાસ ! જરા તારા ભવિષ્યને ખ્યાલ કર.” સાંભળીને વસુમતીના કાનમાં જાણે ધગધગતું નીચું રેડાયું ન હોય ! તે સમજી ગઈ કે મને ખરીદવા આવનારી આ બાઈ તે વેશ્યાના ધંધામાં સંડોવવા માગે છે. તે બોલી ઊઠી. “ના, બહેન, પાપી પેટને ખાતર એ શક્ય નથી. તમારે ને મારે રાતે જુદે જુદો છે. વચ્ચે અને અલંકારની લાલચ મને આપી શકે તેમ નથી. પરંતુ પિતાના ધંધાના સોનેરી શમણાં જેનારી આ વેશ્યા ખસતી ન હતી. તેની રકઝક વધતી ગઈ, પ્રલોભનેનું આકર્ષણ વધારતી ગઈ વસુમતી અફર હતી. નગરેશ્યા હિંમત હારે તેવી ન હતી. હવે તે તે નિર્લજજ બનીને ખેંચતાણ કરવા લાગી. વસુમતી મૂંઝવણમાં પડી.
એ જ વખતે એકાએક ત્યાં હુપાહુપ અને કૂદાકૂદ કરતું વાંદરાનું ટોળું ત્યાં આવ્યું. ભાગો, ભાગો...” ચારે બાજુ દોડાદોડી થઈ પડી. કિકિયારી કરતું આ વાનરટેળું બાપડી વસુમતીની આર્તનાદભરી અરજ સાંભળીને દેવી મદદરૂપે આવી પડયું જાણે! હવે વાંદરાનું ટે પેલી રકઝક કરતી બદઇરાદાવાળી વેશ્યા પર તૂટી પડ્યું ને તેને લેહીલુહાણ કરી નાખી. કેની મગદૂર કે વેશ્યાને બચાવે? વેશ્યા આનંદ કરતી રહી, પણ તેનું કંઈ વળ્યું નહી. હવે વસુમતીથી રહેવાયું નહિ. તે વાનરયૂથને સંબોધીને બોલી, “ આ શું માંડ્યું છે અબળા પર? તમે તમારી પર દેખાડી દીધું હવે ખમૈયા કરી ને અહીંથી સિધા.” જાણે કે વસુમતાની આજ્ઞા માનતા હોય તેમ વાંદરો ચૂપચાપ ચાલ્યા ગયા. વેશ્યા લેહીલુહાણ પડી હતી. તેનું આખું શરીર ભયથી કંપતું હતું.
વસુમતી વેશ્યા પાસે ગઈ તેને સારવાર માટે સંભાળથી ઊંચકી. એક દીવાલને ટેકે બેસાડી, પાણી છાંટયું. વેશ્યાએ આંખ ઉઘાડી. વસુમતીના સ્પર્શમાં જાદુ હતા. સારા વૈદ્યરાજ કરતાં ય વસુમતીના સ્પર્શમાં વધુ શક્તિ હતી. વેશ્યાની આંખમાં ઉપકાર કરનાર પ્રત્યે આભારની લાગણી ઊભરાઈ. અરેરે ! મારું વિકારભર્યું કામણ કક્યાં, અને સાત્વિક પર્શનું આ અનોખું કામણ ક્યાં ! હું કેવી અભાગણી કે આ બહેનને ઓળખી શકી નહીં. પરંતુ, હજી ક્યાં મોડું થયું છે, જાગ્યા ત્યાંથી સવાર. તેણે વસુમતીને કહ્યું,
બહેન, મારા પાપી જીવતરને હારે ધિક્કાર છે. પણ આજથી એક વાત ઃ આજથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org