SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૯૫ ભગવાન મહાવીર દીક્ષા લેવા માટે નીકળ્યા ત્યારે યુદ્ધમાં વિજયશ્રીને વરવા જતાં પતિને આર્ય સ્ત્રી કુંકુમતિલક કરીને મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ.—કહીને ભાવભીની વિદાય આપે છે એ રીતે યશોદારાણીએ પિતાના સ્વામી દીક્ષા અંગીકાર કરવા માટે નીકળ્યા ત્યારે વિદાય આપતાં કહ્યું, “હે સ્વામી ! આપ કર્મશત્રુઓ પર વિજય મેળવવા માટે સંસાર ત્યાગ કરે છે, તે આપને માર્ગ નિષ્કટક હેજે.” પતિની આત્મકલ્યાણની ભાવનાને અનુસરીને યશોદાએ પણ ભૌતિક સુખ-સમૃદ્ધિને ત્યાગ કર્યો. યશોદાનો આ મૂક ત્યાગ ભવ્ય અને ઉદાત્ત છે. જેના સાહિત્યમાં યશોદાના જીવન વિશે કઈ ચક્કસ સંદર્ભ પ્રાપ્ત થતું નથી. ચરમ તીર્થકર ભગવાનની ધર્મ પત્ની વિશે કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. ભગવંતની દીક્ષા વખતની યશોદાની મનઃસ્થિતિ અને દીક્ષા લીધા પછીનું યશોદાનું જીવન–એ વિશે કઈ સંદર્ભ પ્રાપ્ત થતો નથી. જે કાંઈ માહિતી ઉપલબ્ધ થાય છે તે ઉપરથી એવું અનુમાન તારવી શકાય કે યશોદા ભગવાન સાથે રહીને ત્યાગપ્રધાન જીવન જીવી ગયાં અને શેષ વર્ષો આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં નિર્ગમન કર્યા હશે. - પ્રિયદના : વીર વર્ધમાન અને યશોદાની સુપુત્રી. શ્રી વર્ધમાનકુમારની બહેન સુદર્શનના સુપુત્ર જમાલી સાથે પ્રિયદર્શનાનું પાણિગ્રહણ કરવામાં આવ્યું હતું. જમાલીના કુટુંબીજને તે જમાનામાં અત્યંત વૈભવશાળી અને પ્રતિષ્ઠિત ગણાતા હતા. પ્રવ્રજ્યા બાદ એક વખત ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ક્ષત્રિયકુંડ નગરમાં પધાર્યા અને સમવસરણમાં બિરાજી દિવ્ય વાણીથી ઉપદેશ આપતા હતા. જેમાલી પ્રિયદર્શન સાથે પ્રભુની વાણી સાંભળવા આવ્યાં હતાં. પ્રભુના ઉપદેશથી વૈરાગ્યવાસિત બનીને, માતાની અનુજ્ઞા લઈને જમાલીએ પાંચ પુરુષ સાથે અને પ્રિયદર્શનાએ ૧૦૦૦ સ્ત્રીઓ સાથે ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. પ્રિયદર્શનાએ એક હજાર સાથ્વીના પરિવાર સાથે ચંદનબાળાની નિશ્રામાં ૧૧ અંગ સુધીને અભ્યાસ કર્યો અને તપશ્ચર્યામાં પુરુષાર્થ આદર્યો. એક વખત જમાલી પાંચસો શિષ્યના પરિવાર સાથે શ્રાવસ્તી નગરીના કેપ્ટક ઉદ્યાનમાં પધાર્યા. જમાલીનું શરીર કઠોર તપ અને સાધનાથી અત્યંત કૃશ થઈ ગયું હતું. તેણે શિષ્યને આદેશ કર્યો, “હે દેવાનુપ્રિય ! સંથારો તૈયાર કરો. ત્યારે શિબેએ સંથારો પાથરવાની ક્રિયા પૂર્ણ થયાં પહેલાં જ પ્રત્યુત્તર આપે કે સંથારો કરી દીધું છે. જેમાલીને આ કથન અસત્ય લાગ્યું કારણ કે સંથારાની ક્રિયા થઈ રહી છે, છતાં થઈ ગઈ એમ કેમ કહેવાય ? આ વાતથી એ ભગવાનના સંઘથી છૂટા થઈ ન મત સ્થાપે. કેટલાક શિષે જમાલીના મતમાં ભળીને એમની સાથે રહ્યા અને બાકીના માહાવીરસ્વામી પાસે રહ્યા. પ્રિયદર્શનાએ પણ સંથારાના પ્રસંગની ચર્ચા સાંભળીને જમાલીના મતને સ્વીકાર કર્યો. એક વખત સાધ્વી પ્રિયદર્શના ટંક નામના કુંભાર જાતિના વાડામાં ઊતર્યા હતાં, ત્યારે આ શ્રદ્ધાળુ શ્રાવકે સાધ્વી પ્રિયદર્શનાના મિથ્યા ભ્રમને દૂર કર્વા માટે માટીને ઢગલે કરીને ગુપ્ત રીતે એક તણખલું સળગાવીને સાથ્વી પર નાખ્યું. પ્રિયદર્શનાનું વસ્ત્ર સળગવા લાગ્યું, એટલે એ કહેવા લાગ્યા : “હે ટંક શ્રાવક, તું શું કરે છે? મારું વસ્ત્ર બળી ગયું. ઢકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy