SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ [ શાસનનાં શ્રમણરત્નો પ્રત્યુત્તર આપ્યો કે, “તમે અસત્ય વચન બોલે છે. તમારા મતાનુસાર તે વસ્ત્ર બળીને ખાખ થઈ જાય પછી જ બળી ગયું છે એમ કહેવાય.” આ સાંભળીને પ્રિયદર્શનાને ભ્રમ ભાંગી ગયે અને શુદ્ધ બુદ્ધિ ઉત્પન્ન થતાં સર્વપ્નની વાણીમાં શ્રદ્ધા દઢ થઈ ગઈ. ત્યાર પછી જમાલી ભગવાન મહાવીરના સંઘમાં પુન: જોડાઈ ગયા, ને સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરી જીવન કૃતાર્થ કર્યું. સુદર્શન : ભગવાન મહાવીરની બહેન અને જમાલીની માતા. જમાલી પ્રતિભાશાળી, સંસ્કારસંપન્ન અને ઉદાર મનવાળા યુવાન હતા. તેને વિવાહ ભગવાન મહાવીરની ગુણવાન પુત્રી પ્રિયદર્શન સાથે કરવામાં આવ્યું હતું. રાજપરંપરાનુસાર વંશવૃદ્ધિના હેતુથી જમાલીને અન્ય આઠ સંસ્કારસંપન્ન અને કુળવાન કન્યાઓ સાથે પણ વિવાહ કરવામાં આવ્યું હતું. સુદર્શના ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળીને પ્રભાવિત થઈ હતી. પરિણામે એક શ્રાવિકા તરીકે શ્રદ્ધાળુ બનીને પ્રભુની ઉપાસના-ભક્તિ કરતી હતી. જમાલીએ પ્રભુ મહાવીરની દિવ્ય વાણીને આસ્વાદ કર્યો અને વૈરાગ્ય પામીને દીક્ષા લેવાનો નિર્ણય માતાને જણાવ્યો. માતાને જમાલીના આ નિર્ણયથી આઘાત લાગે. એનું માતૃહૃદય પુત્રવિયોગને સહન કરી શકે તેમ ન હતું. જમાલી દીક્ષા લે નહિ તે માટે માતાએ ખૂબ સમજાવ્યું ત્યારે તેણે માતાની શંકાનું નિવારણ કર્યું. પુત્રની વૈરાગ્યભાવનાથી પ્રભાવિત થઈ અનિચ્છાએ માતાએ દીક્ષા માટે અનુજ્ઞા આપી. જમાલીએ પ્રભુ મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. માતાએ આશીર્વાદ આપતાં જણાવ્યું કે, “હે પુત્ર ! તું ધર્માની આરાધના કરીને વિજય પ્રાપ્ત કરજે. તપની આરાધના કરજે. સંયમમાં સ્થિર રહેજે. સંયમપથ ઉજમાળ બનાવવા માટે પુરુષાર્થ કરજે અને એક ક્ષણ માટે પણ પ્રમાદ કરીશ નહિ.” માતાએ પ્રભુ મહાવીરનાં ચરણોમાં જમાલીને સેં. અપૂર્વ માતૃવાત્સલ્ય હોવા છતાં સુદર્શનાએ મેહ છોડીને જમાલીને દીક્ષા અપાવી. માતાનું વાત્સલ્ય અને ત્યાગભાવનાનું પ્રતિનિધિત્વ કરીને સુદર્શના માતા તરીકે આદર્શરૂપ બની રહ્યાં. જયંતી : વત્સદેશની રાજધાની કૌશામ્બી નગરીના રાજા સહસાનિકની પુત્રી, શતાનિક રાજાની બહેન અને મહારાણી મૃગાવતીની નણંદ તથા ભગવાન મહાવીરના પરમ ભક્ત ઉદયન રાજાની ફેઈ. વિદુષી નારી તેમ જ જૈનધર્મમાં પ્રથમ કક્ષાની શ્રાવિકા તરીકે પણ યશ પ્રાપ્ત કર્યો હતે. તેને જિનેશ્વર ભગવાનની વાણીમાં અત્યંત અભિરુચિ ને શ્રદ્ધા હતી. ભગવાન મહાવીરે પ્રતિપાદિત કરેલા સિદ્ધાંત અને જીવવાદિ વિશેના તાત્વિક જ્ઞાનથી વિભૂષિત, અનન્ય પ્રત્યે અનન્ય રાગવતી, જૈન સાધુ-સાધ્વીજીઓની પરમોપાસિકા, જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી જયણાપૂર્વક આરાધના કરવાવાળી, અદ્ભુત ને પ્રભાવશાળી વાક્પટુતા તથા પ્રભાવક વ્યકિતત્વથી અલંકૃત શ્રાવિકા હતી. એક વખત કૌશંબી નગરીમાં પ્રભુ મહાવીર પધાર્યા ત્યારે જયંતી શ્રાવિકા મૃગાવતી સાથે રથારૂઢ થઈને પ્રભુની દેશના સાંભળવા ગઈ. પ્રભુની વાણી વિકસિત નયને, પ્રસન્નચિત્તપણે અને પ્રમાદરહિત શ્રવણ કરતી હતી. દેશના પૂર્ણ થયા બાદ જયંતી શ્રાવિકા પ્રભુને બે હાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy