SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણરત્ન ] [[ ૯૭ જોડીને મસ્તક નમાવી, વંદન કરી, વિનયયુક્ત વાણીથી વિવિધ પ્રશ્નો પૂછવા લાગી. પ્રભુએ એને પ્રત્યુત્તર પાઠવ્યા. પ્રભુના મુખકમળમાંથી નીકળેલા ગૂઢાર્થ રૂપ મકરંદનું ભ્રમર સમાન પાન કરીને સમકિતને વિશુદ્ધ ને સુદઢ બનાવ્યું. યંતી શ્રાવિકાના વૈરાગ્યભાવમાં વૃદ્ધિ થઈ અને અંતે પ્રભુ મહાવીર પાસે પ્રવજ્યા ગ્રહણ કરીને ૧૧ અંગ સુધીનો અભ્યાસ કર્યો. પ્રભુના શાસનમાં અપૂર્વ શ્રદ્ધાવાન બની, નિર્મળ ચારિત્રપાલન દ્વારા કર્મક્ષય કરીને મોક્ષસુખને વિશે બિરાજમાન થઈ ભગવાન મહાવીરના સમયનું આ એક અણમેલ નારીરત્ન છે. જયંતી શ્રાવિકા તરીકે અને ભગવાન મહાવીરની પ્રથમ શય્યાતરી તરીકે એ વધુ જાણીતી છે. જેની સ્ત્રીરત્નમાં જ્ઞાનમાર્ગની પરમોપાસિકા તરીકે અનન્ય પ્રેરક અને પ્રભાવશાળી વ્યક્તિત્વથી માત્ર સાધ્વીઓમાં કે નારીવૃંદમાં જ નહિ પણ સમસ્ત માનવસમુદાયને એના વ્યક્તિત્વનાં અંશે પ્રેરણાદાયી બની રહે છે. જેનશાસન જયવંતું વતે છે તેના પાયામાં જયંતી શ્રાવિકાને પણ સ્થાન મળ્યું છે. વૈદિક સાહિત્યમાં વિદુષી નારી તરીકે ગાળીને ઉલેખ થયે છે. ત્રાષિ-મુનિઓ અને પંડિતને પણ ગાગીએ પિતાના ગહન જ્ઞાનથી આશ્ચર્યચકિત કર્યા હતા. એ દૃષ્ટિએ વિચારીએ તે યંતી જેન-ધર્મ-સાહિત્યનું પ્રતિનિધિત્વ કરે છે. જ્ઞાનપ્રાપ્તિ માટે નિર્ભયતાથી કઈ પણ જાતના ભેદભાવ વગર ગુરુભગવંત પાસે પહોંચી શકાય છે, એનું જવલંત ઉદાહરણ જયંતી છે. વિશિષ્ટ જ્ઞાનપ્રાપ્તિ માટે દેશકાળનું કઈ બંધન નથી. ભગવાન મહાવીરના સમયની જયંતીની ગુણગાથા આજે પણ ચિરસ્મરણીય અને સ્તુત્ય છે. શ્રાવિકા જયંતીને પ્રભુ વીર સાથેના વાર્તાલાપ કૌશાંબી નગરીમાં પધારેલા ભગવાન મહાવીરને વંદન કરવા અને દેશના સાંભળવા માટે અપૂર્વ ભાલ્લાસથી સ્વજન-પરિવાર સાથે શ્રાવિકા યંતી ગઈ હતી. ભગવાને જીવાદિ નવતત્ત્વનું સ્વરૂપ વિસ્તારપૂર્વક સમજાવ્યું. ત્યાર પછી અમૃત સમ મધુર વાણીથી પ્રભાવિત થઈને વિધિપૂર્વક વંદન કરીને શ્રાવિકા જયંતીએ પ્રભુને પ્રશ્નો પૂછડ્યા. જ્યન્તી : “હે પૂજ્ય ! જો ભારેપણું કેમ પામે છે? ” ઉત્તર : “હે યંતી ! પ્રાણાતિપાતથી તે મિથ્યાદર્શનશલ્ય સુધીનાં પાપસ્થાનકેના સેવનથી. પ્રશ્ન : “હે પૂજ્ય ! ભવસિદ્ધિપણું જીવને સ્વભાવથી હોય છે કે પરિણામથી ? ? ઉત્તર : “હે યંતી ! સ્વભાવથી. પરિણામથી નહીં. ” પ્રશ્ન : “શું સર્વભાવસિદ્ધિ યા વસિદ્ધિ પામશે ?' ઉત્તર : “હા, યાવસિદ્ધિ પામશે.” પ્રશ્ન : જ્યારે હે પ્રભુસર્વભવસિદ્ધિયા સિદ્ધ થશે, ત્યારે લેક તેનાથી ખાલી થઈ જશે કે કેમ?” શા. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy